ઈન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં હાલ શક્કર ટેટી અને તરબૂચની મૌસમ ચાલી રહી છે. આ સીઝનમાં આ ફળના ભાવો 40થી 80 રૂપિયાની આસપાસ હોય છે, પરંતુ જાપાનામાં એક શક્કર ટેટીની કિંમત 6થી 10 હજાર રૂપિયા હોય છે. સાંભળીને આશ્ચર્ય થાય પરંતુ જાપાનમાં હંમેશા શક્કર ટેટી સહિતના સીઝનલ ફળોને એક લક્ઝરી ફ્રુટ માનવામાં આવે છે.
ભેટમાં અપાય છે ફ્રૂટ
- સામાન્ય રીતે ભારતમાં એક બીજાને લોકો મોંઘી મોંઘી ભેટ આપતાં હોય છે, પરંતુ જાપાનમાં લોકો એકબીજાને ગીફ્ટમાં ફ્રૂટ આપે છે.
- હાલમાં જ જાપાનમાં થયેલી એક હરાજીમાં ટેટીની એક જોડી 29,300 યુએસ ડોલરમાં (લગભગ 20 લાખ) થઈ હતી.
- જાપાનમાં સામાજિક પ્રતિષ્ઠાની ઈચ્છા રાખનારાઓને સીઝનલ ફ્રૂટ ભારે આકર્ષિત કરતાં હોય છે.
જાપાનમાં ફળો કેમ મોંઘા હોય છે?
- જાપાનમાં ખેડૂતો ફળના આકરને લઈને ઘણું ધ્યાન આપે છે. જો ફળ યોગ્ય આકારનું ન હોય તો તેઓ તેને ઉપયોગમાંથી નથી લેતા.
- હોક્કાઇડોમાં થતી શક્કર ટેટીને અહીં સારી માનવામાં આવે છે, જ્યારે તે પૂર્ણ રીતે ગોળ દેખાઈ. આ ઉપરાંત વજન પણ તેનું ચોક્કસ નિયત મુજબ જ હોવું જોઈએ.
- આ માપદંડને કારણે મોટાં ભાગના ફળો બરબાદ થઈ જાય છે. આજ કારણ છે કે બજારમાં વેચાતા ફળો મોંઘા હોય છે.
- કેટલીક વખત આ ફળોને લઈને હરાજીઓ પણ થાય છે અને બોલીમાં આ ફ્રૂટની કિંમત લાખો રૂપિયાને આંબે છે.