Online Shoping site in India

અક્કલ…..

  • ડુપ્લીકેટ

    રામ - મારી પાસે બંગલો છે, ગાડી છે, બેંક લોકર છે, તારી પાસે શુ છે ?
    શ્યામ - મારી પાસે આ બધાની ડુપ્લીકેટ ચાવી છે.

મારે ફરી એકવાર શાળાએ જવું છે

201520Sep
મારે ફરી એકવાર શાળાએ જવું છે

મારે ફરી એકવાર શાળાએ જવું છે
દોડતા જઈને મારી રોજની બકાડીએ
બેસવું છે રોજ સવારે ઉચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે
નવી નોટ ની સુઘંદ લેહતા પેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે
મારે ફરી એક વાર શાળાએ જવું છે

રિશેષ પડતાજ વાતેર્બાગ ફેકીન નળ નીચે હાથ ધરી પાણી પીવું છે
જેમ તેમ લંચ બોક્ષ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આંબલી બોર જમરૂખ કાકડી બધું ખાવું છે
શાયીક્લના પયીડા ની સ્ટમ્પ બનાવી ક્રિકટ રમવું છે
કાલે વરસાદ પડે તો નિશાળે રાજા પડી જાય એવા વિચારો કરતા સુયી જવું છે
અનેપેક્ષિત આનંદ માટે મારે ફરી એકવાર શાળાએ જવું છે

છૂટવાનો ઘંટ વાગવાની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસવું છે
ઘંટ વાગતાજ મિત્રો નું કુંડાળું કરીને શાયીકાલ ની રેસ લગાવતા ઘરે જવું છે
રમત ગમત ના પીરીયડમાં તાર ની વાડના બે તાર વચ્ચે થી સરકી બહાર ભાગી જવું છે
તો ભાગી જવાની મોજ અનુભવવા મારે ફરીથી એકવાર શાળાએ જવું છે

 

"કુછ બાતે ભૂલી હુઈ , કુછ પલ બેટે હુઈ,
હર ગલતી કા એક નયા બહાના ,
ઓર ફિર સબકી નઝર મેં અના ,
પરીક્ષા કી પુરી રાત જાગના ,
ફિર ભી સવાલ દેખ કર સર ખુજાના,
મોંકા મીલેતો ક્લાસ બન્ક મરના ,
ફિર દોસ્તો કે  સાત કોફી પીને જાના ,
ઉસકી એક જલક દેખને રોજ  સ્કુલ જાના ,
દેખતે દેખતે  હાજરી ભૂલ જાના,
હર પલ એક નયા સપના,
આજ જો તૂટા ફિર ભી હૈ અપના
વો સ્કુલ કે દિન,
યાદ કરકે ઇન પલો કો ફિર ઝીંદગી ભાર મુસ્કુરાના"

 

દિવાળી ના વેકેસનની રાહ જોતા છ માસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે
દિવસભર કિલ્લો બાંધીને માટી ને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર બેસવું છે
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડિયા પછી એમાંથી ના ફુટેલા ફટાકડા શોધતા ફરવું છે
વેકેસન પત્યા પછી બધી ગમ્મતો દોસ્તોને કેહવા મારે ફરી એકવાર શાળાએ જવું છે

કેટલીયે ભારે જવાબદારીઓના બોજ કરતા પીઠ પર ધ્ફ્તરનો બોજ વગાડવો છે
ગમે તેવી ગરમીમાં air -condition ઓફીસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલીને બેસવું છે
કેટલીયે તૂટફૂટ વચ્ચે ઓફીસની આરામ દાયક ખુરસી કરતા બેની બાકડી પર ત્રણ દોસ્તોએ બેસવું છે
બચપણ પ્રભુ ની દેણ છે તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો સમાજમાં આવવા માંડ્યો છે
એ બરાબર છે કે નહિ…..તે સાહેબને પૂછવા માટે મારે ફરી એકવાર શાળાએ જવું છે

નાનો હતો ત્યારે જલ્દીથી મોટા થવું હતું આજે જયારે મોટો થયો છે કે તૂટેલા સ્વપ્નો અને અધુરી લાગણીઓ કરતા….
તૂટેલા રમકડા અને અધૂરા હોમ્વોર્ક સારા હતા આજે સમજાય છે
કે જયારે બોસ ખીજાય એના કરતા શાળામાં શિક્ષક અંગુઠા પકડાવતા હતા એ સારું હતું
આજે ખબર પડી કે ૧-૧ રૂપિયા ભેગા કરીને નાસ્તાનો જે આનંદ આવતો હતો એ આજે પીજ્જામાં નથી આવતો
ફક્ત મારેજ નહિ આપણે બધાને ફરી શાળાએ જવું છે ખરું ને ?

 

"પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવનમાં,
પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે."

By- M.K

 

 

View : 4137

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે