જીવતા/હયાત માતા પિતાની છત્ર છાયામાં, વ્હાલપનમાં બે વેણ બોલીને નીરખી લેજો
હોઠ અડધા બિડાય ગયા પછી , ગંગાજળ મૂકીને શું કરશો …..
અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી એક વાર ભેટી લેજો
જીવતા/હયાત નહિ હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો ……
કાળની થાપટ વાગશે અલવિદા એ થઇ જશે, પ્રેમાણ હાથ પછી તમારા પર કદી નહિ ફરે
લાખ કરશો ઉપાય તે વાત્સલ્ય લ્હાવો નહિ મળે ,પછી દિવાનખંડમાં તસ્વીર મૂકીને શું કરશો ……
માતા પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે ,અડસઠ તીરથ તેના ચરણોમાં , બીજા તીરથ ના ફરશો,
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં, પછી કિનારે છીપલાં વીણીને શું કરશો …….
જીવતા/હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો ,પાનખરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો ,
પંચમહાભૂતમાં ભળી ગયા પછી ,એ દેહના અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો ……..
પૈસા ખર્ચતા સગળું મળશે , માબાપ નહિ મળે ,ગયો સમય નહિ આવે લાખો કમાયને શું કરશો
પ્રેમથી હાથ ફેરવીને બેટા કહેનારા નહિ મળે તો આંસુ સારીને શું કરશો………
જેમણે મને ‘ જન્મ ‘ આપ્યો એ છે , મારા ‘ માતા પિતા ‘
મારી એક એક ‘ ઈચ્છા ‘ પૂરી કરી એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ ચાલતા ‘ એ છે , મારા ‘માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ બોલતા ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને શીખવ્યું ‘ સચ્ચાઈ ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને ‘ સંસ્કાર ‘ આપ્યા એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમણે મને દોસ્ત બની સમજાવી આ ‘જીવન જીવવાની ‘ વાત , એ છે , મારા ‘ માતા પિતા ‘
જેમને હું કદી નથી લાગતી ‘ આકરી ‘ એ છે , મારા ‘ માતા પિતા ‘
દરરોજ મને ‘ વ્હાલ ‘ કરે છે એ છે , મારા ‘માતા પિતા ‘
દુનિયામાં સૌથી મને ‘ વ્હાલા ‘ છે એ છે , મારા ‘ માતા પિતા ‘
નહિ ચુકાવી શકીએ આપણે માતા-પિતા નો એહસાન ,
પણ હા આપણે દઈ શકીએ છીએ તેમને ખુશીઓ હજાર .
By - M.K