માલ્યા, પીએનબી, રોટોમેક જેવા કૌભાંડોએ બેન્કોની હાલત ખરાબ કરી દીધી છે. ભારતીય બેન્કો પર સપ્ટેમ્બર 2017 સુધીની નોન પર્ફોમિંગ એસેટ (પીએનબી) રૂ. 8.29 લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે બેન્કો દ્વારા આપવામાં આવેલા ધિરાણના તે પૈસા જેની રિકવરીની શક્યતા નથી. સરળભાષામાં સમજાવીએ તો આ એટલા નાણાં છે કે દેશની 133 અબજ વસતી પાસેથી તેની વસુલાત કરવામાં આવે તો દરેક વ્યક્તિએ રૂ. 6,233 આપવા પડે.
જ્યારે ઉદ્યોગો પર 28.92 લાખ કરોડનું દેવું છે. જો દેશના દરેક વ્યક્તિ પાસેથી વસુલવામાં આવે તો દરેક વ્યક્તિએ રૂ. 4,195 આપવા પડે. ઉદ્યોગોને આપવામાં આવેલા કુલ ધિરાણનો 37 ટકા ભાગ - રિઝર્વ બેન્કના સપ્ટેમ્બર 2017ના આંકડાઓ પ્રમાણે ઉદ્યોગો પર 28.92 લાખ કરોડનું દેવું છે. તે આપવામાં આવેલા કુલ ધિરાણના 37 ટકા છે.
- એટલે કે જો બેન્ક દ્વારા 100 રૂપિયાનું ધિરાણ કરવામાં આવે છે તો તેમાંથી 37 રૂપિયા ઉદ્યોગોને આપવામાં આવે છે. ઉદ્યોગોને મળેલા આ 37 રૂપિયાના ધિરાણમાંથી 19 રૂપિયા એનપીએ છે. એટલે કે બેન્કે કરેલા કુલ રૂપિયાના 100ના ધિરાણમાંથી 19 રૂપિયા એવા છે જેની રિકવરી શક્ય નથી.
આમ, હવે બેન્કના કુલ ધિરાણ પ્રમાણે આ એનપીએની રકમ જોવા જઈએ તો તે અંદાજે રૂ. 5.58 લાખ કરોડ થાય છે. - આ એ રકમ છે જે દેશની દરેક વ્યક્તિ પાસેથી વસુલ કરવામાં આવે તો દરેક વ્યક્તિએ રૂ. 4,195 ચૂકવવા પડે. આમ, એક બાજુ નાના ગ્રાહકો ધિરાણ ચુકવીને બેન્કોને આવક કરાવી રહ્યા છે જ્યારે મોટા શેઠો આ પ્રમાણેનું કૌભાંડ કરીને બેન્કોની સ્થિતિ નબળી કરી રહ્યા છે.
8.29 લાખ કરોડ રૂપિયા એનપીએ એટલે - જેટલી દેશમાં એનપીએ છે તેટલી દુનિયાના 137 દેશોની જીડીપી. તેટલામાંથી બાળકોને 25 વર્ષ સુધી મિડ-ડે મીલ આપી શકાય છે. દેશમાં એક તૃતિયાંશ બજેટ જેટલી - બજેટ: 24.42 લાખ કરોડ રૂપિયા એટલે કે... બજેટનો 33 ટકા ખર્ચ એનપીએમાંથી નીકળી શકે છે. મનરેગા જેવી 15 યોજનાઓ ચાલી શકે - મનરેગા બજેટ: 55 હજાર કરોડ એટલે કે...એનપીએની રકમથી મનરેગા જેવી 15 યોજનાઓ ચાલી શકે છે.
ત્રણ વર્ષ સુધીની રક્ષા બજેટનો ખર્ચ - રક્ષા બજેટ- 2.95 લાખ કરોડ એટલે કે... એનપીએથી દેશના ત્રણ વર્ષ સુધીનું રક્ષા બજેટ તૈયાર થઈ શકે છે. હેલ્થ, એજ્યુકેશન અને સામાજિક સુરક્ષાના 9 વર્ષ જેટલુ બજેટ - હેલ્થ+એજ્યુકેશન+સામાજિક સુરક્ષા બજેટ: 1.53 લાખ કરોડ ( 9 ગણું ઓછુ) એટલે કે... 9 વર્ષ હેલ્થ, એજ્યુકેશનમાં અલગથી પૈસાની જરૂર નથી હોતી.
ઉજ્જવલા યોજના પર 172 વર્ષ સુધી ચિંતાની જરૂર નથી બજેટ- રૂપિયા- 4 હજાર 800 કરોડ એટલે કે... ઉજ્જવલા જેવી 172 યોજનાઓ એનપીએની રકમમાંથી ચાલી શકે છે.
source: divyabhaskar