કાંચી કોમકોટિ મઠના પ્રમુખ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને આજે સમાધિ અપાશે. તેમના અંતિમ સંસ્કારમાં તામિલનાડુના મુખ્યમંત્રી ઇ.
પલાનીસ્વામી સહિત દક્ષિણની કેટલીય મોટી હસ્તીઓ સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંતિમ સંસ્કારમાં સામેલ થશે નહીં, જો કે તેમની તરફથી કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા સામેલ થશે.
જયેન્દ્ર સરસ્વતીનું દેહાંત બુધવારની સવારે થયું હતું, તેઓ 82 વર્ષના હતા. જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવમાં મુશ્કેલી પડયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, સારવાર દરમ્યાન તેમનું દેહાંત થયું. બુધવારના રોજ નિધન બાદ અંદાજે 1 લાખથી વધુ લોકો તેમના અંતિમ દર્શન કરી ચૂકયા છે.
18 જુલાઇ 1935ના રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69મા શંકરાચાર્ય બન્યા હતા. કાંચી મઠન કેટલીય સ્કૂલ, આંખોની હોસ્પિટલ ચલાવે છે. આ મઠની સ્થાપના ખુદ આદિ શંકરાયાર્યએ કરી હતી.
જયેન્દ્ર સરસ્વતીને 22 માર્ચ, 1954ના રોજ સરસ્વતી સ્વામિગલના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરાયા હતા. …વાજપેયી સરકારમાં અયોધ્યા વિવાદ ઉકેલવાની નજીક પહોંચી ગયા હતા શંકરાચાર્ય બુધવારના રોજ દેશભરમાં કેટલીય મોટી હસતીઓએ તેમના નિધન પર દુ:ખ વ્યકત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જયેન્દ્ર સરસ્વતીના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું.
વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું કે શંકરાચાર્ય હંમેશા અમારા દિલમાં જીવીત રહેશે. તેમને સમાજ માટે ઘણા કામ કર્યા છે. વડાપ્રધાન મોદીએ આ દરમ્યાન શંકરાચાર્ય સાથેનો પોતાનો જૂનો ફોટો શેર કર્યો હતો.
વડાપ્રધાન સિવાય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત કેટલાંય લોકોએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું.
2004માં કાંચીપુરમ મંદિરના મેનેજરની હત્યાના કેસમાં જયેન્દ્ર સરસ્વતીનું નામ આવ્યું હતું. પરંતુ 2013મા તેમને નિર્દોષ જાહેર કરાયા હતા. આ કેસમાં 2004મા તેમની ધરપકડ કરાઇ હતી.
અંદાજે 2 મહિના સુધી તેઓ ન્યાયિક કસ્ટડીમાં રહ્યા હતા. આપને જણાવી દઇએ કે કાંચ મઠ કાંચીપુરમમાં સ્થાપિત એક હિન્દુ મઠ છે. અહીં પાંચ પંચભૂતસ્થળોમાંથી એક છે. અહીંના મઠાધીશ્વર શંકરાચાર્ય કહેવાય છે. કાંચી કામકોટિ પીઠના 69મા શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીએ આ પદ ધારણ કર્યું તે પહેલાંનું નામ સુબ્રમણ્યમ હતું.
source: sandesh