ડોકા લા ખાતેનો ચીન સાથેનો વિવાદ હવે પૂરો થઈ ગયાની માહિતી દેશના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ચીની સૈનિકો ડોકા લા વિસ્તારને છોડીને ચાલ્યા ગયા છે. તેમની સાથે બુલડોઝર પણ લઈ ગયા છે.
જાણકાર સૂત્રો મુજબ છેલ્લા ૭૩ દિવસથી ચાલતા ડોકા લા વિવાદ ઉકેલાવાના બીજ જુલાઈમાં જર્મનીના હેમ્બર્ગ ખાતે રોપાયા હતા. હેમ્બર્ગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શિ જિનપિંગ વચ્ચે યોજાયેલી ટૂંકી મુલાકાત પછી ડોકા લા વિવાદ ઉકેલવાની પ્રક્રિયા શરૃ થઈ હતી.
આ વિવાદ ઉકેલાતા હવે વડા પ્રધાન મોદી ૩ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાનારા બ્રિક્સ સંમેલનમાં ભાગ લઈ શકશે. વિદેશ મંત્રાલયે આજે વડા પ્રધાનના પ્રવાસની જાહેરાત પણ કરી દીધી છે.
ચીનની યાત્રા પછી વડા પ્રધાન મોદી મ્યાનમારની મુલાકાત લેવાના છે. ૫થી ૭ ડિસેમ્બર દરમિયાન મ્યાનમારની મુલાકાત વખતે શરણાર્થી તરીકે ભારતમાં આવેલા રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મ્યાનમારથી ભાગીને આવેલા ૪૦ હજાર રોહિંગ્યા મુસ્લિમો ભારતમાં શરણાર્થી તરીકે રહેલા છે.
source: sandesh