Online Shoping site in India

અક્કલ…..

  • શિક્ષક & ભોલું


    શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

    ભોલું: એક જ ભારત!

    શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

    ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

     

     

આટલું આવડે છે ?

201511Aug
આટલું આવડે છે ?

તમારા સંતાનને–

1. કચરો વાળતાં આવડે છે? કઇ જગ્યાએ કયા પ્રકારની સાવરણીનો ઉપયોગ થાય એની ખબર છે ?ક્યારે ઊભા રહીને અને ક્યારે બેસીને વળાય એની ખબર છે ?

2.પોતું કરતાં આવડે છે ? પોતું કરવા માટે વપરાતું કપડું કેવું હોવું જોઇએ એની ખબર છે?

3.બાથરૂમ, સંદાસ, ખાળ, ગટર સાફ કરતાં આવડે છે? ઍસિડ, ફિનાઇલ, સાબુ, ડિટરજન્ટ વગેરેનો ઉપયોગ ક્યારે થાય તેની ખબર છે?

4. કપડાં ધોતાં, સૂકવતાં અને ગડી કરતાં આવડે છે ? સુતરાઉ, રેશમી, નાયલૉન, ગરમ, ખરબચડાં, નાનાં, મોટાં, કીમતી, બરાછટ, સફેદ, રંગીન વગેરે વિવિધ પ્ર્કારનાં કપડાં ધોવામાં શું ફેર છે તેની ખબર છે ?

5. વાસણ સાફ કરતાં આવડે છે? ઍલ્યુમિનિયમ, સ્ટીલ, લોખંડ, પિત્તળ, તાંબું, પ્લાસ્ટિક, ચાંદી વગેરેનાં વાસણો સાફ કરવામાં શું તફાવત છે તેની ખબર છે ? કાટવાળાં , ચોંટેલાં, બળેલાં, સુકાયેલાં, ચીકણાં વાસણો સાફ કરવામાં શું ધ્યાન રાખવું પડે તેની ખબર છે ?

6.ઇસ્ત્રી, કૂકર, મિક્સર, ગીઝર વ્ગેરેનો ઉપયોગ કરતાં આવડે છે?

7. રોજિંદી રસોઇ બનાવતાં આવડે છે?

8. શાક્ભાજી, અનાજ, કરિયાણું ખરીદતાં આવડે છે ? તેમની કિંમત ગણતાં આવડે છે?

9.વીજળીનો ફ્યુઝ ઊડી ગયો હોય તો નવો બાંધતાં આવડે છે?

10.કપડું સાંધતાં, ભરત ભરતાં આવડે છે ?

11. દીવાલમાં કે ચંપલ માં કે ફર્નિચરમાં ખીલી ઠોકતાં કે સ્ક્રૂ બેસાડતાં આવડે છે ખરું ?

12. ચોપડી ઉપર  પૂઠું ચઢાવતાં આવડે છે ?

13.દીવાલે રંગ કરતાં આવડે છે ?

14. પડીકું વાળતાં આવડે છે ?

15. ફૂલોની માળા ગૂંથતાં આવડે છે ? આસોપાલવનાં તોરણ બનાવતાં આવડે છે ?

16.ચેક લખતાં, બૅંકમાં ડ્રાફ્ટ ક્ઢાવતાં, પોસ્ટઑફિસે રજિસ્ટર કરતાં, તાર મોકલતાં, પાર્સલ કરતાં, યોગ્ય રીતે સરનામું કરતાં આવડે છે ?

17. રેલવેનું સમયપત્રક જોતાં, રીઝર્વેશન કરાવતાં  આવડે છે ?

18.નકશો જોઇને કોઇ સ્થળ શોધી કાઢતાં આવડે છે ?

19. શેરડીનો સાંઠો છોલતાં, સોપારી કાતરતાં, સૂડાથી કેરી કાપતાં, પાન બનાવતાં આવડે છે ?

20. હિસાબ લખતાં આવડે છે ?

21. છૂટા કાગળમાંથી નોટ અ બાંધતાં આવડે છે ?

22. કઇ ઋતુમાં ક્યાં શાકભાજી મળતાં હોય તેની ખબર છે?

23. સત્તાવાળાઓને અરજી કરતાં આવડે છે ?

24. સુઘડ રીતે શેતરંજી પાથરતાં, પથારીઓ કરતાં આવડે છે ?

25. બૂટ પૉલિશ કરતાં આવડે છે ?

26. યોગ્ય રીતે પોતાનો પરિચય આપતાં આવડે છે?

27. કૂંડામાં કે જમીનમાં છોડ રોપીને ઉછેરતાં આવડે છે ?

28. કયા કપડાને માટે કેટલું કાપડ જોઇશે તેની ગણતરી કરતાં આવડે છે ?

29. કોઇપણ વસ્તુનું જોખીને વજન કરતાં આવડે છે? કાપડ અથવા જમીન માપતાં આવડે છે ?

30. ગાતાં, દોડતાં, ચિત્રકામ કરતાં , રંગોળી પૂરતાં, સુંદર અક્ષરે લખતાં આવડે છે ?

31. નળનાં આંટા ખવાઇને ઢીલા થયા હોય અને પાણી ટપકતું હોય, તો તે બંધ કરતાં આવડે છે?

32. પાનું, પકડ, હથોડી, સ્ક્રૂડ્રાઇવર, જૅ, કોશ, કોદાળી, પાવડો, કાતર, કુહાડી, ખૂરપી વગેરે વાપરતાં આવડે છે ?

33. લાઠી, ગલોલ, તીરકામઠું વગેરેનો ઉપયોગ કરતાં આવડે છે ?

34. તરવું, દોરડાંની મદદથી ચઢવું, ઝાડ ઉપર ચઢવું , દોરડાં કૂદવાં વગેરે પૈકી કશું આવડે છે ?

આ બધાં જે  રોજરોજના જીવનમાં ઉપયોગી એવાં કૌશલ્યો છે. આ અને આવાં અનેક કૌશલ્યોને પરિણામે જીવન સરળ બને છે, સફળ બને છે.

  By : M. K

***********************************************************************************************************************

View : 1488

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે