ઇન્ટરનેશનલ ડેસ્ક પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના પરિવારે પનામાગેટ મામલામાં જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમ (JIT)ના રિપોર્ટને ફગાવી દીધો છે.
શરીફના પરિવારને આ રિપોર્ટને ચેલેન્જ કરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે, પનામાગેટ મામલામાં ખુલાસો થયો હતો કે, નવાઝ પરિવારની અન્ય ઘણા દેશોમાં કંપનીઓ તથા સંપત્તિ છે.
સમગ્ર મામલામાં સામે આવ્યું છે કે, નવાઝ શરીફની દીકરી મરીયમે ડોક્યુમેન્ટ્સ સાથે ચેડા કર્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર, મરીયમની ચોરી માઇક્રોસોફ્ટના એક ખાસ ફોન્ટને કારણે પકડાઇ છે.
- ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટ અનુસાર, મરીયમે પ્રોપર્ટીના જે ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા છે તેમાં માઇક્રોસોફ્ટની 'કેલિબરી' ફોન્ટનો ઉપયોગ થયેલો છે.
- જો કે, ખાસ વાત એ છે કે, માઇક્રોસોફ્ટે 'કેલિબરી' ફોન્ટને યૂઝર્સ માટે 31 જાન્યુઆરી, 2007થી અવેલેબલ કરી હતી.
- પરંતુ મરીયમે સબમિટ કરેલા ડોક્યુમેન્ટ્સ 2006ના છે.
- અર્થાત્ સાબિત થયું કે મરીયમે ડોક્યુમેન્ટ્સ સાથે ચેડાં કર્યા છે.
- સ્થાનિક મીડિયા અનુસાર, વીકિપીડિયા અનુસાર, કેલિબરી ફોન્ટ 2007 કરતાં પહેલા વર્ષ 2004માં બન્યા હતા.
- જો કે, યૂઝર્સના ઉપયોગ માટે તે ફોન્ટ 2007થી અવેલેબલ કરવામાં આવ્યા છે.
- મરીયમની ભૂલ પકડાયા પછી પાકિસ્તાનમાં #Fontgate ટ્રેન્ડિંગમાં છે.
source: divyabhaskar