અમદાવાદ: રાજય વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ‘કરો યા મરો’ની સ્થિતિ સમાન છે ત્યારે એક પછી એક નેતાઓ ગુજરાતના ચૂંટણીના ઉદ્દેશથી આવી રહ્યા છે.
આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તા. 16 ઓક્ટોબરના ગાંધીનગરના ભાટ ગામ ખાતે એક મંચ પરથી સંબોધન કરશે. ગાંધીનગરના ભાટ ગામ ખાતે ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં 7 લાખથી વધુ કાર્યકરો ભાગ લેશે તેવો ભાજપનો દાવો છે.
સભા સ્થળ પર કેવા પ્રકારની વ્યવસ્થા હશે
- 5 લાખ સ્કેવર મીટરમાં ભાટ ગામ ખાતે કાર્યક્રમ યોજાશે
- 26 પ્રવેશ દ્વાર બનાવાયા, પેજ પ્રમુખો માટે રોડ મેપની વ્યવસ્થા
- 15 હજાર મોટા અને 7 હજાર નાના વાહનો માટે વ્યવસ્થા
- 7 લાખથી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા, સભા સ્થળ વાઈફાઈથી સજ્જ
- 10 લાખ યુવાઓ બાઈક રેલી સ્વરૂપે પીએમનું સ્વાગત કરશે
- 10-10 લાખ પાણી અને છાશના પાઉચ, શીંગ-રેવડીના પેકેટની વ્યવસ્થા
source: divyabhaskar