ચીનમાં બ્રિક્સ સંમેલન અને શી જિનપિંગ સાથેની સફળ મુલાકાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મ્યાનમારની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીની મ્યાનારની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત છે.
સુરક્ષા અને આતંકવાદ વિરોધી લડાઇ જેવા ક્ષેત્રમાં ગાઢ સહકાર માટે રોડમેપ તૈયાર કરવા મોદી મ્યાનમાર પહોંચ્યા છે.મ્યાનમારના નાય્પ્યી તાવ ખાતે પીએમ મોદીનું સ્વાગત કરાયું હતું. મ્યાનમાર પ્રવાસનો આજે બીજો દિવસ છે.
પીએમ મોદી આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ કી સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ તેમના ફેસબુક પેજ પર જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, આ મુલાકાત ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ કરશે. બંને દેશોની સરકારો અને બિઝનેસો વચ્ચે ગાઢ સહકારનો માર્ગ તૈયાર કરશે.
મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ હટિન ક્યાવે મંગળવારે સાંજે પીએમ મોદીના માનમાં ભોજનસમારંભનું આયોજન કર્યું હતું જેમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને મ્યાનમાર સિક્યુરિટી, આતંકવાદ સામેની લડાઇ, મૂડીરોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને કલ્ચર સેક્ટરોમાં પરસ્પરના સંબંધો મજબૂત બનાવશે.
પીએમ મોદી આજે મ્યાનમારના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સુ કી સાથે મુલાકાત કરી. તે ઉપરાંત પીએમ મોદી મ્યાનમારના હેરિટેજ સિટી બગાનની પણ મુલાકાત લેશે.
ભારતીય પુરાતત્ત્વ વિભાગે અહીં અનંદા મંદિરના રિનોવેશનનું કામ કર્યું છે. એએસઆઇ ભૂકંપમાં નુકસાન પામેલા આ પેગોડાના ભીંતિચિત્રોની પણ મરામત કરશે. છેલ્લે મોદી 2014માં આસિયાનની બેઠકમાં હાજરી આપવા મ્યાનમાર ગયા હતા.
source: sandesh