Online Shoping site in India

અક્કલ…..

  • સંતા-બંતા

    પંડિત - તમારા હવનમાં મહાકાળી માતાને ખુશ કરવા માટે એક દારૂની બોટલ, એક બકરો અને 5000 રૂપિયા જોઈશે....
    સંતા - ઓય... મારે હવન કરાવવાનું છે, માતાજીને કોઈ પાર્ટી નથી આપવાની.

રાઘવજી પટેલ ભાજપમાં જોડાતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો

201702Sep
રાઘવજી પટેલ ભાજપમાં જોડાતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો

થોડાસમય પહેલા કોંગ્રસમાંથી વિઠ્ઠલભાઈ રાદડીયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસમાં આ સીલસીલો શરૂ જ રહ્યો છે,ત્યારબાદ જામનગર ઉત્તરના હકુભા જાડેજાએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યા બાદ હવે જામનગર ઉત્તરના પુર્વ ધારાસભ્ય રાઘવજીભઈ પટેલે પણ કોંગ્રસ સાથે છેડો ફાડયો છે અને આજે મુખ્યમંત્રીની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરેલ છે.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યા હતો કે સૌરાષ્ટ્રની તમામ વિધાનસભાની બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે જામનગર હાપા યાર્ડ ખાતે આજે મળેલા જન સર્મથન સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ હતું કે સુબહ કા ભુલા શામ કો ઘર વાપસ આતા હે ઈસકો ભુલા હુવા નહીં કહેતે.આજે રાઘવજીભાઈ સ્વઘરે પાછા આવ્યા છે તેને આનંદ સાથે આવકારૂ છુ અને અત્યારે કોંગ્રસની દયા આવે છે.

શંકરસિંહ વાઘેલા સહિતના દિગ્ગજો કોંગ્રેસ છોડી ગયા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એમ કહે છે કે કોંગ્રેસમાંથી કચરો ગયો પરંતુ તેને ખબર નથી આ બધો કચરો નથી કંચન છે.

તેમણે વધુમાં જણાવેલ હતું કે ગુજરાત વિધાનસભામાં ૧૫૦થી વધારે બેઠકો મેળવવાનો દાવો કર્યા હતો.સૌરાષ્ટ્રની તમામા વિધાનસભાની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે.

ભાજપમાં જોડાયેલ રાઘવજીભાઈ પટેલે જણાવેલ હતું કે હું મંથન કર્યા પછી મે કોંગ્રેસ છોડી છે અત્યારે કોંગ્રેસમાં ગયેલા લગભગ લોકો પાછા આવ્યા છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવેલ હતું કે મુખ્યમંત્રીએ એક વર્ષમાં ૪૭૫ નિર્ણય લીધા છે.આજે કોંગ્રેસને તાળુ લાગી ગયું છે જામનગરમાં ઝ્રસ્ની જીભ લપસી ‘શંકરસિંહ પણ ભાજપમાં જોડાશે’ જામનગર હાપા યાર્ડ ખાતે આજે યોજાયેલા જન સમર્થન સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભાને સંબોધન કરી હતી, ત્યારે તેમની જીભ લપસી હતી અને શંકરસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.

ઉત્સાહમાં આવીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો સાથે શંકરસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાયા હોવાનું બોલી ગયા હતાં. આ સમયે ઉપસ્થિત ભાજપના નેતાઓ તેમજ કાર્યકરો અને લોકોમાં પણ ચણભણાટ શરૂ થઈ ગયો હતો.

૩ તા. પં.,બે APMC ભાજપના કબ્જામાં ભાજપનો ભગવો ખેસ ધારણ કરનાર પુર્વ ધારાસભ્ય અને યાર્ડના ચેરમેનની સાથે અન્ય ભંડેરી,જોડીયા તાલુકા પં.ચા.ના ઉપપ્રમુખ જામનગર જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તથા જિલ્લા કોંગ્રસ સમિતિના ૮ હોદેદારો,જામનગર તા.પં.ના ૯ સદસ્યો,ધ્રોલ તા.પં.ના ૯ સદસ્યો,જોડીયા તા.પં.ના ૪ સદસ્યો તથા જામનગર તા.કોંગ્રેસ સમિતિના ૨૬ હોદેદારો,ધ્રોલ માર્કેટયાર્ડના ૧૧ હોદેદારો,જોડીયા માર્કેટીંય યાર્ડના ૨ હોદેદારો સહિતનાનો સમાવેશ થાય છે.

રાઘવજી પર ભ્રષ્ટાચારના આક્ષેપ : કોંગ્રેસ અમદાવાદ : કોંગ્રેસે દાવો કર્યો હતો કે, જામનગર જિલ્લાપંચાયતની સત્તા કોંગ્રેસ પાસે છે. રાઘવજીના ભાજપમાં જોડાણથી જિલ્લાપંચાયતના માંડ ૩ સભ્યો તૂટયા છે એટલે કે પક્ષપલટો કર્યો છે.

કોંગ્રેસ પાસે ૧૭ સભ્યો હતા, જે હવે ૧૪ છે. પ્રજા દગાખોરી કરનારાને સબક શીખવાડશે. કોલસા કૌભાંડ, શૌચાલય કૌભાંડમાં રાઘવજી પર ભ્રષ્ટાચારના આક્ષેપ છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,જામનગર/Jamnagar,અહમદાબાદ/Ahmedabad,View : 1280

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • પુસ્તકો એ આપણો સાચો વરસો છે.