Online Shoping site in India

અક્કલ…..

 • શિક્ષક & ભોલું


  શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

  ભોલું: એક જ ભારત!

  શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

  ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

   

   

હોમિયોપેથી એક પરિચય

201716Mar
હોમિયોપેથી એક પરિચય

Dr. Kalpit Sanghvi (M.D.)

Consulting Homoeopath
Managing Director & Principal
Shree H N Shukla Homoeopathic Medical College & Hospital
 

હોમિયોપેથી શું છે.? હોમિયોપેથી થી સારૂં થઈ શકે? હોમિયોપેથી કેવી રીતે અને ક્યાં સિધ્ધાંતો ઉપર સારવાર કરે છે? શું હોમિયોપેથી થી દરેક અસાધ્ય રોગો ની અસરકારક સારવાર થઈ શકે છે.

ઘણા લોકો હોમિયોપેથી તરફ શંકાની નજરે જોતા હોય છે. ત્યાં ઘણાતો હોમિયોપેથીક સારવાર ને માનવાનો સાફ ઇન્કાર કરી દે છે, કારણકે મીઠી ગોળીઓ અને પાવડર પણ મીઠોજ જેમાં કોઈ જાતના રસાયણીક ગોણો (કેમિકલ પ્રોપર્ટી) નથી. જેનું કોઈ નુકશાન નથી પરંતુ ફાયદો પણ કેવી રીતે હોઈ શકે. ઘણીવાર નિરાશાજનક પરીણામો પણ લાંબા સમયથીશ્રર્ધ્ધા પૂર્વક હોમિયોપેથીક સારવાર કરતા દર્દીને મળતા હોય છે. બીજી તરફ ચમત્કાર જેવા લગતા પરિણામો કે કહેવાતા અસાધ્ય રોગો હોમિયોપેથીક સારવાર થી સંપૂર્ણ પણ માટી ગયા ના દાખલા નજર સમક્ષ મળે ત્યારે ઘણીવાર વિચાર કરતા થઈ જવાય. આ બધા અને આવા અનેક પક્ષ્નો માંગે છે. હોમિયોપેથી પ્રત્યે એક પૂરી સોધ્ધાંતીક સમાજ, જે હોમિયોપેથીની સારવાર હેઠળના દર્દી માટે એટલી જ જરૂરી છે તેથી તે આ વિજ્ઞાનને પૂરી રીતે સમજી અને સંપૂર્ણ તાની લઈ શકે.

હોમિયોપેથી ને સમજ્વા માટે આપણે પહેલાં તેના ઇતીહાસ તરફ વળીએ હોમિયોપેથી ની શોધ કેવી રીતે થઈ ત્યાં ક્યાં મૂળભૂત સિધ્ધાંતો ઉપર હોમિયોપેથીક સારવાર થાય છે?

સેમ્યુઅલ હેનીમેન હોમિયોપેથીના શોધક જે આજથી લગભગ ૨૦૦ વર્ષ પહેલાના બહુ જાણીતા એલોપેથીના ડોક્ટર(એમ. ડી.) હતા. ત્યારની સારવાર પધ્ધતિ થી તેઓ ખુબજ ખીની રહેતા, કારણકે ત્યારની સારવાર પધ્ધતિ જે ફકત તર્ક આધારીત અને વૈજ્ઞાનીક વિચારોથી ન સમજાવી શકાય તેવી હતી. એતો ફક્ત એક નાનો સ્નકોનાબર્ક(કવીનાઈન) નો પ્રયોગ હતો, જેણે સત્યને આપણી સમક્ષ મુક્યું.

જેમાં થોડી માત્રા માંસંપૂર્ણ તંદુરસ્તી દરમ્યાન, સીંકોનાનો અર્ક લેવામાં આવતા, હાનેમાને થોડા દિવસો પછી મેલેરીયા જેવા જ ટાઢ અને તાવ ના લક્ષણો અનુભવ્યા જે તેણે સીંકોનાનો અર્ક લેવાનું બંધ કરતાં જ મેલેરીયાના લક્ષણો દુર થઈ ગયા. તે ફરી ખામ્છો રસ લેવાથી ઉત્પનન થયા. હેનીમેના આ પ્રયોગ પોતા ઉપર ઘણીવાર કરી જોયો. જ્યાં સુધી એના માનવામાં ન આવ્યું કે મેલેરીયા જેવા લક્ષણો ફક્ત સીંકોનાના અર્કથી જ ઉત્પનન થયા છે. અને આ જ પ્રયોગ એના જીવનભરના રોસર્ચ ની શરૂઆત બની રહ્યો. (હોમિયોપેથી=હોમોસા=એકસરખું+પેથોસ=દર્દ) આ રીતે હેનીમેના વિચારી શક્યા કે LOW of SIMILARSસમાનતા નો સિધ્ધાંતજ મુખ્યત્વે માનવીને રોગોની ભરમાળ માંથી છોડાવવાનો સંપૂર્ણ જવાબ(સારવાર) છે.

LOW of SIMILARS સમાનતાના સિધ્ધાંતને સમજીએ તો જે દવા તંદુરસ્ત માણસમાં જે રોગો ઉત્પનન કરવા માટે શક્તિમાન છે. તેવા જ રોગ(લક્ષણો અને ચિન્હો) ધરાવતા માનવીની સંપૂર્ણ સારવાર માટે તે દવા ચમત્કારીક પરિણામો આપી શકે છે. આજના જમાનાના શેતાની રોગો જેવા કે કેન્સર, એઇડસ વગેરે માં ખુબ જ રાહતપૂર્ણ અને ઉપયોગી થઈ શકે છે. જે BEST PALLASIVE કહી શકાય.

સીંકોના અર્ક ના પ્રયોગ ની ચર્ચા ને ચાલુ રાખીએ તો ડો. હેનીમેને એક રસપર્દ સત્યએ એમનું ધ્યાન ખેચ્યું, કે સીંકોના નો અર્ક બીજા તંદુરસ્ત માણસને આપવામાં આવ્યો તો મેલેરીયા કરતાં થોડા અલગ લક્ષણો અનેચિન્હો ઉત્પનન થયા, ત્રીજીતંદુરસ્ત વ્યક્તિમાં એના કરતાં પણ થોડા અલગ લક્ષણો જોવામાં આવ્યા. પરંતુ જાહર્દ અંશે મોટાભાગના PROVERS(તંદુરસ્ત વ્યક્તિઓ જેમણે ડો. હેનીમેન ની દોરવણી અને માર્ગદર્શન હેઠળ દવા લીધી હતી) માં જોવાની અને ખાસ ધ્યાન દોરે તેવી વાત તો એ હતી કે બધાજ પ્રયોગેકો ના મેલેરીયા જેવા લક્ષણો એક કરતાં જુદી જાતના હતા તે બધા માં કઈક આંખ ખેચે તેવી સમાનતા જોવા મળી આ સમાનતા બધા પ્રયોગકો માં એક સરખી હતી. તેણે વિચાર આપ્યો અલગતાનો, વિવિધતાનો “INDIVIDUALITY” નો અલગ અલગ તાસીરનો બને દવા અને પ્રયોગકોના વિવિધ બંધારણનો.

આ બધા જુદા જુદા પ્રયોગકોના જુદાજુદા પરિણામો માટે સુક્ષ્મ વિચારક હેનીમેને એક તર્ક બંધુ અને સમજણ પૂર્ણકનું તારણ આપ્યું. “દરેક માણસ ની શારીરિક બંધારણની તાસીર(SUSCEPTIBILITY OF INDIVIDUAL CONSTITUTION) એ દરેક વ્યક્તિમાં અલગ અલગ હોય છે. જે દવાની અસર નીચે લક્ષણો અને ચિન્હો પેદા કરે છે.” આ SUSCEPTIBILITY ના સિધ્ધાંતને આજનું ભૌતીક વિજ્ઞાન સાબીત કરી શુક્યું છે.

આપણે ઘણીવાર ઘણી વ્યક્તિ પાસેથી સાંભળીએ છીએ કે “મારે શરદીનો કોઠો છે.” “મને ઠંડી તુરંત જ લાગી જાય છે.” તે વ્યક્તિ જે થોડો પણ ઠંડો પવન લાગવાથી તાવનો શિકાર બને છે. જયારે બીજી વ્યક્તિ થોડા કલાકો ઠંડા પવન ગાળે પછી તાવ આવે છે. અને ત્રીજી વ્યક્તિને ત્યારે જ અસર થાય જયારે તે થોડા દિવસો કડકડતી ઠંડીમાં ગાળે એક જ ઘરમાં રમેશભાઈ ને પવન લાગે તો માથું દુ:ખવા માંડશે જયારે એમના સુપુત્ર ને ખાંસી અને બ્રોન્કાઇટીસ થઈ જશે. અને એમની માતાને સાંધાનો દુ:ખાવો થઈ જશે. પિતાને કાનમાં અને દાંતમાં દુ:ખવા લાગશે. આ બધી વિવિધતા ફકત ઠંડો પવન લાગવાને કરણે થાય છે.

આ રીતે ડો. હેનીમેને LOW OF SIMILARS થી સંતુષ્ટ થઈ મોટા પાયે અનેક દવાઓના પ્રયોગો તંદુરસ્ત માણસો ઉપર કર્યા. કારણકે દરેક દવાની અસર તંદુરસ્ત માણસ માં શું થાય છે. તે જાણવું ખુબજ જરૂરી બન્યું હતું આ પ્રયોગોને “DRUG PROVING”નામ આપ્યું. તે હંમેશા તંદુરસ્ત માણસોમાં પ્રયોગો કરવામાં આવ્યા કારણકે પ્રાણીઓ નું શારીરીક બંધારણ અને બીમાર વ્યક્તિઓની તાસીર અલગ જ હોય છે. આ પ્રયોગોના તારણોને લોગબુકમાં રેકોર્ડ કરવામાં આવ્યાં. જેમાંથી વ્યવસ્થીત ગોઠવણી કરીને હોમિયોપેથીક “મટીરીયા મેડીકા” તૈયાર કરવામાં આવ્યું.
એક દવાનો પ્રયોગ અનેક જુદી જુદી તાસીર વાળી વ્યક્તિ ઉપર કરીને ઘણા બધા લક્ષણો અને ચિન્હો ભેગા કરવામાં આવ્યા. જેમાં એક સામાન્ય પેટર્ન જોવા મળી જેને દવાથી ઉત્પનન થતો રોગ “DRUG INDUSED DISEASE” નામ આપવામાં આવ્યું. આવી જ રીતે હોમિયોપેથીક ડોક્ટર દર્દીમાંથી પણ રોગ વિશે ઘણુ બધુ જાણી ને કુદરતી રોગ વિશે એક ચિત્ર ઉભુ કરશે. આ બંને રોગીનું અને દવાથી ઉભુ થયેલું ચિત્ર જે હોમિયોપેથીક મટીરીયા મેડીકા માં ઉપલબ્ધ છે. તેને મેળવવાનો પ્રયત્ન કરશે અને જે દવા તેના રોગ સાથે એકદમ મળતી આવશે તે દવા જ તેના રોગ માટેનો રામબાણ ઈલાજ સાબીત થશે.

ચોકસાઈ પૂર્વક નાં મહેનતુ ડોક્ટર એ રોગ ત્થા દવાના લક્ષણો માં અનેક સમાનતા જોઈ શકશે. એક પ્રયોગ “DRUG PROVING”એ પ્રયોગક(PROVER) ના આખા શરીરનો કુલ પ્રતિભાવ(RESPONCE) દર્શાવશે. દા.ત. એક પ્રયોગક ને દવા પ્રયોગ સમયે શરદીના લક્ષણો ઉત્પનન થાય છે. પરંતુ તેની સાથે જ તેનામાં ચિડીયાપણું, કારણ વગર ગુસ્સો આવવો, પંખો સહન ન થવો સાથેજ સૂર્ય પણ સહન નથાય તેની સાથે જ ઝાડો પણ ઈચ્છા થવા છતા ખુલાસીને ન થવો આવા અનેક લક્ષણો ઉત્પનન કરે છે. આમ દેખીતી રીતેજ શરદી એ તો શરદીના રોગનો એકમાત્ર ભાગ છે. જયારે ચીડિયાપણું, કબજીયાત, પંખો ત્થા સૂર્ય સહન ન થવો આ બધા લક્ષણો આખા શરીરનો રીસ્યોન્સ દર્શાવે છે.મારી પાસે એક દશવર્ષ નો બાબો, કાયમી શરદી ની દવા લેવા માટે આવ્યો હતો. જે સામાન્ય સંજોગોમાં રમતીયાળ ત્થા એક્ટીવ રહેતો પરંતુ જયારે તેને શરદી થાય ત્યારે તેને લગભગ રાતના અને એક વાગ્યા આસપાસ ખુબ તાવ ચડી જતો. તે એકદમ રડમશ અને શાંત બની જતો. આખો દિવસ તેની મમ્મી ને વળગીને જ રહેતો એ.સી. હંમેશા ચાલુ રખાવતો સાથે ઓઢવાનું તો કઈ જ નહી એના કરતાં પણ વિચારવા લાયક વાતતો એ કે એને બંધ રૂમમાં જરા પણ ગમતું નહી, ખુલ્લી હવામાં એ.સી. કરતાં પણ સારૂ લાગતું સામાન્ય રીતે એ ખુબ પાણી પીતો પરંતુ શરદીમાં તો તેને તરસ લગતી જ નહી આ બધા લક્ષણો પલ્સેટીલા નામની દવા જેવા જ છે. જેને શરીર નો ટોટલ રીસ્પોન્સ કહેવાય એ દવાથી એની શરદી કાયમ માટે માટી ગઈ.

હવે આપણે સારી રીતે સમજી ગયા કે સફળ હોમિયોપેથીક સારવાર નો પાયો INDIVIDUALISATIONલક્ષણો પ્રમાણે રોગની તારવણી અને SUSCEPTIBLE CONSTITUTION ખામી યુક્ત શરીરનું બંધારણ કે તાસીર ઉપર સંપૂર્ણ પણે આધારીત છે.

હવે રોગી શરીરના લક્ષણોની તારવણી જે પ્રતિકુળ પરીસ્થિતીમાં આખા શરીર નો પ્રતિભાવ આપણે તેના લક્ષણો અને ચિન્હો ઉત્પનન જાણી શકીએ. જે ત્રિસ્તરીય છે.
૧. EMOTIONAL– વ્યક્તિ ની લાગણીઓ સ્વભાવ
૨. INTELLECTUAC (SPIRITUAL) બુધ્ધિમતાં અને
૩.PHYSICAL –શારીરિક
આ ત્રણે જયારે પણ પ્રતિકુળ પરીસ્થીતીમાં આવે ત્યારે જુદા જુદા લક્ષણો ઉત્પનન થાય છે. જે જીવનશક્તિના પોતાના હોય છે.

હોમિયોપેથીક ડોક્ટર જે રોગ વિશે માહિતી મેળવતા હોય ત્યારે તે પાયાનું મહત્વ હંમેશા રોગ થવાના કારણો, રોગના અસામાન્ય લક્ષણો, ખાસ કરીને માનસીક લક્ષણો રોગની મન ઉપર અસરોને આપે છે. આ SUSCEPTIBLE CONSTITUTION ખામીયુક્ત શારીરીક બંધારણનો સિધ્ધાંત ડો. હેનીમેને એમના પુસ્તક “THEORY OF CHRONIC DISEASES”માં સારી રીતે સમજાવ્યો છે. જેમાં વંશવારસાગત(જીનેટીક) કારણો જેનું પણ રોગની ઉત્પત્તિમાં મહત્વનું પાસું છે. તે સ્વીકારેલ છે.

હોમિયોપેથીક કોન્સ્ટીટ્યુશનલ તાસીર આધારીત સારવાર એટલા માટે જ વારસાગત રોગો, માનસીક રોગો ત્થા મનોશારીરીક રોગો દુર કરવામાં અગણીત ક્ષમતા ધરાવે છે. માટે જ જુના, અસાધ્ય તેમજ ફરી ફરીને હેરાન કરતાં હઠીલા રોગો જેવા કે જૂની શરદી, સાયનસ, હમ, ન્યુમોનીયા, તાઈફોઇડ, વારંવાર નો મેલેરીયા, માથાનો દુ:ખાવો, આધાશીશી, હિસ્ટેરીયા, ન્યુરોસીસ, વાઈ. બ્લડપ્રેશર, ડાયાબીટીશ, અલ્સરેટીવ કોલાઈતીસ, જુનો મરડો, કાયમી કબજીયાત, કે ઝાડા, એસીડીટી, અલ્સર હરસ, ચામડીના રોગો જેવા કે ખરજવું, સોરયાસીસ, ખીલ, મસા, કરોળિયા બધી જ જાતના માનસીક રોગો જેમકે સાયકોસીસ, સ્કીઝોફ્રેનીયા, ડીપ્રેશન, અનિંદ્રા, અજાણ્યો ભય(ફોબીયા) બધીજ જાતના વા, દા.ત. ઓસ્ટીઓ આર્થરાઇટીસ, રૂમેતોઇડ આર્થરઈટીસ સ્પોન્ડાઇલોસીસ અને હદયના રોગો, એન્જાઈના ત્થા બાળરોગો જેવા અનેક રોગોમાં હોમિયોપેથી ખુબજ અસરકારક પુરવાર થઈ છે.

દર્દીના લક્ષણો અને ચિન્હોજ હોમિયોપેથીક ડોક્ટરને માટે રોગની તકલીફ અને સારવાર માટે ખુજ જ ઉપયોગી હોય છે. માટે ઘણીવાર રોગની શરૂઆત વખતે જ કે જયારે નિદાન ન થઈ શકતું હોય ત્યારે યોગ્ય સારવાર થઈ શકે છે. બીજી સારવાર પધ્ધતિઓને જયારે સારવાર માટે નિદાન ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે હોમિયોપેથી માં જો નિદાન શક્ય ન હોય તો પણ એકદમ ચોક્કસ સારવાર થઈ શકે છે. બીજી સારવાર પધ્ધતિ ની જેમ હોમિયોપેથીક સારવારથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટતી નથી બલ્કીબધાજ પુરાવાઓ દર્શાવે છે. કે હોમિયોપેથીક સારવાર શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને કરવામાં આવે છે. તેથી જ હોમિયોપેથીક સારવાર દરમ્યાન અને ત્યાર પછી નબળાઈ આવતી નથી. ત્થા રોગ ઉથલો મારતો નથી. “જો હોમિયોપેથીક દવા એના સિધ્ધાંત મુજબ સરખા જ લક્ષણોવાળી એક જ હોય અને એના બરાબર પાવર માં ત્થા યોગ્ય સમયમાં અપાઈ હોય તો”

બાળકો માટે તો તેના જન્મ સમયથીજ અરે માતાના ઊંદરથીજ જો ચોકચાઈ થી પ્લાન કરીને હોમિયોપેથીક સારવાર આપવામાં આવે તો બાળક ના વિકાસ નાં વર્ષા માં આવતા રોગો ને મારી હડાવે છે. અને બાળક ની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી આનુંવાંશીક રોગો ને આવવા માટે સ્થાન નથી મળતું.

હોમિયોપેથીમાં તેના મૂળભુત સિધ્ધાંતો ને વળગીને કુદરતી રીતે એક ચોક્કસ પધ્ધતિ રોગની સારવાર માટે વિકસાવાઈ છે. જેમાં (૧) કેઈસ ઇન્ટરવ્યું – દર્દીની હકીકતો, લક્ષણો જાણવા. (૨) દવા બનાવવાની પધ્ધતિ (૩) દવાની અસરો નિપજાવવાના પ્રયોગો(DRUG PROVING) (૪) સમાનતા ના સિધ્ધાંત ઉપરથી દવા પસંદ કરવા માટેની કળા (૫) દર્દીને દવા આપવાની પધ્ધતિ ત્થા (૬) રોગ ઉપર દવાથી ઉભી થતી નાનામાં નાની અસરો જોઈ વિચારી જે અસરને ‘Remedy Reaction’કહે છે. તેના ઉપરથી ડોકટર ન ફક્ત રોગની આવરદા વિશે ચોકસાઇ થી જાણે છે. પરતું તેના ઉપરથી આગળની સારવાર પણ વિચારી આગળ બધી શકે છે. આ બધું જ્ઞાન ફક્ત તર્ક થી નથી સમજાવાનું પરંતુ નક્કર અનુભવો થી મેળવાય છે.
આમ હોમિયોપેથી એ એક સપૂર્ણ પણે વૈજ્ઞાનીક શારીરીક બંધારણીય સારવાર શક્ય છે. આ કલાત્મક અભીગમ ની ચકાસણી કરે છે. માનોને ડોક્ટર ની પૂરી મહેનત માંગી લે છે.

LOW OF SIMILARS – સમાનતા નો સિધ્ધાંત હોમિયોપેથી ના પાયામાં આ સિધ્ધાંત રહેલો છે. જે પોરાણીક હિન્દુ શરીર વિજ્ઞાન માં પણ જોવા મળે છે. જયારે એરીસ્ટોટલ, હિપોફેત, પેરાસેલ્સસ, વાન હોલર ત્થા બીજા વૈજ્ઞાનીકો ના લખાણોમાં આ સિધ્ધાંત નો સ્વિકાર થયેલો જોવા મળે છે. પરંતુ અસમાનતા નો સિધ્ધાંત જે ડો. ગેલને બતાવ્યો તે સિધ્ધાંતો ઉપરથી દયાન ખેંચી લેવાયું માટે જ સમાનતા નો સિધ્ધાંત પણ પરયાદભુ માં ધકેલાઈ ગયો. એ તો જયારે ડો. હાનેમાને આ સિધ્ધાંત ઉપર પ્રયોગો કર્યા ત્યાર પછી તેનું અસ્તિત્વ સંપૂર્ણ વૈજ્ઞાનીક દ્રષ્ટી ધરાવતા ત્થા ખુલ્લા મને વિચાર કરનારા ઓએ અમલમાં મુક્યું.

અસમાનતાનો સિધ્ધાંત જે ઉપયોગમાં સરળ છે ત્થા રોગને તરત ડાબી દેવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ આ પધ્ધતિને ચર્ચાની એરણ ઉપર ચડાવ્યા વગર સ્વિકાર લેવામાં આવ્યો.

જયારે સમાનતાના સિધ્ધાંતથી કરવામાં આવતી સારવાર માટે જરૂર છે, એકદમ ચોકસાઈ પૂર્વકની રોગની અને રોગની સમજ, કારણકે એકદમ સમાન લખાણોવાળી જ દવા સંપૂર્ણ ઇલાજ કરી શકે છે. આ સમાન લખાણો મેળવવા માટે જરૂર છે. દર્દીને ખુબજ નજીક થી જાણવાની, ખાસ કરીને તેના અસામાન્ય લક્ષણો કે ખાસીયતો જ એક જ રોગમાં જુદા જુદા દર્દી માં અલગ હોય છે. આને કહેવાય છે. PRINCIPLE OF INDIVIDUALIZATION – અલગતા/ વિવિધતાનો સિધ્ધાંત તે જ રીતે દવાના લક્ષણો જાણવા માટે પણ આટલી જ સુક્ષ્મરીતે બધા જ ફેરફારો નો અભ્યાસ જરૂરી છે. જેને DRUG PROVING કહેવાય છે.

દેખીતીરીતે જ આટલી બધી વિગતો લાંબા સમય સુધી યાદ ન રાખી શકાય ત્થા તેમાં સુક્ષ્મ પણ ભુલ ન થાય તે માટે એકયુરેટ કેસ રેકોર્ડ રાખવો હોમિયોપેથીક ડોક્ટર માટે જરૂરી છે. હોમિયોપેથીક ડોક્ટર CASE TAKING એટલે દર્દીના લક્ષણો ત્થા તેનું નિદાન કરવા માટે સ્પેશ્યલ ટેકનીક માં નિપૂણ હોય છે. આ માટે ઇન્સ્ટીટયુટ ઓફ કિલનિકલ રીસર્ચ, મુંબઈ એ એક સ્ટાન્ડડાઇઝડ કેસ રેકોર્ડ, હોમિયોપેથીના દિગ્ગજોની મદદ થી વિકસાવ્યો છે. જેથી આ કેસ રેકોર્ડ ની મદદથી સંપૂર્ણ અને સમય ની બચત સાથે દર્દીને તપાસી શકાય. જે લોકો હોમિયોપેથીમાં સંપૂર્ણ રસ ધરાવે છે તેઓને સમજાવું જોઈએ કે કેઈસ ઇન્દરર્વ્યું– દર્દી પાસેથી રોગના લક્ષણો મેળવવા, અને દર્દી ને એક સ્વતે વ્યક્તિ તરીકે સમજાવો જરૂરી છે. જેથી ડોક્ટર તેમના માટે અનુકુળ બંધારણીય દવા, CONSTITUTIONAL REMEDY મેળવી શકે જરૂરી હોય તો દર્દી ના કોટુમ્બીક/સામાજીક કે કામ ધંધાના પ્રોબ્લેમ્સ, ટેન્સન ને સમજી ખુબ જરૂરીયાત વાળા દર્દી નો PSYCHO THERAPETIC RESOLUTION યોગ્ય મનોવૈજ્ઞાનીક સારવાર આપી શકે હોમિયોપેથી નું આ ખુબજ અઘરુ પાસું છે.

આટલીબધી વિગતો એકઠી કર્યા પછી તેને ચોક્કસ પ્લાન પ્રમાણે વિભાજીત કરી વિક્ષ્લેષણ(Analysis of Synthesis)કરવામાં આવે છે. તેને REPERTORIZATION કહે છે. જેના દ્વારા સારવારના લગભગ બધા જ બંધ દરવાજાઓ ખુલી જાય છે.
EXACT SIMILARITY – સંપૂર્ણપણે અમાનતા નો ભાર એક જ દવા વાપરવા પ્રત્યે આપણને પ્રેરે છે. જે જુદા જુદા લક્ષણો માટે જુદી જુદી દવા ના સિધ્ધાંત નો છેદ ઉડાડી મુકે છે.

આપ્રમાણે સંપૂર્ણ સમાનતા ના સિધ્ધાંત સાથે શોધાયેલી દવા એના મૂળ સ્વરૂપ માં અમુક માત્રામાં દર્દીને આપતા અમુક તકલીફો થવા માંડી એટલે રોગ શરૂઆતમાં વધવા લાગ્યો, જે અંતમાં સંપૂર્ણ રાહત સાથે રોગને મૂળમાંથી મટાડે છે. આ શરૂઆતના રોગના વધારાનેHOMOEOPATHIC AGGRAVATION કહે છે. તેને ઘટાડવા માટે દવાની માત્રા ધીમે ધીમે ઘટાડવાની જવામાં આવી અને ત્થા સુધી ઘટાડવામાં આવી જ્યાંથી દર્દીને માત્ર સારી અસર થાય. આ માત્રા નો ઘટાડો એકદમ સુક્ષ્મ થઇ ગયા હતો. જે માટે TRITURATION અને SUCCUSSION ટ્રાયચ્યુરેશન અને સક્સનની પધ્ધતિ વિકસાવાઈ, જેને POTENTISATION પોટેન્ટઇઝેશન કહેવાય કારણકે તેમાંથી દવાથી દવાની અંદર રહેલી સૂક્ષ્મશક્તિઓનો ઉપયોગ જોવા મળ્યો. આ સુક્ષ્મશક્તિ ની તાકાત જીવનશક્તિ ને પણ અસર કરવાની છે. આમ દવાની અસર સંપૂર્ણ માનવજીવન ઉપર પડતાં તેની ઉપયોગીના અનેક અસાધ્ય રોગોમાં વધે.

રોગ અને તંદુરસ્તીનો વિચાર હેનીમેનની દ્રષ્ટીએ તંદુરસ્તીએ એટલે જીવનશક્તિ નું સંચાલન એવીરીતે લયબધ્ધ થાય કે જેથી ખાસ પ્રકારની સ્વસ્થતાનો અનુભવ થાય. આ સ્વસ્થતાને ત્યારે જ આપણે વધારે જાણીએ જયારે આપણે સ્વસ્થ નથી હોતા. આપણી સ્વસ્થતા વખતે તો આપણને તેનો ખ્યાલ પણ નથી આવતો. આમ તંદુરસ્તીની વ્યાખ્યા નકારાત્મક એટલે કે લક્ષણોના અભાવમાં જોવા મળે છે. જેને “POSITIVE HEALTH”પણ હ્હી શકે.

જયારે આપણે કોઈ વ્યક્તિ નો અભ્યાસ કરીએ ત્યારે ફક્ત તેના શરીરની વિગતોજ નહી પરંતુ તેની બોધીક અને લાગણીશીલ માનસીક ક્ષમતાઓને પણ તેના વાતાવરણ (આસપાસની વ્યક્તિઓ) તરફના પ્રતિભાવથી તપાસીએ છીએ. આમ, દરેક વ્યક્તિ ની અલગતા કે વિવિધતા જાણવા માટે ખાસ પ્રકારના શારીરિક તેમજ માનસીક (બોધ્ધીક તેમજ લાગણીશીલ) પ્રતિભાવોની તપાસ જરૂરી બને છે.

આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ બે વ્યક્તિ સમાન હોતી નથી, ફક્તઆના ઉપરથી એટલું તાત્પર્ય જરૂર નીકળે કે દરેક વ્યક્તિમાં એક જ રોગમાં અલગ અલગ લક્ષણો જાણવા મળશે ભલે પછી નિદાન કર્તા અમુક બાબતો સરખી મળે. આ અલગ અલગ ખાસ પ્રકાર ના લક્ષણો હોમિયોપેથીક ડોક્ટરને માટે એક જ રોગના અલગ અલગ પાસાઓ બનાવશે.

આપણે જોયું તેમ જો રોગને જડમુળમાંથી મટાડવો હશે તો એવી દવા શોધવી પડશે જેના લક્ષણો રોગ સાથે બરોબર મળતા હોય. જો નિદાન દ્વ્રારા મળતા લક્ષણોને લઈએ તો તે ઘણી બધી દવાઓમાં મળશે. આમાંથી ખાસ પ્રકારના લક્ષણોને પસંદ કરવાથી ધીમે ધીમે દવા નું લીસ્ટ નાનું થતું જશે અને અંતે એક જ દવા આવીને ઉભી રહેશે. એ દેખીતુ જ છેકે આ પ્રકારના તાસીરને લગતા ખાસ લક્ષણો આપણને નિદાનમાં મદદરૂપ નહી થાય.
રોગને હનેમાન આ રીતે મૂલવે છે. જે(જીવનશક્તિના) કર્યામાં લયબધ્ધતા રહેતી નથી (DISHARMONIUS FUNCTMING OG LIFE FORCE) આપણી સ્વસ્થતાની અનુભૂતિ ચાલી છે. આ અસ્વસ્થતા બાદ થોડા લક્ષણો થી શરૂઆત થાય છે. ત્યારબાદ રોગના ચિન્હો નજર સમક્ષ આવવા લાગે છે. આમ, શરૂઆતની અસ્વસ્થતા અને રોગના ચિન્હો દેખા દે છે. જે દ્વ્રારા ડોક્ટર નિદાન કરી શકે છે. આ રીતે ચિન્હો અને લક્ષણોજ સંપૂર્ણ પણે આંતરીક રોગના બાહ્ય પુરાવાઓ છે.

આમ, આ થીયરી ઉપર હનેમાન પોતાનું સ્થાન મજબુત કર્યું કે કોઈ પણ આંતરીક રોગને ફક્ત લક્ષણો અને ચિન્હો દ્રારા જ યોગ્ય રીતે જાણી શકાય બીજા કોઈ પણ તર્ક દ્રારા રોગને કે રોગના કારણને જાણવું ફળદાયી રહેતુ નથી માટે જ આ બધા તર્ક દ્રારા થતી સારવાર નુકસાન કારક છે.
આપણે આગળ વાત કરી તેમ જીવન શક્તિ ની લયબધ્ધતા માં ફેરફાર કે તોફાન થવાની શક્યતા મહ્દ અંશે દર્દીના વાતાવરણમાં થતા ફેરફાર કે અનુકૂળ ન હોય તેવા પરિબળો ને આધીન હોય છે. માટેજ હોમિયોપેથીક ડોક્ટર દ્રારા તેનો અભ્યાસ ખુબ જરૂરી છે.

રોગ એટલે અસ્વસ્થતાના લક્ષણોની હાજરી અને તંદુરસ્તી એટલે તેની ગેરહાજરી માટે હનેમાને સર્વરની પ્રક્રિયામાં રોગના લક્ષણોને દબાવવાને બદલે તેણે દુર કરવા પ્રાધાન્ય આપ્યું. આ રીતે હેનીમેને હોમિયોપેથીક ડોકટર ને એ દિશામાં દોરવ્યા કે જેમાં રોગ ને સમજવા માટે તે થવાના કારણો સહિતનો સંપૂર્ણ અભ્યાસ ખુબ જ જરૂરી વહે. જે ખુબ જ મહેનત માંગી લે છે. સાથે હેનીમેન અલગતા/ વિવિધતા નો સિધ્ધાંત(CONCEPT OF INDIVIDUALISATION) આપ્યો જેમાં તેણે હોમિયોપેથીક ડોક્ટરને દર્દીના અભ્યાસમાં તેની રોગ ની વિવિધતા જાણવા ઉપર ભાર મુક્યો.
CONCEPT OF INDIVIDUALISATION(વિવિધતાનો સિધ્ધાંત)

આપણે આગળ જોઈ ગયા તેમ દર્દીના વાતાવરણ માં થતા વિપરીત પરિબળો તરફ દર્દી નો પ્રતિકાર કે પ્રતિભાવ એટલે રોગના લક્ષણો. આ પ્રતિભાવ આપણને રોગના લક્ષણો ત્થા ચિન્હો દ્રારા જાણવા મળે છે. આ પ્રતિભાવ ને જાણવા માટે ફક્ત રોગ થવાના કારણોજ નહી પરંતુ તે દર્દીની તાસીર (CONSTITUTION) ઉપર પણ આધાર રહે છે. આ તાસીર (CONSTITUTION) માં વારસાગત રંગસુત્રો પણ મોટો ભાગ ભજવે છે.
એ પણ દેખીતુ છે કે કોઈ એક ખાસ લક્ષણ પણ સમાન દવા તરફ નહી દોરી જાય માટે જ આપણે એવા ખાસ લક્ષણો(DISTRNTIATING FEATURES(SYMPTOMS)) ના સમુહ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે એ વિગતો જ દર્દીના રોગનું રેખાચીત્ર ઉપસવશે અને હોમિયોપેથીક મટેરીયા મેડીકા કે જેમાં અનેક રોડના રેખાચીત્રો(DRUG PICTURES) આપેલા છે. તેના અભ્યાસ દ્રારા સૌથી વધારે સમાનતા દર્શાવતી દવા જ શોધવાની છે. જે કામ મહેનતુ અને કલાત્મક અભીગમ વાળા હોમિયોપેથીક ડોક્ટર બરાબર રીતે પાર પડે છે.

દર્દીના નિદાન દર્શાવતા લક્ષણો અને ચિન્હો નું એક ગ્રુપ આપણને મળે જે રોગના કારણ સાથે સીધુજ સંકળાયેલું છે. અને વિવિધતા/અલગતા ધરાવતા લક્ષણો જે દર્દીની તાસીર અને ખામી યુક્ત બંધારણ ને કારણે ઊભવેલા હોય છે. આમ, બે ગુપ અલગ અલગ રીતે જોવા મળે છે.
તેથીજ આપણે જોઈએ છીએ કે દર્દીના તાસીર અને ખાસીયુક્ત બંધારણમાંથી ઉદભવેલા લક્ષણો જુદા જુદા રોગ સાથે એક સરખા જોવા મળે છે. તેવી જ રીતે એક જ રોગમાં જુદા જુદા દર્દીના તેમની તાસીર અને બંધારણ પ્રમાણે અલગ અલગ લક્ષણો જોવા મળે છે. આસમજ જ આપણને હોમિયોપેથી ની ખાસીયત જણાવે છે કે એક જ દવા અનેક રોગોમાં સફળ પૂરવાર થાય છે. જયારે એક રોગમાં અનેક દવાઓ તેમના લક્ષણો પ્રમાણે કામમાં આવી શકે છે. માટેજ આપણે ઘણીવાર પ્રચલીત માન્યતા ત્થા આપણા અધુરા જ્ઞાન ના કારણે હોમિયોપેથીક ડોક્ટરને પુછી બેસીએ છીએ કે ડોક્ટર આપ કાંઈક દવા લખી આપોને? “કે” આ રોગની દવા આપોને.

દા.ત. ન્યુમોનિયામાં જુદાજુદા દવાઓ જેમકે બ્રાયોનીય પલ્સેટીલા, લાયકોપોડીયમ, ફોસ્ફરસ, સલ્ફર વગેરે અને દવાઓતેમના ખાસ લક્ષણો પ્રમાણે આપવામાં આવે છે. તેવી જ રીતે દવા જેવીજ બ્રાયોનીયા જુદા જુદા અને રોગના ન્યુમોનીયા, ફ્લુ, પ્લુરસી, તાવ, મરડો વગેરેમાં આપી શકાય. આમ બધામાં ખાસ બાબત એક જ છે. કે દર્દીના ખાસ તાસીર અને ખામીયુક્ત બંધારણ માંથી આવતા લક્ષણો જે છાના ખાસ લક્ષણો સાથે મળતા હોવા જોઈએ.

હવે આપણે થોડાક દર્દીઓના દાખલા જોઈએ જેથી આ બાબત સરખી રીતે સમજી શકાય. જયારે એક દર્દી ખુબ તાવ, છાતીના પડખામાં દુ:ખાવો, ઉધરસ મેલો કફ વગેરેની ફરીયાદ લઈને આવે ત્યારે આપણે તત્કાલ ન્યુમોનીયા નો વિચાર કરીએ. શરૂઆતનાતબક્કામાં નાહી શ્વાસોસ્વાસ ના લયમાં ફેરફાર જોઈ શકીએ અને ક્દાસ સ્તેથોસ્કોય દ્રારા જાણવા મળે કે ફેફસામાં અમુક ભાગમાં હવાની અસરજવર ઓછી થઈ છે. ત્યાર બાદ ન્યુમોનીયાના બીજા ચિન્હો ધ્યાનમાં આવે રોગની શરૂઆતબાદ સંપૂર્ણપણે ન્યુમોનીયા નું નિદાન લગભગ ૩ થી ૪ દિવસ પછી થઈ શકે.

આ બધા લક્ષણો અને ચિન્હો, ન્યુમોનીયાના લગભગ બધા જ દર્દીમાં જોવા મળે. અહીં એલોપથી અને અન્ય ચિકિત્સા પધ્ધતિ ના ડોક્ટરો ક્યારેક જ વધારે પડતી વિગતોની તપાસ કરતાં હોય છે. જયારે આપણે ન્યુમોનીયાના દર્દીને જરાક વધારે નજદીક થી વિગતવાર લક્ષણો અને ચિન્હો પુછીએ ત્યારે આપણને આશ્રય થાય કે બધાજ દર્દીઓ નિદાનકર્તા લક્ષણો સિવાય અલગ અલગ વિગતો આપે છે. આ વિવિધતા દર્શાવતા લક્ષણોજ જેમ એક રોગના બે દર્દીને અલગ તારવે છે. તેજ લક્ષણો દ્રારા હોમિયોપેથીક નિષ્ણાંત દવા શોધે છે. જે દવા દર્દીને તાત્કાલીક અને કાયમી રોતે રોગમુકત કરે છે. જેથી ખાસ કારણ વગર રોગ થવાની શક્યતા નહિવત બની જાય છે. કારણકે આ દવા દર્દીની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી આ સારવાર દરમ્યાન દર્દીને વધારે પડતી દવાથી થતી નબળાઈ આવતી નથી દર્દી પોતાનામાં નવી શક્તિનો સંચાર થતો અનુભવે છે.

એક ન્યુમોનીયા નો દર્દી શાંતીથી પથારીમાં સુતોજ રહે છે એને જરાપણ હલનચલન કરવાથી ડર લાગે છે. કારણ કે જરા સરખુ હલનચલન એના દુ:ખાવા માં વધારો કરે છે. સાથે ખુબ જ તરસ લાગે છે. એક સાથે ૨-૩ ગ્લાસ પાણી એ પી જાય છે. અર્ધભાન અવસ્થામાં ઘરમાં હોવા છતા કહ્યા કરે કે મારે ઘરે જવું છે. અને ખાસ કરીને ધંધાની જ વાતો કર્યા કરે છે. આ બધી વિગતો આપણને હોમિયોપેથીક મટેરીયા મેડીકામાં દર્શાવેલ બ્રાયોનીયા નામની દવા ના લક્ષણોમાં જોવા મળે છે. માટે તે દર્દીને ખાસ માત્રામાં(પાવરનાં) બ્રાયોનીયા આપવાથી ખુબજ ટુંકા સમતમાં તે રોગમુક્ત બને છે.

બીજો ન્યુમોનીયા નો દર્દી તેજ રીતે વળી બીજીજ ફરીયાદ કરે છે કે તેના પેટમાં કેંઈ પણ થોડી અમથી ગરમ વસ્તુનથી રહેતી. બરફ જેવા ઠંડા પાણીની તેને ખુબજ ઇચ્છા થાય છે. તે પણ થોડીવાર જ પેટમાં રહે છે. જેવું તે પાણી થોડું ગરમ થાય કે તરત ઉલટી થઈને બહાર નીકળી જાય છે. જે તેને ડાબા પડખે કે સીધા સુવા નથી દેતા. આ સંપૂર્ણ લક્ષણો ફોસ્ફરસ દવાના છે. જે પણ વિગતવાર હોમિયોપેથીક માટેરીયા મેડીકામાં દર્શાવેલ છે.
આપણા ત્રીજા દર્દી જે નાની બેબી છે. તે ખુબ જ જડપથી બીમાર થાય છે. જેને ખુબજ તાવ, અને ઉલ્ટીની ફરીયાદ છે. સાથે થોડી ઉધરસ, શરદી છે. તે છતા તેને જરાપણ તરસ નથી લાગતી તેને પાણી આપવા છતા નથી લેતી. ઉલ્ટી થઈ જવા છતા ઉબ્કા બંધ નથી થતા તેની જીતી તપાસતા તે એકદમ સાફ જણાવે છે. શ્વાસોચ્છવાસ ઝડપી છે. છાતીમાં નીચેના ભાગે ફર જણાવે છે. આ વિગત આપણને પરીસ્થીતીની ગંભીરતા સાથે ડબલ ન્યુમોનીયાનું નિદાન દર્શાવે છે. હોમિયોપેથીક દવા ઇપીકાક આ કેસ માં ખુબજ ચમત્કારીક રીતે અસરકારક સાબીત થાય છે.

ડૉ. કલ્પીત સંઘવી

 

View : 13718

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • મુશ્કેલીના સમયમાં બીજાઓ દ્વારા અપાતી સાંત્વના ક્યારેક આપણા ઘા પર નમક (મીઠું) લગાડવાનું કામ કરે છે