મોદી સરકાર પૂરની આફતમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે આગામી એક મહિનામાં ૮૭ અબજ અમેરરિકન ડોલર એટલે કે રૂપિયા સાડા પાંચ લાખ કરોડની મહાકાય યોજનાનો પ્રારંભ કરવા જઈ રહી છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી દેશમાં આવતાં ભીષણ પૂર અને વરસાદના અભાવે પડતા કારમા દુકાળથી છૂટકારો મેળવવા મહત્ત્વાકાંક્ષી યોજના પર ભાર મૂકી રહ્યા છે.
આ મહાકાય યોજના અંતર્ગત ગંગા સહિત દેશની ૬૦ નદીઓને જોડાશે. સરકારનું માનવું છે કે, નદીઓનાં આંતરજોડાણને કારણે ખેડૂતોનો ચોમાસા પરનો આધાર ઘટાડી શકાશે અને સિંચાઈ દ્વારા લાખો હેક્ટર જમીનોને પાણી પહોંચાડી શકાશે. પીએમ મોદી આ યોજનાના પ્રથમ ચરણને મંજૂરી આપી ચૂક્યા છે.
ગુજરાતમાં પાર-તાપીને નર્મદા તથા દમણગંગા નદીઓ સાથે જોડવાની તૈયારી સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર પાર-તાપીને નર્મદા અને દમણગંગા સાથે જોડવાની તૈયારી કરી રહી છે.
ગંગા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓનાં પાણી બંધ દ્વારા અટકાવી કેનાલોનાં નેટવર્ક દ્વારા અન્યત્ર વાળવાથી જ પૂર અને દુકાળ જેવી સમસ્યામાંથી મુક્તિ મળી રહેશે.
source: sandesh