Online Shoping site in India

વરસતા વરસાદમાં

201630Aug
વરસતા વરસાદમાં

વરસતા વરસાદમાં આમ, ભીંજાયાજ કરીએ તો કેવું ?

લાગણીનાં પ્રવાહમાં આમ, તણાયાજ કરીએ તો કેવું ?

વાદળાંની જેમ દોડધામ, કર્યા જ કરીએ તો કેવું ?

આકાશે ધૂમ-ધડાકા, કર્યા જ કરીએ તો કેવું ?

વીજળીનાં પલકારાની જેમ, ચમક્યા જ કરીએ તો કેવું ?

ધીમી ધારે અનરાધાર વરસ્યા જ કરીએ તો કેવું ?

ધીંગી ધરાને ચીરીને, ફુટી નીકળીએ તો કેવું ?

ચાસમાં પડેલાં બીજની જેમ, ઊગી નીકળીએ તો કેવું ?

ભીની માટીની સુગંધની જેમ, મહેકરાજ કરીએ તો કેવું ?

સમીરનાં સુસવાટાની જેમ, સળવળીયાજ કરીએ તો કેવું ?

તીડ-તમરાંની જેમ તણવણાટ, કર્યા જ કરીએ તો કેવું ?

મોર-મેંઢકની જેમ મલકાટ, કર્યા જ કરીએ તો કેવું ?

વહેતાં ઝરણાંની જેમ ઝણઝણાટ, કર્યા જ કરીએ તો કેવું ?

મધુરજળની જેમ સરિતામાં, સમાયાજ કરીએ તો કેવું ?

જળચરોની જેમ વહેતા જળમાં, તર્યા જ કરીએ તો કેવું ?

'સ્વયં' કહે સતત સર્જન, કર્યા જ કરીએ તો કેવું ? 

અન્ય/Other,View : 5243

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે