દક્ષિણ આફ્રિકામાં ટી-20ની આજે અંતિમ વન-ડે પછી ટીમ ઈન્ડિયા માર્ચમાં શ્રીલંકા જનાર છે. શ્રીલંકામાં ભારત અને યજમાન ટીમ ઉપરાંત બાંગ્લાદેશ સાથે ટી-20 ત્રિકોણીય શ્રેણી રમનાર છે.
ભારતીય ટીમમાં આ પ્રવાસ માટે કેટલાક ખેલાડીઓને આરામ આપે તેવી શક્યતા છે. એમએસકે પ્રસાદના વડપણ હેઠળની પસંદગી સમિતિ ભારતીટ ટીમની જાહેરાત કરશે ત્યારે આ અંગે નિર્ણય લેવામાં આવશે. મીડિયા અહેવાલ પ્રમાણે પસંદગી સમિતિ કેટલાક ખેલાડીઓને આરામ આપે તેવી શક્યતા છે.
જોકે પસંદગી સમિતિની જાહેરાત પછી જ જાણવા મળશે કે ક્યા ખેલાડીને આરામ આપવામાં માટે પસંદ કરાયા છે. આ માટે મીડિયામાં થતી ચર્ચા પ્રમાણે ત્રિ કોણીય શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરકુમારને આરામ આપવામાં આવશે.
જો વિરાટ કોહલીને આરામ આપવામાં આવે તો રોહીત શર્માને ટીમ ઈન્ડ઼િયાના કેપ્ટન બનાવવામાં આવશે. રોહીત આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સના પણ કેપ્ટન છે.
ટુર્નામેન્ટમાં કુલ સાત મેચ રમાશે. શ્રી લંકાની સ્વતંત્રતાના 70 વર્ષ પૂર્ણ થતાં આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ટીમ ઈન્ડિયામાં નવા ખેલાડી તરીકે મયંક અગ્રવાલને પણ સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે.
મયંક અગ્રવાલ ટી-20ના આક્રમક બેટ્સમેન ગણાય છે અને વિજય હજારે ટ્રોફીમાં પ્રભાવશાળી દેખાવ કરી રહ્યા છે. શ્રી લંકા ઉપરાં ભારત અને બાંગ્લાદેશ પૈકી દરેક ટીમ બે-બે રાઉન્ડ રમશે ત્યારપછી રાઉન્ડ રોબિનને આધારે બે ફાઈનાલિસ્ટની પસંદગી થશે.
source: sandesh