પંજાબ નેશનલ બેન્કમાં 11,300 કરોડ રૂપિયાના કૌભાંડ પરથી પડદો ઉઠ્યા બાદ હવે સીબીઆઈએ બીજા એક મામલામાં કેસ નોંધ્યો છે. 390 કરોડ રૂપિયાના ગોટાળામાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સની ફરિયાદને છેલ્લાં 6 મહિનાથી દબાવીને બેસેલ સીબીઆઈએ હવે દિલ્હી સ્થિત એક જ્વેલરી આઉટલેટ વિરૂદ્ધ કેસ નોઁધ્યો છે.
ગુરૂવારના રોજ સીબીઆઈએ કરોલ બાગ સ્થિત દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ બેન્ક વિરૂદ્ધ કેસ ફાઇલ કર્યો. આ કંપની ડાયમંડ, ગોલ્ડ, અને સિલ્વર જ્વેલરીના મેન્યુફેકચરિંગ અને ટ્રેડિંગનું કામ કરે છે.
આ કંપનીએ ઓબીસીની ગ્રેટર કૈલાશ-2 બ્રાન્ચમાં 2007માં ફોરેન લેટર ઓફ ક્રેડિટ, ફોરેન પ્રાપ્ત કર્યા બાદ કેટલાંય પ્રકારની લોન પ્રાપ્ત કરી. આ કંપનીનું સંચાલન સભ્ય શેઠ અને રીટા શેઠના હાથમાં છે, જે પંજાબી બાગના રહેવાસી છે.
આ સિવાય કૃષ્ણ કુમાર સિંહ અને રવિ કુમાર સિંહ પણ આ કંપની સાથે જોડાયેલા છે, જે સરાય કાલે ખાંના નિવાસી છે. સીબીઆઈએ પોતાની એફઆઇઆરમાં આ તમામ નામ નોંધાવ્યા છે. બેન્કે પોતાની તપાસ બાદ દાવો કર્યો હતો કે સભ્ય શેઠ અને કંપનીના બીજા ડાયરેક્ટર્સને છેલ્લાં 10 મહિનાથી તેમના ઘરે જોવા મળ્યા નથી.
બેન્કે પોતાની તપાસમાં શંકા વ્યક્ત કરતાં કહ્યું કે સભ્ય શેઠ પણ નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ ભારતીમાંથી ભાગી ચૂકયા છે. સરકારી ક્ષેત્રની બેન્ક ઓબીસીએ 16 ઑગસ્ટ, 2017ના રોજ સીબીઆઈને દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલની વિરૂદ્ધ ફરિયાદ કરાવી હતી. બેન્કનો દાવો છે કે દ્વારકા દાસ શેઠ ઇન્ટરનેશનલ લેટર ઓફ ક્રેડિટની અંતર્ગત કેટલીય ક્રેડિટ ફેસિલિટીની ફાયદો ઉઠાવ્યો છે.
source: sandesh