ઈન્દોર શહેરમાં સ્યુસાઈડનો વિચિત્ર બનાવ બન્યો છે. જેમાં બે બહેનપણીઓએ કોલ્ડ્રીંકમાં ઝેર ભેળવીને પી લીધું છે. એટલું જ નહિ, બહેનપણીઓએ સ્યૂસાઈડ કરતા પહેલા કેક કાપીને સેલિબ્રેશન પણ કર્યું હતું અને જીવનની છેલ્લી સેલ્ફી પણ લીધી હતી.
બે દિવસથી મૃતદેહ ઘરે હતો વિજય નગર પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવતીઓનું નામ રચના ચૌધરી અને તન્વી વાસ્કલે છે. ધારમાં રહેતી રચનાની ઉંમર 25 વર્ષ અને બડવાનીના બામનિયામાં રહેતી તન્વીની ઉંમર 24 વર્ષ છે.
બંને ભાડે ઘર રાખીને રહેતી હતી. રચના જંજીરવાલા વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી જ્યારે તન્વી એક કેટરિંગમાં કામ કરતી હતી. રચના બે દિવસથી કોલ સેન્ટર પર આવી ન હોવાથી તેનો એક મિત્ર ઘરે આવતા ઘટનાની જાણ થઈ હતી.
પોલીસે દરવાજો તોડીને બંનેના મૃતદેહો કબજે લીધા હતા અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. સ્યુસાઈડ નોટ મળી આવી પોલીસે તપાસ કરતા યુવતીઓ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેના પર 27 ઓગસ્ટની તારીખ લખેલી હતી. પણ અજીબ વાત એ છે કે, બંનેની અલગ અલગ સુસાઈડ નોટ પણ મળી આવી છે.
બંને યુવતીઓએ કોલ્ડ્રીંકમાં ઝેર ભેળવીને પી લીધું હતું. તેમણે આ પ્રમાણે સુસાઈડ કરતા પહેલાં કેક કાપીને સેલિબ્રેશન પણ કર્યું હતું અને એક લાસ્ટ સેલ્ફી પણ લીધી હતી. તેમાં બંનેએ જીવનથી પરેશાન હોવાની વાત જણાવી છે. બંને પરિવારથી અલગ રહેતી હતી રચના પણ પહેલા કેટરિંગ સાથે જોડાયેલી હતી અને ત્યાંજ તેની મુલાકાત તન્વી સાથે થઈ હતી.
ત્યારપછી તે કોલ સેન્ટરમાં કામ કરવા લાગી હતી. રચનાનો 6 વર્ષનો એક દીકરો પણ હતો. જે ધારમાં નાના-નાનીના ઘરે રહેતો હતો. રચનાએ પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, તે પોતે જ તેના મોતની જવાબદાર છે.
જીવનથી કંટાળીને તેણે આ પગલું લીધુ છે. પતિ અશોક વિશે તેણે માતા-પિતાને લખ્યું છે કે, મૃત્યુ પછી મારા મૃતદેહને ધાર લઈ જજો અને એક સુહાગનની જેમ નહીં પરંતુ એક દીકરીની જેમ મારા અંતિમ સંસ્કાર કરજો. મારો મૃતદેહ અશોકને ના આપતા, હું તેની સાથે રહેવા નથી માગતી. હું તેનાથી નફરત કરું છું.
source: sandesh