તેલ અવીવ વડાપ્રધાન મોદીના ઈઝરાયેલ પ્રવાસનો આજે બીજો દિવસ છે. 5 જુલાઈના રોજ તેઓ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસિડેન્ટ રેઉવેન રિવલિન સાથે મુલાકાત કરશે.
આ પહેલા મંગળવારે એરપોર્ટ પર પીએમ બેન્ઝામિન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડીને નરેન્દ્ર મોદીને તેલ એવીવ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. 70 વર્ષમાં ઈઝરાયેલ જનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. મોદીનો 5 જુલાઈનો કાર્યક્રમ - મોદી બુધવારે ઈઝરાયેલના પ્રેસિડેન્ટ રેઉવેન રિવલિન સાથે મુલાકાત કરશે. પીએમ નેતન્યાહૂ સાથે મીટિંગ કરશે. લંચ બાદ બંને દેશો વચ્ચે કરાર થશે.
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ થશે.
- મોદી વિરોધ પક્ષના નેતા એમકે ઈસાક સાથે પણ મુલાકાત કરશે. જે બાદ તેલ અવીવમાં ઈન્ડિયન કમ્યુનિટીની ઈવેન્ટમાં સામેલ થશે. ઈઝરાયેલ મ્યુઝિયમ જોવા જશે.
6 જુલાઈનો કાર્યક્રમ - પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસ ગુરુવારે મોદી, નેતન્યાહૂ સાથએ હાઈફા કબ્રસ્તાન જશે. અહીંયા પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ ભારતીય સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા.
- જે બાજ બંને નેતા ગેલ મોબાઈલ-ઈન્ટીગ્રેટેડ વોટર પ્યોરિફિકેશન જોવા જશે. જેને હાઈક્લોવિટી પીવાનું પાણી તૈયાર કરવા બનાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ સંકટ સમયે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા થાય છે. મોદી એ કહ્યું, 'આ પ્રવાસ સંબંધોનો નવો પડાવ' - એરપોર્ટ પર સ્વાગત પછી મોદી એ હિબ્રૂ ભાષામાં નેતન્યાહૂ તથા ત્યાં હાજર ઇઝરાયેલી લોકોનું અભિવાદન કર્યું. - તેમણે કહ્યું કે, આ મારા માટે સમ્માનની વાત છે કે, હું ઇઝરાયેલ આવનારો પહેલો ભારતીય પીએમ છું.
- હું મારા દોસ્ત પ્રધાનમંત્રી નેતન્યાહૂનો આભાર વ્યક્ત કરવા ઇચ્છીશ કે તેમણે મને આમંત્રણ આપ્યું તથા આટલું ઉમળકાભેર સ્વાગત કર્યું.
- આ પ્રવાસ દર્શાવે છે કે, આપણા બંને દેશો વચ્ચેના સંબંધો કેટલા જૂના છે.
- મોદી એ કહ્યું કે, 70 વર્ષમાં આ કોઇ ભારતીય પીએમનો પહેલો ઇઝરાયેલ પ્રવાસ છે. ઇઝરાયેલ આવવું સમ્માનની વાત છે. ઇઝરાયેલ ભારતનું અગત્યનું પાર્ટનર છે. આ સંબંધોનો નવો પડાવ સાબિત થશે.
- મોદીએ કહ્યું કે, અમે સંયુક્ત ઇકોનોમિક પ્રોસપરિટીની સાથે સાથે પોતાની સોસાયટીને આતંકવાદના ખતરાથી સિક્યોર રાખવામાં પણ સહયોગ કરી રહ્યા છે.
તેમણે આ પ્રવાસ થકી દ્વિ-પક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી. ઇઝરાયેલી ફૂલને‘મોદી’નામ અપાયું ઇઝરાયેલે ઝડપથી ઉગતી ફૂલની નવી પ્રજાતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપ્યું હતું. ઇઝરાયલી ક્રિસેન્ટહ્યુમન નામનું આ ફૂલ હવે ‘મોદી’ નામે ઓળખાશે. બંને દેશના દ્વિપક્ષીય સબંધની દૃષ્ટિએ આ પ્રવાસ મહત્વપૂર્ણ મનાય છે.
મોદી છ જુલાઇ સુધી ઇઝરાયલમાં રોકાશે. તેઓ અહીં રાષ્ટ્રપતિ રૂવેન રૂવી સાથે મુલાકાત કરશે. બંને દેશના સીઈઓ અને ભારતીય સમુદાયને સંબોધિત કરશે. મોદી 1918માં હાઇફાની આઝાદી માટે જીવનનું બલિદાન આપનારા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલી પણ આપશે. નેતન્યાહૂએ મોદી માટે 5 પ્રોટોકોલ તોડ્યા
- મોદી-નેતન્યાહૂ એરપોર્ટ પર 18 મિનિટમાં 3 વાર ભેટ્યા, 4 વાર હાથ મિલાવ્યો
- ઇઝરાયેલના પીએમ સાથે 11 મંત્રી અને સરકારના 40 અગ્રણી પ્રતિનિધિ એરપોર્ટ પર હાજર હતા.
- મોદીના સ્વાગતમાં એરપોર્ટ પર બન્ને દેશોના રાષ્ટ્રગીત ગવાયા. ગાર્ડ ઓફ ઓનર અપાયું. - મોદી 3 દિવસના પ્રવાસમાં 18 કાર્યક્રમમાં ભાગ લેશે, જેમાંથી 18માં નેતન્યાહૂ તેમની સાથે હશે.
- નેતન્યાહૂ રાષ્ટ્ર પ્રમુખો સાથે 1 મીટિંગ અને લંચ/ડિનર કરે છે. મોદી સાથે 2 ડિનર, 2 લંચ કરશે.
source: divyabhaskar