નવી દિલ્હીઃ EDએ મુંબઈની સ્પેશિયલ કોર્ટ પાસેથી PNB કૌભાંડના આરોપી નીરવ મોદીની 7000 રૂપિયાની સંપત્તિ તત્કાલ જપ્ત કરવાની મંજૂરી માંગી છે. EDએ આ કાર્યવાહીની માગ હાલમાં જ બનેલા આર્થિક આરોપ અધ્યાદેશના આધારે કરી છે. કેન્દ્ર સરકારે આર્થિક અપરાધ કરી દેશ છોડીને ભાગેલાં આરોપીઓની સંપત્તિને જપ્ત કરવાથી જોડાયેલાં આર્થિક આરોપી અધ્યાદેશ 2018ને મંજૂરી આપી હતી.
ભાગેડુ જાહેર કરવાની માગ કરશે ED
- PNB કૌભાંડમાં EDએ પ્રિવેન્શન મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત ગત સપ્તાહે પહેલી ચાર્જશીટ દાખલ કરી હતી. આર્થિક ગુનાના અધ્યાદેશ અંતર્ગત EDએ પોતાની ચાર્જશીટના આધારે નીરવ મોદીને ભાગેડુ જાહેર કરવાની માગ કરશે.
- EDના અધિકારીઓએ જણાવ્યું કે કોર્ટ કાલે 12000 પેજની ચાર્જશીટ પર સુનાવણી કરશે. તો ED નીરવ મોદી મામલે આર્થિક અપરાધ અધ્યાદેશમાં લાવવાની માગ કરશે. જેનાથી નીરવ મોદીની દેશ-વિદેશમાં રહેલીઓ સંપત્તિઓની જપ્તી તાત્કાલિક શરૂ કરી શકાય. તેઓએ જણાવ્યું કે આ શક્ય છે કે નીરવ મોદીની 7000 કરોડની સંપત્તિ જપ્ત કરી શકાય છે.
માલ્યા પર કાર્યવાહીની પણ માગ કરી શકે છે
- અધિકારીના જણાવ્યા મુજબ, ED આવી જ રીતે ભાગેડુ શરાબ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર પણ કાર્યવાહીની માગ કરી શકે છે.
- નવા અધ્યાદેશની જોગવાઈ મુજબ ડાયરેક્ટર કે ડેપ્યુટી ડાયરેક્ટર સ્તરના અધિકારીઓ કોઈ આરોપીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરી શકે છે. જે માટે વિશેષ અદાલતમાં એક અરજી કરવાની હોય છે અને આરોપી વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ આપવા પડશે.
13000 કરોડના કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ
- બેંકિંગ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડમાં CBI અને ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં ED નીરવ મોદી અને બીજા આરોપીઓ વિરૂદ્ધ મની લોન્ડ્રિંગની તપાસ કરી રહ્યાં છે.