Online Shoping site in India

અક્કલ…..

  • જેની પાસે જે ન હોય તે જ ગમે

    ટીચરે સ્ટૂડન્ટને પુછ્યું...એક તરફ પૈસા છે અને બીજી તરફ બુદ્ધિ છે.તમે શું પસંદ કરશો?
    સ્ટૂડન્ટ- પૈસા.
    ટીચર- ખોટી વાત. હું હોત તો હું તો બુદ્ધિ જ પસંદ કરત.
    સ્ટૂડન્ટ- મેડમ, એ તો જેની પાસે જે વસ્તુ ન હોય તે જ તે પસંદ કરે ને...

ધારાસભ્યો પાર્ટીથી ખુશ ન હતા, પટેલ સાથે સંબંધ છે અને રહેશેઃ બાપુ

201711Aug
ધારાસભ્યો પાર્ટીથી ખુશ ન હતા, પટેલ સાથે સંબંધ છે અને રહેશેઃ બાપુ

અમદાવાદ આજે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પલટવાર કરતાં કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસમુક્ત થઇ ખુશ છે. પક્ષથી ધારાસભ્યો જરાય ખુશ નહોતા. એટલે તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું છતાં તેમના સામે એકશન લેવાઈ ન હતી.

મેં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કહી દીધું હતુ કે અશોક ગહેલોત માફી માંગે નહીં તો હું મારો વોટ અહેમદ પટેલને નહીં આપું. પરંતુ તેમણે એ ન કર્યું. અહેમદ પટેલ કારણેના કારણે નહી પરંતુ જેડીયુ અને એનસીપી(બે વોટ નથી અપાયા તેવું બહાર આવ્યું છે)ના કારણે જીત્યા છે. કોંગ્રેસે ધારાસભ્યોને બંધક બનાવીને જીત મેળવી છે.

શંકરસિંહ વાઘેલા પ્રેસ

- મહત્વના મુદ્દાઓ

- બાપુનો કોંગ્રેસ પર પલટવાર

- ભાજપ અને અમિત શાહને અભિનંદન, કોંગ્રેસનો આભાર

- કોંગ્રેસને મેં 21 જુલાઈ એ બંધન મુક્ત કરી હતી

- મેં વારંવાર કોંગ્રેસ કમાન્ડ ને જણાવ્યું હતું, ધારાસભ્ચનું સાંભળો

- રાજ્યસભાના ઇલેકશનમાં પોતાના જ ધારાસભ્યને બંધનમાં રાખવાની ક્યાં જરૂર હતી

- ધારાસભ્યોને કેમ બંધક બનાવ્યા?

- સીબીઆઇ કે કોઇનાથી હું ડરતો નથી

- અહેમદ પટેલ સાથે સંબંધ છે અને રહેશે

- પક્ષથી ધારાસભ્યો જરાય ખુશ નહોતા

- 30 ધારાસભ્યો પક્ષ છોડવા તૈયાર હતા

- મેં ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા અંગે અહેમદ પટેલ સાથે ચર્ચા કરી હતી

- અશોક ગેહલોત સામે નારાજગી

- ગહેલોતને મેં કહ્યું હતું કે માફી માંગી નહીં તો અહેમદ પટેલને વોટ નહીં આપું

- કોંગ્રેસ મહામંત્રી મારા વિશે જેમ તેમ બોલે તે યોગ્ય નથી, હું સીબીઆઇથી ડરુ એવો પોલિટિશિયન નથી

- બાપુ અમે તમારો સાથ દઈશું અમે કહીને ધારાસભ્યો મળ્યા હતા

- કોંગ્રેસમાં પરત નથી જવું, અમે તમને સાથ દીધો તમે સાથ આપજો

- જે ધારાસભ્યો કોંગ્રેસ છોડી જતા હતા તેની કોંગ્રેસ ચિંતા કરતી ન હતી, તો શા માટે કોંગ્રેસે પોતાના જ ધારાસભ્યોને બેંગ્લોર પકડી ન લઇ ગઇ?

- મારી પર કોઈપણ સોશિયલ મીડિયા ટિપ્પણી કરશે તો એના માટે પણ હું સજ્જ છું, ખોટી ટીપ્પણી કરતા લોકો ચેતજો, હું કોઈપણ કાર્યવાહી કરવામાં ડરવાનો નથી

- આ ઇલેક્શનથી કોંગ્રેસ, જેડીયુ અને એનસીપી તૂટે છે

- રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નથી. JDU-NCPની મદદથી જીત્યા

- જે કાવતરાથી કોંગ્રેસે બે ધારાસભ્યોના મત રદ્દ કરાવ્યા તેનાથી જીત થઇ છે

- 30 ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયાર હતાં, ધારાસભ્યો ખુશ ન હતાં

- મને કોઇ સરકારી એજન્સીનો ડર નથી

- રાહુલ ગાંધીને કહ્યુ હતું કે કોંગ્રેસ છોડી દઈશ રાજ્ય સભામાં પ્રોબ્લેમ થશે

- બે બાગી કોંગી ધારાસભ્યાના વોટ મામલે કહ્યું, કોંગ્રેસનું કાવતરું હતું, તેણે પહેલાથી જ પ્લાન કરી રાખ્યું હતું

- ઇલેક્શન કમિશનને મત રદ્દ કરવાનો અધિકાર નથી, તે અધિકાર માત્ર રીટર્નિંગ ઓફીસરને છે

- જો ચૂંટણી પંચ સાચુ હોય તો તેના નિર્ણયનું રિવ્યુ કરે

- અહેમદ પટેલ સારા અને સોબર વ્યક્તિ છે, તેમનો હિસાબ દિલ્હીવાળા કરવા માંગતા હતા પણ જીતી ગયા

- મારી સાથે કોંગ્રેસ છોડનારા બી.જે.પી જોઇન્ટ કરશે

- જેટલા ધારાસભ્ય એ બી.જે.પી ને વોટ આપ્યા છે તે હવે તેમની ચિંતા બી.જે.પી. એ કરવાની

- હું કોઇ પાર્ટીના બંધનમાં બંધાવાનો નથી

 

source: divyabhaskar

અહમદાબાદ/Ahmedabad,રાજકીય/Political,View : 2730

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!