Online Shoping site in India

અક્કલ…..

  • શિક્ષક & ભોલું


    શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

    ભોલું: એક જ ભારત!

    શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

    ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

     

     

હેગમાં PM મોદી બોલ્યા – દેશને આગળ જ નહીં આધુનિક બનાવવો પણ જરૂરી

201728Jun
હેગમાં PM મોદી બોલ્યા – દેશને આગળ જ નહીં આધુનિક બનાવવો પણ જરૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ નેધરલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતાં કહ્યું કે તેમની સરકાર દેશના વિકાસ માટે કામ કરી રહી છે. પરંતુ દેશને આગળ ધપાવવો જ પૂરતું નથી, તેને આધુનિક પણ બનાવાનો છે.

તેમણે દેશના વિકાસમાં જનભાગીદારીનું મહત્વ સમજાવાની સાથે જ મહિલાઓના યોગદાનના પણ વખાણ કર્યાં. ભોજપુરીમાં ભાષણની શરૂઆત કર્યા બાદ પીએમ એ નેધરલેન્ડમાં વસતા ભારતીય મૂળના લોકોને ખાસ કરીને સૂર્યનામના રહેવાસીઓના જોરદાર વખાણ કર્યાં.

‘દોઢસો વર્ષ પહેલાં આવેલા પૂર્વજ’ પીએમ એ કહ્યું કે દોઢ સો વર્ષ પહેલાં આપણા પૂર્વજ ભારતથી અહીં આવ્યા, પરંતુ બે-ત્રણ પેઢીઓ વીતી જવા છતાં પણ તમામ ભારત સાથે જોડાયેલા છે.

મૂળથી જોડાય રહેવાથી તાકત મળે છે. મૂળથી જોડાય રહેવાની તાકત શું હોય છે તે સૂર્યનામના લોકો પાસેથી સીખ મેળવી શકાય છે. તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે જેમણે હિન્દુસ્તાન જોયું નથી. તમારામાંથી કેટલાંય લોકો એવા હશે જેમના દાદા-પરદાદા ભારત છોડીને અહીં આવ્યા હતા.

તેમને તેઓ ભારતના કયા વિસ્તારના, કયા ગામના હતા તે પણ ખબર નહીં હોય તેમ છતાંય આજે પણ તમારા દિલમાં ભારત જીવતું છે. પીએમએ તાજેતરમાં જ નેધરલેન્ડ ગયેલા લોકોને કહ્યું કે તેઓ સૂર્યનામના લોકો પાસેથી શીખી શકે છે કે કંઇ રીતે મૂળ સાથે જોડાયેલ રહી શકાય છે.

મોદીએ કહ્યું કે પાસપોર્ટના રંગથી લોહીનો રંગ બદલાતો નથી. પ્રવાસી ભારતીય દેશના રાષ્ટ્રદૂત: પીએમ પીએમએ પ્રવાસી ભારતીયોને રાષ્ટ્રદૂત ગણાવતા કહ્યું કે તમે લોકો દેશની સારી બાબતોનો વિશ્વને પરિચય કરાવો છો.

જ્યારે લોકોને ખબર પડે છે કે ભારત એવો દેશ છે જ્યાં દુનિયાના મામ સંપ્રદાયના લોકો વસે છે, 100 ભાષાઓ છે, 170 બોલીઓ તો લોકોને આશ્ચર્ય થાય છે.

લોકો પૂછે છે કે તમે 100 ભાષાઓ વાળા દેશમાં કેવી રીતે રહો છો? આપણે જોડતી જે ભાષા છે તે માતૃભૂમિના પ્રત્યે પ્રેમ અને ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરાના પ્રત્યે પ્રેમ છે.

‘હું 125 કરોડ લોકોનું પીએમ છું’ પીએમ એ કહ્યું કે જ્યારે દુનિયાના લીડર્સ મળે છે અને કહે છે કે સવા સો કરોડ લોકોના વડાપ્રધાન હું તો મને જુએ છે. કહે છે કે અમે તો નાનકડા દેશને ચલાવીએ છીએ, તમે આટલા મોટા દેશને કંઇ રીતે ચલાવો છો? હું કહું કે અમારે ત્યાં લોકો દેશ ચલાવે છે.

અમે પ્રયાસ કર્યો કે જનભાગીદારીથી દેશનું દરેક કામ થાય. તેના લીધે દેશ ઘણો આગળ વધી શકે છે. અમે શૌચાલય બનાવાના કામ સાથે લોકોને જોડયા તો 1 વર્ષની અંદર શાળામાં શૌચાલય બનાવાનું કામ લોકોએ પૂરું કરી દીધું.

પીએમએ બે વર્ષ પહેલાં દાળની મોંઘવારીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે દેશના ખેડૂતોએ દાળનું વાવેતર વધાર્યું તો ભાવ સસ્તા થઇ ગયા. દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન: મોદી વડાપ્રધાને દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનની ચર્ચા કરતાં કહ્યું કે બહાર એવી ધારણા છે કે ભારતમાં મહિલાઓ માત્ર હાઉસવાઇફ હોય છે.

રસોડું જ સંભાળે છે. પરંતુ આ ખોટું છે. આજે પણ ભારતનો પશુપાલન ઉદ્યોગ મહિલાઓ જ સંભાળે છે. ખેતીમાં મહિલાઓનું ખૂબ જ યોગદાન છે. અમારી સામાજિક સંરચના જ એવી છે કે તેને રૂપિયા પૈસામાં તોલી ના શકાય.

તેનો મતલબ એ નથી કે દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન નથી. પીએમ એ કહ્યું કે જનધન ખાતા સૌથી વધુ મહિલાઓએ જ ખોલાવ્યા તો મુદ્રા યોજના અંતર્ગત લોન લેનાર 70 ટકા મહિલાઓ છે.

‘ભારતમાં 26 સપ્તાહની મેટરનિટી લીવ’ પીએમ મોદીએ કહ્યું આજે પણ દુનિયાના વિકસિત કહેવાતા દેશોમાં મેટરનિટી લીવ સરેરાશ 12 સપ્તાહ જ છે, જ્યારે ભારતમાં હવે 25 સપ્તાહ કરી દેવાઇ છે. તેમણે કહ્યું કે કેટલાંક લોકો એવું વિચારી શકે છે કે કામ કર્યા વગર 6 મહિનાનો પગાર આપી દેશે પરંતુ હકીકતમાં આવનાર ભવિષ્યનું પોષણ કરી રહી છે.

તે આવનારી કાલનું રોકાણ છે. પીએમએ કહ્યું કે જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગણતંત્ર દિવસ પર અતિથિ બનીને ભારત આવ્યા તો મહિલાઓને પરેડની કમાન સંભાળતા જોઇ હેરાન થઇ ગયા.

પીએમએ ઇસરોમાં પણ મહિલા વૈજ્ઞાનિકોના યોગદાનના વખાણ કર્યા. ‘દેશને આધુનિક બનાવવો જરૂરી’ પીએમ એ કહ્યું કે ભારતની વિકાસ યાત્રામાં મહિલાઓની ભાગીદારી કેવી રીતે વધી શકે તેને લઇને સરકાર વધુ કદમ ઉઠાવી રહી છે. તેમણે કહ્યું કે દેશ આગળ તો વધવો જોઇએ. પહેલા જેવો હતો તેનાથી વધુ સારો થવો જોઇએ. જે ગતિથી અમે અહીં પહોંચ્યા છીએ તેનાથી પણ ઝડપી ગતિથી જવાનો છે.

પરંતુ દેશને માત્ર આગળ લઇ જવો જ પૂરતો નથી. દેશને આધુનિક બનાવવો ખૂબ જ જરૂરી છે. આપણે આગળ તો વધારવાનો છે, પરંતુ આધુનિક પણ બનાવાનો છે. 21મી સદીનું હિન્દુસ્તાન ગ્લોબલ બેન્ચમાર્કમાં પાછળ ન રહી જાય. વિશ્વની બરાબરીનું સામર્થ્ય હિન્દુસ્તાનમાં થવું જોઇએ.

 

source: sandesh

અંતરરાષ્ટ્રીય/International,View : 1322

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!