વર્લ્ડ બેન્કના અહેવાલ પ્રમાણે બીજા ધોરણના વિદ્યાર્થી નાનકડા પ્રકરણનો એક શબ્દ પણ વાંચી શકતા નથી, તેવા 12 દેશોની યાદીમાં ભારત બીજા સ્થાને છે.
12 દેશોની યાદીમા મલાવી બીજા સ્થાને છે. આ અંગેના વર્લ્ડે બેન્કના અહેવાલમાં જણાવ્યું હતું કે જ્ઞાન વિના શિક્ષણ વિકાસની તકોનો નાશ કરે છે.
આટલું જ નહીં તેનાથી વિશ્વભરના બાળકો અને યુવકોને પણ અન્યાય થાય છે. આ દેશોના લાખો યુવા વિદ્યાર્થીઓ જીવનમાં ઓછી તકો અને ઓછા વેતનની આશંકાથી પીડાય છે. કારણ કે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમને જીવનમાં સફળ બનાવે તેવું શિક્ષણ આપવામાં નિષ્ફળ નિવડી છે.
વર્લ્ડ બેન્કનો વર્લ્ડ ડેવલમેન્ટ રિપોર્ટઃ 2018 લર્નિંગ ટુ રિયલાઈઝેસન એજ્યુકેશન પ્રોમિસ ગઈ કાલે જારી કરાયો હતો. અહેવાલમાં જણાવ્યું હતું કે ગ્રામીણ ભારતમાં ત્રીજા અને ચોથા ધોરણ વિદ્યાર્થીઓ બે આંકડા સાથેની બાદબાકી પણ કરી શકતા નથી, જ્યારે પાંચમાં ધોરણના અડધા વિદ્યાર્થીઓ આમ કરી શકતા નથી.
શાળામાં વર્ષો સુધી અભ્યાસ કર્યા પછી પણ લાખો બાળકો લખી-વાંચી શકતા નથી અને ગણિતનો સામાન્ય દાખલો ગણી શકતા નથી. જ્ઞાનનું આ સંકટ નૈતિક અને આર્થિક સંકટ છે.
source: sandesh