અડવાણા ગામની પ્રાથમિક શાળામાં અનેક સુવિધાનો અભાવ છે. અડવાણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની પણ ઘટ છે. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ત્યારે અહીં પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી.
ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ વર્ષો જુના હોય અને વર્ષો જુની પ્રાથમિક શાળાની હાલત દયનીય બની ગઈ છે. બે ઓરડાઓ અતિશય જર્જરીત છે.
પીવાનું દૂષિત પાણી ખોબલા ભરીને પીવું પડી રહ્યું છે આ ઓરડાઓ ધરાશાયી થાય અને અકસ્માત સર્જાવાનો પણ ભય હોય આવી સ્થિતિમાં નાછૂટકે બાળકોને આ ઓરડાઓ નીચે અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે એક શિક્ષકની પણ ઘટ છે.
અહીં પીવાના પાણી સહિત વિવિધ સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે બાળકો માટે પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન કરવામાં આવી હોવાને કારણે વિદ્યાર્થીઓને પીવાનું દૂષિત પાણી ખોબલા ભરીને પીવું પડી રહ્યું છે.
પીવાના પાણી માટે ગ્લાસની પણ વ્યવસ્થા નથી. છાત્રોનાં ભણતર સાથે સરકારને તેમના આરોગ્યની જાળવણી બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ પરંતુ અહીં વિદ્યાર્થીઓને દૂષિત પાણી પીવાની નોબત આવી રહી છે.
આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા શાળાના ઓરડાઓનું સમારકામ કરવામાં આવે અથવા શાળાના ઓરડાઓની વધુ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેમજ પીવાનું પાણી, પૂરતા શિક્ષકો વગેરે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.
શાળાના જર્જરીત ઓરડાઓ ધરાશાયી થાય તો જવાબદાર કોણ ? અડવાણા ગામની પ્રાથમિક શાળાના બે ઓરડાઓ અતિશય જર્જરીત બન્યા છે અને આ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ઓરડાઓનું સમારકામ કરવામાં આવતું ન હોવાથી આ જર્જરીત બનેલા ઓરડાઓ ધરાશાયી થશે અને મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ? તેવો સવાલ વિદ્યાર્થીઓના વાલીઓએ ઉઠાવ્યો હતો.
source; divyabhaskar