ગયા વર્ષે અભિનેતા સલમાન ખાન પોતાના એક બાયોપિક શોને પગલે ચર્ચામાં રહ્યો હતો. તેનો ભાઈ સોહેલ ગામા પહેલવાનની ભૂમિકામાં ટેલિવિઝન શોમાં જોવા મળવાનો છે.
ગામા પહેલવાનને તેના પચાસ વર્ષની કારકિર્દીમાં રિંગની અંદર કોઈપણ માત આપી શકયું નહોતું. આ ઉપરાંત સલમાન ખાન વધુ એક શોનું નિર્માણ કરવાનો છે. આ શો પોલીસવાળાઓ પર બનવાનો છે.
સલમાન ખાને આ અગાઉ પોતે ફિલ્મોમાં અનેકવાર પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી છે. અભિનેતા દસ કા દમ બાદ આ શો પર કામ કરવાનું શરૂ કરવાનો છે. દસ કા દમ શો જૂન મહિનામાં શરૂ થવાનો છે. આ શો બાદ પોલીસ પર બનનારા શો માટે કાસ્ટિંગ શરૂ કરાશે.
source: sandesh