વિધાનસભાના છેલ્લાસત્રના છેલ્લો દિવસ પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકિય આક્ષેપબાજીથી ગાજતો રહ્યો હતો. બનાસકાંઠાના પુરસંકટની ચર્ચામા કોંગ્રેસના ધારાસભ્યોએ ધાનેરામાં રાહુલ ગાંધી પર પથ્થરમારનો ઉલ્લેખ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
સામે પક્ષે આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ પથ્થરમારો કરનાર ધાનેરા નહી રાજસ્થાનથી ગુજરાતને બદનામ કરવા આવ્યો હોવાનું કહેતા હંગામો મચી ગયો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે અતિવૃષ્ટીનો ભોગ બનેલા નાગરિકો, ખેડૂતોની સહાયમાં સરકાર નિષ્ફળ નિવડયાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ સરકાર- શરમ કરો કરોના સુત્રોચ્ચાર શરૂ થતા સામેપક્ષે ભૂપેન્દ્રસિંહે રાહુલ ગાંધી સરકારી કારમાં બેઠા નહી અને પબ્લિસિટી મેળવી નિકળી ગયાનો વળતો પ્રહાર કર્યો હતો.
તેમણે કહ્યુ કે, ‘તમારામાં લાગણી જેવુ કંઈ હોત તો બેંગ્લુરૂ ન ગયા હોત. મુખ્યમંત્રી, મંત્રીઓ, સચિવો અને આખી સરકાર પાંચ દિવસ બનાસકાંઠામાં રહીને ફરી ધબકતું કરવા સરકારે કોઈ કસર છોડી નથી. મહેરબાની કરીને તમે શાંતિથી જવાબ સાંભળો’ છતાંય સુત્રોચ્ચાર ચાલુ રહેતા અધ્યક્ષ રમણલાલ વોરાએ ખબર છે તમે બહુ ઊંધાવળી ગયા છો.
શાંતિથી બેસો, આટલા સંવેદનશીલ મુદ્દે સુત્રોચ્ચાર કરો છો તો શરમ નથી આવતી ? તેવો ઠપકો આપ્યા પછી કોંગ્રેસના સભ્યો છેક વેલમાં ધસી આવતા છેવટે અધ્યક્ષે સાર્જન્ટને આદેશ આપીને તમામ ધારાસભ્યોને ગૃહની બહાર મોકલ્યા હતા. શંકરસિંહ વાઘેલા પણ હવે રાજીનામું આપશે ૧૩મી વિધાનસભાના છેલ્લાસત્રમાં છેલ્લા દિવસે શંકરસિંહ વાઘેલા અને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરનાર કોંગ્રેસના ૭ ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે.
વાઘેલા અગાઉ જાહેર કરી ચુક્યા છે કે તેઓ રાજ્યસભાની ચૂંટણી પછી ધારાસભ્યપદેથી રાજીનામુ આપશે. બુધવારે સવારે ૮ વાગ્યે બેઠકનું શરૂ થઈ હોવાથી રાજ્યસભા ચૂંટણીમાં મોડી રાત સુધી ઉજાગરાને કારણે અનેક ધારાસભ્યો ગેરહાજર હતા.
source: sandesh