Online Shoping site in India

હું ગુજરાતી નંબર વન

201526Sep

હું ગુજરાતી નંબર વન,  મારી અદા સુપર વન,
દેશ-દુનિયામાં વાગે,   મારો ડંકો ટન..ટન..ટન..

બિઝનેસમાં હું પાવરફુલ,  કરી દઉ સૌના દાંડિયા ગૂલ,
પ્હોળી છાતી રાખીને,  હું ધંધો કરી જાણું છું,

નથી મને કોઇ ટેન્સન ,   પૈસો કમાઉ ધનધનધન
હું ગુજરાતી નંબર વન

ગુજરાતનો હું બળિયો છું,  સરવૈયામાં પાકો છું,
જોટો જડે નહિ મારો,  એટલો છું હું પાવરધો,

બેસણું હોય કે ગરબા નવ ,   સહુ માં ભાગ પહેલા લઉં,
આયખાનું હું જીવનભર,  કરુ ઉપયોગ ઝનઝનઝન
હું ગુજરાતી નંબર વન

વિશ્વના ફલક ઉપર,  મારો ડંકો વાગે છે,
જાત ભાતના લોકો પણ,  સલાહ મારી માંગે છે,

ભણવામાં હું નંબર વન,  પીધો છે મેં કસુંબીનો રંગ,
ભૂત-ભવ ની છોડી ચિંતા,  હું તાકુ તીર સનસનસન

હું ગુજરાતી નંબર વન….

મકસદ પાછળ રેડુ જાન, ધર્મોનું કરુ પહેલા સમ્માન, 

પંજાબી હોય કે મહારાષ્ટ્રીયન, પણ, સહુને ગણું હું એક સમાન, 

દેશમાં જન-જન હોય ભલે,પણ, સહુના હૈયે એકતા છે,  

યુ.કે હોય, કે હોય જાપાન,સૌ ભારતને કરે છે શિશ નમન,

 તો બધા ગુજરાતીઓ બોલો જોરથી  હુંગુજરાતીનંબર વન….(૩)

 By - M.K

 

View : 4085

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે