નેપાળમાં દવાની ગુણવત્તા પર નજર રાખનારી સંસ્થાએ, બાબા રામદેવની પતંજલી આયુર્વેદને તેમની છ આયુર્વેદીક દવાઓની ગુણવત્તા યોગ્ય ન હોવાને કારણે પરત ખેંચી લેવા તાકીદ કરી છે.
તે દવાઓ માઇક્રોબાઇઅલ ટેસ્ટમાં નિષ્ફળ નીવડી હતી. નેપાળના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જનતાની જાણ માટે જાહેર કરેલી એક નોટિસમાં જણાવાયું છે કે પતંજલીની દિવ્ય ફાર્મસીમાં ઉત્તરાખંડમાં તૈયાર થયેલી છ આયુર્વેદિક દવાઓ ગુણવત્તામાં નબળી જણાઇ છે.
તેમના વિવિધ સ્ટોર્સ પરથી પરિક્ષણ દરમિયાન તે ઉત્પાદનો યોગ્ય જણાયા ન હતા. જેમાં આમલા ચૂર્ણ, દિવ્ય ગેસ હર ચૂર્મ, બાહુચી ચૂર્ણ, ત્રિફળા ચૂર્ણ, અશ્વગંધા અને અદિવ્યા ચૂર્ણમાં ગુણવત્તા યોગ્ય ન હતી અને પેથોજેનિક બેકટેરીયા હોવાનું જણાવ્યું હતું.
નેપાળના સત્તાવાળાઓએ આ દવા વેચનારાઓને પણ આ છ દવા ન લખવા તેમજ વેચાણ પણ અટકાવવા તાકીદ કરી છે. જયારે પતંજલી આયુર્વેદીક કેન્દ્રના કાઠમાંડુ ખાતેના પ્રતિનિધિએ કહ્યું હતું કે આ દવાઓ પર પ્રતિબંધ મુકાયો નથી, પણ તેના વેચાણને અટકાવાયું છે.
તેમજ દવાના અમુક જથ્થાને લેબ ટેસ્ટમાં યોગ્ય ન જણાતા હાલ ન વેચવા કહેવાયું છે. તેમ છતાં ક્ષતિયુક્ત જથ્થાને અમે તત્કાલ પાછો ખેંચી લઈશું.
source: gujaratsamachar