Online Shoping site in India

અક્કલ…..

દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, PM મોદીએ કયા યોગ આસન કર્યાં તે જાણો

201721Jun
દેશભરમાં ઉત્સાહભેર મનાવાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, PM મોદીએ કયા યોગ આસન કર્યાં તે જાણો

આજે આખી દુનિયામાં ત્રીજા યોગ દિવસની ઉજવણી થઇ રહી છે. આ વખતે થીમ યોગા ફોર હેલ્થ (સ્વાસ્થ્ય માટે યોગ) છે. યુએનઓએ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઊજવવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવા પાછળનું કારણ એ છે કે એ દિવસે ગ્રીષ્મ સંક્રાંતિ થાય છે.

મતલબ કે એ દિવસે સૂર્ય પોતાની દિશા બદલે છે. એ સમયે કરેલા યોગ સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરસતા વરસાદમાં કયા કયા આસન કર્યાં? વડાપ્રધાન મોદીએ યોગાભ્યાસ દરમિયાન ભદ્રાસન, દંડાસન, વજ્રાસન ઉષ્ટ્રાસન, શશંકાસન, શવાસન જેવા આસનો કર્યાં.

પીએમ મોદીએ યોગ કરતા પહેલા લોકોને સંબોધન પણ કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારતમાં અનેક એવા રાજ્યો છે જેમણે યોગને શિક્ષામાં સામેલ કર્યો છે.

જેનાથી ભારતની આગામી પેઢીને ફાયદો થશે. મોદીએ કહ્યું કે ફિટ રહેવાની સાથે ખુશ રહેવું પણ જરૂરી છે. યોગથી તમને તે ખુશી મળશે. તેમણે કહ્યું કે લોકોએ યોગને જીવનનો હિસ્સો જરૂર બનાવવો જોઈએ.

તેમણે કહ્યું કે જે સમયે આપણે પહેલીવાર યોગા કરીએ છીએ ત્યારે આપણને શરીરના મહત્વપૂર્ણ અંગે અંગે માહિતી મળે છે. યોગ શરૂ કરવાથી અંગમાં એક નવો જોશ આવે છે.

તેમણે એમ પણ કહ્યું કે લોકો જ્યારે મને યોગ અંગે પૂછે છે ત્યારે હું કહ્યું છું કે મીઠું સૌથી સસ્તુ હોય છે પરંતુ ભોજનમાં જો મીઠું ન હોય તો સ્વાદ બગડી જાય છે અને તેની સાથે શરીર ઉપર પણ તેનો પ્રભાવ પડે છે.જીવનમાં મીઠું ન હોય તો જીવન ચાલતું નથી. મીઠાનું આપણા જીવનમાં મહત્વ છે તેમ જ યોગનું પણ હોવું જોઈએ.

દેશમાં ૨૧મી જૂને ૩ મુખ્ય કાર્યક્રમ લખનઉમાં રમાબાઇ આંબેડકર પાર્કમાં યોગનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૫૦ હજાર લોકોએ યોગ કર્યાં. અમદાવાદના જીએમડીસી મેદાનમાં બાબા રામદેવની સાથે ૩ લાખ લોકો યોગ કરશે.

નવી દિલ્હીના કેનોટ પ્લેસમાં કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત લગભગ ૧૦ હજાર લોકો એક સાથે યોગ કરી રહ્યાં છે. એ ઉપરાંત દરેક રાજ્યોમાં યોગ માટેના કેટલાય કાર્યક્રમો આયોજિત કરાઇ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત રાષ્ટ્રસંઘની ઇમારતને યોગ દિવસ પહેલાં રંગબેરંગી રોશનીથી સજાવાઇ છે.

દુનિયામાં પણ સામૂહિક યોગ અમેરિકા, ઇજિપ્ત, નેધરલેન્ડસ, ચીન, બેલ્જિયમ, જાપાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ક્યૂબા, આર્જેન્ટિના, બોલિવિયા, બ્રાઝિલ, ચિલી , કોલંબિયા, કોસ્ટારિકા, મેક્સિકો સહિત ૧૭૦થી વધુ દેશોમાં યોગ દિવસે સામૂહિક યોગના કાર્યક્રમો યોજાયા છે. કઇ રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અસ્તિત્વમાં આવ્યો ? ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના દિવસે સંયુક્ત રાષ્ટ્રમાં ૧૯૩ દિવસોમાંથી ૧૭૫ દેશોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસ્તાવ ઉપર મંજૂરીની મહોર મારી હતી.

માંડ ૯૦ દિવસોમાં જ વડા પ્રધાન મોદીના આ પ્રસ્તાવને પૂર્ણ બહુમતથી પસાર કરી દેવાયો હતો. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં કોઇ દિવસ વિશેષને લઇને પ્રસ્તાવ પસાર કરવામાં આ સમયગાળો સૌથી ઓછો રહ્યો છે. પહેલી વખત ૨૧ જૂન ૨૦૧૫ના દિવસે ફક્ત ભારતમાં જ લગભગ ૨૦ કરોડ લોકોએ યોગ કર્યા હતા. દુનિયાભરમાં એ સંખ્યા ૨૫ કરોડથી વધુ હતી.

૫,૦૦૦ વર્ષ જૂનો યોગ યોગ ૫,૦૦૦ વર્ષ જૂની વિદ્યા છે. કહેવાય છે કે મોએં જો દેરોના ખોદકામ કરતાં જે મહોર મળી હતી, તેમાં પણ યોગ મુદ્રાની એક આકૃતિ જોવા મળી હતી. એ ૭૦૦૦થી ૧૩૦૦ ઇસા પૂર્વની વાત છે.

ઋગ્વેદમાં પણ યોગનો ઉલ્લેખ છે. કેટલાક વિદ્વાન હિરણ્યગર્ભ દેવતાને યોગ દર્શનના જનક માને છે. હિંદુ ગ્રંથ ભગવદ ગીતામાં પણ યોગ શબ્દનો કેટલીય વખત ઉપયોગ કરાયો છે. તેમાં શ્રીકૃષ્ણ પરમાત્મા સાથે જોડાવા માટે યોગ શબ્દનો પ્રયોગ કરે છે.

કેટલાય ઉપનિષદ અને બીજા ગ્રંથોમાં પણ યોગને મન પર નિયંત્રણનું સાધન મનાયું છે. બુદ્ધકાળના શરૃઆતના ગ્રંથોમાં ધ્યાન, પ્રાણાયામ અને મંત્રનો ઉલ્લેખ છે. મહર્ષિ પતંજલિ યોગસૂત્ર ૨૦૦-૪૦૦ ઇસવીસનમાં લખાયેલા મહર્ષિ પતંજલિના યોગસૂત્ર પુસ્તકમાં અષ્ટાંગ યોગ અંગે લખ્યું છે. પહેલી વખત યોગ મુદ્રાને પ્રચલિત કરવાનું શ્રેય સંત ગોરખનાથને અપાય છે. ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોમાં યોગને પહોંચાડયો હતો.

શિકાગોની ધર્મસંસદમાં તેમનું રાજયોગ ઉપરનું ભાષણ આજે પણ યાદ કરાય છે. એ બાદ પરમહંસ યોગાનંદ (૧૯૨૦) અને ગુરુ શિવાનંદે (૧૯૩૬) રાજા મહારાજાઓના જમાનામાં યોગને નવી ઊંચાઇએ પહોંચાડયો.

યોગથી રોગના ઉપચાર અંગે સંશોધન ૧૯૨૦-૩૦ ના દાયકામાં માથાનો દુઃખાવો, બ્લડપ્રેશર નિયંત્રિત કરવામાં યોગની ભૂમિકા પર ભારત અમેરિકા સહિત કેટલાય દેશોમાં સંશોધનની શરૃઆત કરાઇ હતી. ૧૯૫૦થી ૧૯૭૦ દરમ્યાન મહર્ષિ મહેશ યોગીના અતીન્દ્રિય ધ્યાન ચર્ચામાં રહ્યું હતું.

૧૯૭૦થી ૧૯૯૦ દરમિયાન રજનીશ (ઓશો)એ દુનિયાભરમાં યોગનો પ્રસાર કર્યો યોગ અંગે યોજનાઓ ભારતમાં યોગ સાથે જોડાયેલી કામગીરી આયુષ મંત્રાલય સંચાલિત કરે છે.

એકલા યોગના પ્રસાર માટે મંત્રાલય પાસે ગયા વર્ષ સુધી ૨૦૦ કરોડનું બજેટ હતું. દેશભરના ૧૪ લાખથી વધુ શાળાઓમાં બાળકો પાસે યોગ કરાવવાની યોજના છે. ૪૫થી વધુ યુનિર્વિસટી અને કોલેજ ર્સિટફિકેટથી લઇને ડિગ્રી સુધીનો કોર્સ કરાવે છે.

નોકરી માટે ૩ લાખ તકો યોગ શીખવવા માટે પ્રશિક્ષકોની માગ વર્ષે ૩૫થી ૪૦ ટકાના દરે વધે છે. ભારતમાં હાલમાં ૩ લાખ યોગ પ્રશિક્ષકોની અછત છે. કેટલાય સેલિબ્રિટીઝના યોગ સાથે જોડાવાને કારણે યોગની લોકપ્રિયતામાં વધારો થઇ રહ્યો છે.

યોગ વર્ગ માટે લોકો મહિને ૫ હજારથી ૨૫ હજાર સુધીનો ખર્ચ કરે છે. વ્યક્તિગત તાલીમ માટેની ફી ૨.૫૦ લાખ રૃપિયા સુધી લેવાય છે. દુનિયાભરમાં ભારતીય યોગ શિક્ષકોની ભારે માગ છે. એકલા ચીનમાં જ લગભગ ૩,૦૦૦ યોગ શિક્ષક લોકોને યોગ શીખવી રહ્યા છે, તેમાંથી મોટા ભાગના હરિદ્વાર અને ઋષિકેશના છે.

યોગનો વ્યાપાર અનુમાન છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જ યોગના બજારમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. દેશમાં ફક્ત યોગ તાલીમનો વ્યવસાય જ લગભગ ૨.૫૦ હજાર કરોડ રૃપિયાનો થઇ ગયો છે. ૨૦૧૬ના એક હેવાલ મુજબ દેશમાં યોગ સાથે જોડાયેલો વ્યાપાર લગભગ ૧૨,૦૦૦ કરોડ રૃપિયા થઇ ગયો છે. દેશમાં યોગ દરમિયાન પહેરાતા ડ્રેસનો વ્યાપાર લગભગ ૧,૦૦૦ કરોડ રૃપિયા સુધી પહોંચી ગયો છે.

દુનિયાભરમાં યોગ એક્સેસરીનો વ્યાપાર લગભગ ૫.૩૭ લાખ કરોડ રૃપિયાનો છે. ઓનલાઇન ખરીદી ૮૦ ટકા સુધી વધી યોગ એક્સેસરીઝ માટે લોકો પરંપરાગત બજારને બદલે ઓનલાઇન ખરીદીમાં વધુ રુચિ રાખે છે. ફ્લિપકાર્ટના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં યોગ મેટની માગ ૮૦ ટકા અને યોગ કપડાંની માગ ૪૫થી ૫૫ ટકા સુધી વધી ગઇ છે.

યોગનું સૌથી મોટું બજાર બનતું અમેરિકા અમેરિકા દર વર્ષે યોગ શીખવા માટે લગભગ ૨.૫ અબજ ડોલરનો ખર્ચ કરે છે. અમેરિકામાં ૬૯,૦૦૦ કરોડ રૃપિયા યોગ અંગેના પુસ્તકો અને બીજા સામાન ઉપર ખર્ચ કરાય છે. વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં ૧.૫૮ કરોડ લોકો યોગ કરતા હતા.

વર્ષ ૨૦૧૬માં આ સંખ્યા વધીને ૩.૬૭ કરોડ ઉપર પહોંચી છે. વર્ષ ૨૦૦૮માં અમેરિકામાં ફક્ત ૮૧૮ યોગ સ્કૂલ હતી. હવે એ સંખ્યા વધીને ૩,૯૦૦નો આંકડો પાર કરી ગઇ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમેરિકામાં ૩૭ ટકા યોગ કરનારા ૧૮ વર્ષથી ઓછી વયના છે.

 

source: sandesh

ભારત/India,અંતરરાષ્ટ્રીય/International,View : 1042

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!