Online Shoping site in India

અક્કલ…..

  • શિક્ષક & ભોલું


    શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?

    ભોલું: એક જ ભારત!

    શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!

    ભોલું : બીજા ને તો પરદેશકહેયાય.

     

     

કપાયો હુકમનો એક્કો : આ માણસ કોંગ્રેસને ઠેંગો દેખાડીને આજે BJPને લગાવશે ગળે

201723Aug
કપાયો હુકમનો એક્કો : આ માણસ કોંગ્રેસને ઠેંગો દેખાડીને આજે BJPને લગાવશે ગળે

આજે જામનગરના પૂર્વ કોંગી MLA હકુભા જાડેજા એટલે કે ધર્મેન્દ્ર સિંહ જાડેજા સત્તાવાર રીતે BJPમાં જોડાઈ જશે. તેઓ જ્યારે કોંગ્રેસને કાયમ માટે અલવિદા કરીને BJPને ગળે લગાવશે ત્યારે CM વિજય રૂપાણી પણ હાજર રહેશે.

હકુભાની સાથેસાથે તેમના ટેકેદારો પણ BJPમાં જોડાઈ જશે. આ પ્રસંગે પ્રદેશ BJP પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને ગૃહ ખાતાના રાજયકક્ષાના મંત્રી પ્રદીપસિંહ જાડેજા કોંગ્રેસ છોડીને BJPમાં આવી રહેલા હકુભાને આવકારવા હાજર રહેશે.

હકુભાની સાથેસેાથે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો અને અગ્રણીઓ પણ BJPમાં જોડાય તેવી સંભાવના દર્શાવાઇ રહી છે અને પ્રસંગે જામનગર શહેર BJPના પ્રમુખ હસમુખ હિંડોચા અને જિલ્લા BJP પ્રમુખ ચંદ્રેશ પટેલ તથા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

નોંધનીય છે કે જામનગર શહેરના કોંગ્રેસને મજબુત બનાવવા હકુભાએ તનતોડ મહેનત કરી હતી. જો કે આંતરીક જુથવાદને પગલે તાલુકા જિલ્લા અને કોર્પોરેશનમાં કોંગ્રેસની હાર થતા હકુભા નારાજ થયા હતા અને આ અંગે પ્રદેશ મોવડી મંડળને પણ ફરીયાદ કરી હતી. જો કે મોવડીઓએ કોઇ પગલાં નહી લેતા અકળાયેલા હકુભાએ કોંગ્રેસને રામ રામ કરી દેવાનો નિર્ણય કર્યો છે.

 

source: sandesh

જામનગર/Jamnagar,રાજકીય/Political,View : 2689

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!