Online Shoping site in India

ગુજરાતમાં સૌપ્રથમ વખત ગરબા ઇવેન્ટનો વર્લ્ડ રેકોર્ડ, જાણો ખોડલધામના અનોખા ગરબા અંગે

201728Sep
ગુજરાતમાં સૌપ્રથમ વખત ગરબા ઇવેન્ટનો વર્લ્ડ રેકોર્ડ, જાણો ખોડલધામના અનોખા ગરબા અંગે

એક પછી એક વર્લ્ડ રેકોર્ડ ખોડલધામ થકી સ્થપાતા જાય છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. મા ના નોરતા ચાલી રહ્યાં છે ત્યારે ખોડલધામે એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ખોડલધામના 1921 ખેલાડીઓએ સતત એક કલાક સુધી ગરબે ઘૂમી વર્લ્ડ રેકોર્ડ સર્જયો છે. આ નવરાત્રિ મહોત્સવ અલગ અલગ ચાર ઝોનમાં આયોજીત કરવામાં આવે છે.

વેસ્ટઝોન નવરાત્રિ મહોત્સવમાં આ રેકોર્ડ બન્યો હતો. પાંચમા નોરતે વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના પવન સોલંકી તથા દિપક મશરૂએ આ ઇવેન્ટ જજ કરી હતી.

આ પછી ફાઇનલ રાઉન્ડમાં 1921 ખેલૈયાઓ સતત એક કલાક અલગ-અલગ વેશભૂષામાં ઉત્સાહપૂર્વક ચેઇનમાં ગરબે ઘૂમ્યાં હતાં. આ રેકોર્ડમાં ખેલૈયાઓએ ઉમંગ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સમગ્ર ઇવેન્ટને પાર પાડવા માટે 250 કરતાં વધુ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતમાં આ પહેલી એવી ગરબા ઇવેન્ટ હતી જેમાં વર્લ્ડ રેકોર્ડ બન્ચો હતો.

 

source: sandesh

ગુજરાત/Gujarat,View : 2465

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!