અત્યારે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લુએ (એચ-૧ અને એન-૧) ભરડો લીધો છે. મુખ્યત્વે તેના મચ્છરોથી જ ફેલાતા આ તાવની ઝપટમાં અત્યારે ૨૨,૧૮૬ નાગરિકો આવ્યા છે. જયારે ૧૦૯૪ લોકોના મૃત્યુ નિપજયા છે.
જે રાજ્યોમાં આ રોગે ભરડો લીધો છે તેમાં સૌથી વધુ મૃત્યુ મહારાષ્ટ્રમાં ૪૩૭ મોત થયા છે. બીજા સ્થાને ૨૬૯ મૃત્યુ સાથે ગુજરાત છે. તો કેરળમાં ૭૩ અને રાજસ્તાનમાં ૬૯ લોકોના મૃત્યુ થયા છે. જો કે આ સત્તાવાર આંકડા છે.
પણ સ્વાઇન ફ્લુ હોવાની જાણકારી મળ્યા પહેલા મૃત્યુ પામેલા લોકોનું પ્રમાણ ખરેખર બિહામણું છે. ૨૦૧૬માં ૨૦ ઓગસ્ટે ૧૭૮૬ આ રોગના દર્દી નોંધાયા હતા અને ૧૭૮૬ લોકોને આ રોગથી અસર પહોંચી હતી.
ચાલુ વર્ષે ૨૦ ઓગસ્ટ સુધીમાં ૪૨૪૫ સ્વાઇન ફ્લુના દર્દી હતા, તો ગુજરાતમાં ૩૦૨૯, તમિલનાડુમાં ૨૯૯૪ અને કર્ણાટકમાં ૨૯૫૬ દર્દીઓ આ વિષમજવરનો ભોગ બન્યા છે.
દેશના પાટનગર દિલ્હીમાં ૧૭૧૯ એચ-૧ એન-૧ના દર્દી નોંધાયા છે. જેમાંથી પાંચના મૃત્યુ થયા છે. જો કે ઓગસ્ટ માસમાં જ ૩૪૨ લોકોના મૃત્યુ નિપજયા છે.
તેની તુલનાએ ગત વર્ષે આ ગાળા દરમિયાન માત્ર છ વ્યકિતના મૃત્યુ થયા હતા. જો કે દેશમાં આ રોગની સૌથી વિઘાતક અસર ૨૦૦૯-૧૦માં નોંધાઇ હતી.
જયારે ૫૦,૦૦૦ થી વધુ લોકો આ તાવથી બિમાર પડયા હતા જેમાં ૨૭૦૦ લોકોના મૃત્યુ નિપજયા હતા. સ્વાઇન ફ્લુ નામે જાણીતા આ તાવના લક્ષણો સાથે સરકારી જાહેરાતો પણ છપાય છે પણ મુખ્યત્વે તાવ આવવો, ગળામાં સોષ પડવો અને દુખાવો, માથુ દુખવું, કફ નાક બંધ, ઉલટીઓ થવી. વગેરે છે. આ સંપર્ક અને શ્વાસથી ફેલાતો રોગ છે. નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આનો જલ્દી ભોગ બને છે.
source: gujaratsamachar