દેશમાં એક પછી એક ટ્રેન અકસ્માત સર્જાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં નાગપુર-મુંબઇ એક્સપ્રેસના 6 ડબ્બા અને એન્જિન પાટા પરથી ઉતરી ગયા છે. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માત આસનગાંવ અને ટિટવાલાની વચ્ચે થયો છે.
આ અકસ્માતમાં કેટલાંક લોકો ઘાયલ થયા છે. કલ્યાણથી એક રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઇ ગઇ છે. અકસ્માતનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ આશંકા છે કે લેન્ડસ્લાઇડના લીધે આ અકસ્માત સર્જાયો છે.
ટિટવાલા એક ગ્રામ્ય વિસ્તાર છે. અકસ્માત બાદ સ્થાનિક ગ્રામીણ લોકો મદદ માટે પહોંચ્યા છે. આ વિસ્તારમાં છેલ્લાં કેટલાંય દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે વરસાદ અને માટીના લીધે આ અકસ્માત સર્જાયો છે. ટ્રેનના ડબ્બા ખરી પડવાથી આ રૂટ પર ટ્રેનની અવરજવર પર અસર પડી છે. હજુ એક ખબર નથી પડી કે સ્થિતિ સામાન્ય થવામાં કેટલો સમય લાગશે. ઘટનાની વિસ્તૃત માહિતીની હાલ રાહ જોવાઇ રહી છે.
source: sandesh