Online Shoping site in India

અક્કલ…..

  • કોણ જીતશે ?

    મમ્મી - જુઓ આજે જે પણ આખો દિવસ મારું કહેવુ માનશે, હું સાંજે તેની પસંદગીની ડિશ બનાવીશ..
    પુત્ર - ઓહ.. હો.. પછી તો આજે સાંજે ચોક્કસ જ પપ્પાની પસંદગીના ઢોકળા જ ખાવા પડશે.

પાટણ માટે ગૌરવની વાત:ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સનો વિદ્યાર્થી રાજ્યકક્ષ

202217Sep
પાટણ માટે ગૌરવની વાત:ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝમાં પાટણ યુનિવર્સિટીના લાઇફ સાયન્સનો વિદ્યાર્થી રાજ્યકક્ષ

ગુજરાત જ્ઞાનગુરુકવીઝ સ્પર્ધામાં પાટણ યુનિવર્સિટીના લાફ સાયન્સ વિભાગનો વિદ્યાર્થી રાજ્યકક્ષાએ છઠ્ઠા નંબરે વિજેતા બન્યો હતો જ્યારે પાટણ તાલુકા કક્ષાએ 42 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરાયા હતા. લાઇફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં માઇક્રોબાયોલોજીમાં સેમેસ્ટર-3માં અભ્યાસ કરતા પથિક વૈષ્ણવે રાજ્યકક્ષાએ વિજેતા બની યુનિનું ગૌરવ વધાર્યું હતું.

609 વિદ્યાર્થીઓમાંથી 42 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર
​​​​​​​હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતયુનિવર્સિટી સંલગ્ન કોલેજો તથા ભવનોમાંથી આ વર્ષે કુલ 989 વિદ્યાર્થીઓએ આ કવીઝ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તે પૈકી 609 વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લીધો હતો.આ ક્વિઝ તા. 10-8-2022 થી તા. 16-9-2022 સુધી ઓનલાઇન રમાડવામાં આવી હતી. તેમાં પાટણ તાલુકા કક્ષાએ 609 વિદ્યાર્થીઓમાંથી 42 વિદ્યાર્થીઓ વિજેતા જાહેર કરાયા હતા.વિજેતાઓને નંબર 1 થી 10 સુધી રેન્ક આપવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ આવનારને રૂ. 3100, બીજા થી પાંચ રેન્કમાં આવનારને રૂ. 2100 તથા 6 થી 10 રેન્કમાં આવનારને રૂ. 1500 તેઓના બેન્કના ખાતામાં આપવામાં આવે છે.

દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ છે કે જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે. ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત આ રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ
શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુક્વિઝ, શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમા ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈપણ પ્રકારની નોંધણી ફી નથી. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ એક એવી પ્રવૃત્તિ, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય. સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું, વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી, કોઈપણ જિલ્લા, બોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતીના વ્યક્તિને આવરવા., કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી. 

ગુજરાત/Gujarat,પાટણ/Patan,View : 10006

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • પુસ્તકો એ આપણો સાચો વરસો છે.