લંડનમાં રસ્તા પર ચાલતા લોકો પર ગાડી ચડાવ્યાની માહિતી અત્યારે સામે આવી રહી છે. બ્રિટનની પોલીસના મતે ઉત્તરી લંડનમાં પૂરપાટ ઝડપે દોડી આવતા વાહને રાહદારીઓને કચડવાની કોશિષ કરી, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લંડનના ફિન્સબરી પાર્ક વિસ્તારમાં આવેલા સેવન સિસ્ટર્સ રોડ પર આ ઘટના બની.
જ્યારે લંડનના મેટ્રોપૉલિટન પોલીસે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. મેટ્રોપૉલિટન પોલીસે કહ્યું કે અધિકારી ઘટનાસ્થળ પર છે અને ઇમરજન્સી સર્વિસીસને બોલાવી લેવામાં આવી છે.
લંડન એમ્બ્યુલન્સ સર્વિસીસના પ્રવક્તાએ કહ્યું કે સેવન સિસ્ટર્સ રોડ પર એમ્બ્યુલન્સની કેટલીય ગાડીઓ મોકલાઇ છે. જ્યારે સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે તે લોકો મસ્જીદથી નીકળી રહ્યાં હતા ત્યારે એક પૂરપાટ ઝડપી આવતા વાહને રાહદીરોઓને કચડવાની કોશિષ કરી.
એક સાક્ષીએ કહ્યું કે ત્યાં કેટલાંય લોકો ઘાયલ થયા હતા, કેટલાંય લોકો ચીસો પાડી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે તાજેદતરના દિવસોમાં બ્રિટનમાં આ પ્રકારના હુમલા સતત વધી રહ્યાં છે.
3 જૂનના રોજ આ પ્રકારના હુમલામાં 8 લોકો મૃત્યુ પામ્યા હતા અને 50 લોકોને ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ત્રણ આતંકીઓએ લંડન બ્રીજ પર ચાલીને જતા લોકો પર કાર ચઢાવી દીધી હતી અને ત્યારબાદ ગાડીને નજીકના પ્રસિદ્ધ બરો બજાર તરફ લઇ ગયા અને ત્યાં હાજર લોકો પર છરીથી હુમલો શરૂ કરી દીધો હતો.
22મી માર્ચના રોજ એક વ્યક્તિએ લંડનમાં વેસ્ટમિંસ્ટર બ્રીજ પર લોકોએ કાર ચઢાવી દીધી, જ્યારે એક પોલીસકર્મચારીને ચાકુથી મારી નાંખ્યો. આ હુમલામાં કુલ પાંચ લોકોના મોત થયા હતા.
22મી મે ના રોજ એક આત્મઘાતી હુમલાખોરે પૉપ સિંગર અરિયાના ગ્રાન્ડના કંસર્ટમાં 22 લોકોને મારી નાંખ્યા. એરિયાના કંસર્ટ ઉત્તર ઇંગલેન્ડના માન્ચેસ્ટરમાં ચાલી રહી હતી.
source: sandesh