અત્રેની એક યુનિ.માં આરોગ્ય વિજ્ઞાન અને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી વધુ પૈસા લઇ તેમને કોલેજની બેઠકો વેચવાના જંગી ભ્રષ્ટાચાર કૌભાંડમાં ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકનો સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
ડરબનની લિટલ ગુજરાત રેસ્ટોરન્ટના માલીક ૪૪ વર્ષના વર્ષા અને ૪૬ વર્ષના હિતેશ કુમાર ભટ્ટ તેમજ સહઆરોપી પ્રેશની હુરૃમન નામના શાળાનો શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.
યુનિ. ઓફ ક્વાઝુલુ-નાતાલ ખાતે નેલ્સન મંડેલા સ્કુલ ઓફ મેડિસીન્સમાં આરોગ્ય વિજ્ઞાાન અને મેડિકલ અભ્યાસમાં ભણવા બેઠકો વેચતી ગેંગના આ ત્રણે જણા ભાગ હતા.
આ સ્કુલમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત બેઠકો હોય છે. જો કે ત્રિપુટીને દરેક જણને ૩૦૦૦ ડોલરના જામીન આપવામાં આવ્યા હતા. પણ તેમની સામે ફ્રોડ અને ભ્રષ્ટ પ્રેકટિસ અટકાવવા સહિતના કેટલાક ગુના નોંધ્યા હતા.
એક સાપ્તાહિકે આ ત્રિપુટીનું સ્ટિંગ ઓપરેશન કર્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. વાલી બનીને ગયેલા પત્રકારને પૂર્વ શિક્ષણ એવા હિરામુને કહ્યું હતું કે ફાર્મસીમાં અભ્યાસ માટે ૧૮૯૮૭ અને મેડિકલ માટે તેના કરતાં બમણી રકમ આપો તો પ્રવેશ કરાવી દઉ.
ત્યાર પછી ત્રણેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. તપાસ એજન્સીએ કહ્યું હતું કે જેમ જેમ તપાસ આગળ વધતી જશે તેમ તેમ આ કૌભાંડમાં હજુ વધુ ધરપકડ શક્ય બની શકે છે.
source: gujaratsamachar