દહેરાદૂનના ચર્ચિત અનુપમા ગુલાટી હત્યાકાંડમાં કોર્ટે હત્યારા પતિને ઉંમરકેદની સજા સંભળાવી છે. સાથે જ 10 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
વર્ષ 2010માં અનુપમાની બેરહેમીથી હત્યા કરી દીધી હતી. હત્યારા પતિએ લાશના ટુકડા કરીને તેને ફ્રીઝરમાં રાખ્યા હતા. લગભગ 7 વર્ષ બાદ અદાલતે આ નિર્ણય સંભળાવ્યો છે.
દિલ ધડકાવી દે તેવો આ કિસ્સો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનનો છે. બહુચર્ચિત અનુપમા ગુલાટી હત્યાકાંડમાં ગુરુવારે જજે પોતાનો નિર્ણય સંભળાવતા હત્યારે પતિ રાજેશ ગુલાટીને દોષી જાહેર કર્યો છે અને તેને ઉંમરકેદની સજા સંભળાવી છે.
રાજેશને આઈપીસીની ધારા 302, હત્યા અને 201, સબૂત મિટાવવાના આરોપો અંતર્ગત દોષી જાહેર કર્યા છે. અદાલતમાં અંતિમમાં તથ્ય રજૂ કરતા દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું કે, રાજેશ ગુલાટી પર હત્યાની ધારા નથી બનતી, કારણ કે આ કેસમાં કોઈ પ્રત્યક્ષ ગવાહ નથી.
જ્યારે કે અભિયોજન પક્ષે કહ્યું કે, લાશના ટુકડા રાજેશના ફ્લેટમાંથી મળ્યા હતા. આવામાં આપોઆપ સાબિત થાય છે કે આરોપીએ જ હત્યા કરી છે.
આખી ઘટના પર એક નજર દિલ્હીનો રહેવાસી સોફ્ટવેર એન્જિનિયર રાજેશ ગુલાટી પોતાની પત્ની અનુપમા અને બે બાળકો સાથે રહેતો હતો. 17 ઓક્ટોબર, 2010નાં રોજ અનુપમા અચાનક ગુમ થઈ ગઈ હતી.
બાળકો જ્યારે રાજેશને પોતાની માતા અંગે સવાલ કરતાં તો રાજેશ તેના પિયરમાં ગઈ હોવાનું કહેતો હતો. લગભગ બે મહિના સુધી રાજેશ આવું કહેતો.
બીજી તરફ અનુપમાના પિયરના પક્ષના લોકોનો અનુપમા સાથે સંપર્ક ન થતા, 11 ડિસેમ્બર, 2010નાં રોજ રાજેશના ઘરે પહોંચી ગયા હતા. પરંતુ રાજેશે તેમને ઘરમાં ઘૂસવા દીધા ન હતા.
ત્યાર બાદ અનુપમાના ભાઈએ પોલીસને ફરિયાદ કરી, જે બાદ પોલીસે રાજેશના ઘરની તપાસ કરતાં એક રૂમમાં રાખવામાં આવેલા ડીપ ફ્રીઝરમાંથી અનુપમા ગુલાટીની લાશના ટુકડા મળ્યાં હતા. લાશના 70 ટુકડા કરાયા હતા અનુપમા અને રાજેશ વચ્ચે વારંવાર ઝઘડાઓ થતાં હતા.
17 ઓકટોબર, 2010નાં રોજ બંને વચ્ચે મારપીટ થઈ હતી. તે દરમિયાન અનુપમાના માથા પર પલંગનો ખૂણો લાગી જતાં તે બેભાન થઈ ગઈ હતી. જે બાદ રાજેશે મોઢા પર તકિયો રાખી તેની હત્યા કરી દીધી હતી.
હત્યા બાદ રાજેશે માર્કેટમાંથી 20 હજાર રૂપિયાનું ડીપ ફ્રીઝર ખરીદ્યું હતું અને લાશ તેમાં સંતાડી હતી. જ્યારે લોહી જામી ગયું તો રાજેશે બજારમાંથી પથ્થર કાપવાનું ગ્રાઇન્ડર અને આરી ખરીદી અને તેના લાશના ટુકડા કર્યા હતા.
લાશને ઠેકાણે પાડવા ત્રણ વખત લાશ કાપી ટુકડા પોલીથિનમાં ભરી મસૂરીના પહાડો પરથી નીચે ફેંક્યા હતા. રાજેશ થોડાં થોડાં કરીને લાશના ટુકડાંઓને ફેંકતો હતો પરંતુ આ વચ્ચે તેનો ભેદ ખુલી ગયો હતો. 10 માર્ચ, 2011નાં રોજ રાજેશને હત્યાનો આરોપી ગણાવી અદાલતમાં ચાર્જશીટ દાખલ થઈ હતી.
source: sandesh