આધાર કાર્ડ સ્કીમમાં નાગરિકની અંગતતાના ભંગને લઇને દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે રાઇટ ટુ પ્રાઈવેસીના નિર્ધારણ માટે એક બંધારણીય બેંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.
આ બેંચમાં ખેહર ઉપરાંત જસ્ટિસ જે.ચેલાનેશ્વર, જસ્ટિસ એ.એ.બોડબે, જસ્ટિસ આર.કે.અગ્રવાલ, જસ્ટિસ આર.એફ.નરીમન, જસ્ટિસ અભય મનોહર સપ્રે, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિસન કોલ અને જસ્ટિસ અબ્દુલ નઝીર છે જે આ વિષે ચુકાદો આપશે.
નવ સભ્યોની બેંચે સુનાવણી દરમિયાન આ બાબતની વિચારણા કરી છે કે, આખરે રાઇટ ટુ પ્રાઈવસીના અધિકારીની પ્રકૃત્તિ શું છે. તાજેતરમાં રાઇટ ટુ પ્રાઈવસીના મામલાની સુનાવણી દરમિયાન આધાર કાર્ડ જારી કરનાર સંસ્થાએ કહ્યું હતું કે, સંસદ તરફથી બનાવવામાં આવેલા તમામ કાયદા જુદી-જુદી રીતે આ પ્રાઈવસીનું સંરક્ષણ કરે છે પરંતુ તેને મૂળભૂત અધિકાર તરીકે ગણી શકાય નહીં. તો આજે રાઇટ ટુ પ્રાઈવસીને બંધારણ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે ગણવામાં આવે કે કેમ તેને લઇને નિર્ણય થશે.
source: gujaratsamachar