ઈન્ટરનેશનલ ડેસ્કઃમોદીએ બુધવારે તેલ અવીવમાં સ્થિત કન્વેન્શન સેન્ટરમાં ભારતીય કોમ્યુનિટીને સંબોધન કર્યું. મોદીએ ઇઝરાયેલ અને ભારતની સંસ્કૃતિની સામ્યતા અને એકબીજાના સહયોગની વાત કરી હતી, આ દરમિયાન મોદીએ જેવિશ લોકોના યોગદાનની વાત કરતાં અમદાવાદના મણિનગરમાં આવેલી બેસ્ટ હાઈસ્કૂલનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં તેની સાથે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ પણ હાજર રહ્યાં હતા. ઇઝરાયેલમાં કોઈ ભારતીય નેતાની આવી પ્રથમ ઈવેન્ટ છે.
- ઈવેન્ટની શરૂઆત બંને દેશના રાષ્ટ્રગાનથી થઈ, ત્યારબાદ ઇઝરાયેલ સિંગર લિયોરા ઇતઝાકે પહેલા ભારતીય અને ત્યારબાદ ઇઝરાયેલનું રાષ્ટ્રગાન ગાયું હતું. - ઈવેન્ટની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ભારતીય સિંગર સુખવિંદર સિંહે અને અન્ય સાંસ્કૃતિક ડાંસરોએ પર્ફોર્મ કર્યું હતું. - જેવા મોદી ઈવેન્ટમાં પહોંચ્યા કન્વેન્શન સેન્ટરમાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
- મોદીના કોમ્યુનિટી રિસેપ્શનમાં અંદાજે 4000થી 5000 લોકો હાજર રહ્યાં હતા. સ્પીચ ગુજરાતનો ઉલ્લેખ કર્યો મોદીએ સ્પીચ દરમિયાન ઇઝરાયેલના ડોક્ટર લોયલ બેસ્ટના વખાણ કર્યા હતા, તેઓએ કહ્યું કે ડોક્ટર બેસ્ટ મારું હોમ ટાઉન ગુજરાતના છે, તેઓએ પ્રવાસી ભારતીય એવોર્ડથી સમ્માનિત છે, તેઓ ઇઝરાયેલના જાણીતા કાર્ડિયો સર્જન છે, તેમનું કરિયર માનવ સેવાના ઉત્તમ ઉદાહરણ આપી શકાય તેવું છે. મોદીએ ભારતીયો માટે કરી મહત્વની જાહેરાત - ભારતીય જ્યૂરિશ સમુદાયના લોકોને ઓશિયાઈ કાર્ડ આપવાનો ભરોષો આપ્યો હતો.
- ભારતીય લોકોને કમ્પલસરી આર્મી સર્વિસ કરી છે તેને પીઆઈ કાર્ડ ધારકને ઓશિયાઈ કાર્ડ મળશે. - બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધો વધારવા ઇઝરાયેલમાં ઈન્ડિયન કલ્ચર સેન્ટર બનશે. - ઇઝરાયેલના યુવાનોને મોટી સંખ્યામાં ભારત આવવા આમંત્રણ આપ્યું હતું. - મુંબઈ, દિલ્હી અને તેલ અવીવ વચ્ચે ફ્લાઈટ સર્વિસ ટૂંક સમયમાં શરૂ કરવાની પણ મોદીએ જાહેરાત કરી હતી. ઇઝરાયેલના પીએમ બેંજામિને કર્યા મોદીના વખાણ મોદીની સ્પીચ પહેલા ઇઝરાયેલના પીએમ બેંજામિન નેતન્યાહુએ સ્પીચ આપી હતી, જેમાં તેઓએ શરૂઆત નમસ્તે બોલીને કરી હતી.
નેતન્યાહુએ કહ્યું કે આ ઇઝરાયેલના યહુદી છે, જે ઇઝરાયેલ અને ભારતને પ્રેમ કરે છે, તમારો પ્રવાસ બે પુરાતન સભ્યતાઓને મળી નવુ ભવિષ્ય સર્જાશે. ભારત-ઇઝરાયેલ વચ્ચે હ્યુમન બ્રિજ છે અને તે છે તમે (મોદી) છો, 70 વર્ષ પહેલા ભારત અને ઇઝરાયેલને આઝાદી મળી, બંને દેશ આગળ વધતા ગયા પરંતુ આજે મળ્યા છીએ. બંને દેશોના યંગ લોકો વધુ સારું ભવિષ્ય બનાવશે તેની ગેરંટી છે.
ઇઝરાયેલમાં ભારતીયોનું યોગદાન ઇઝારેયલમાં અંદાજે 1 લાખની આસપાસ ભારતીય મૂળના લોકો વસે છે. ઇઝરાયેલ સ્થિત ભારતીય એમ્બેસેડર પવન કપૂરે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, અમારા પીએમ ને વિદેશમાં રહેતા ભારતીયો સાથે જોડાયેલા રહેવું પસંદ છે. ઇઝરાયેલમાં રહેતા ભારતીયો કે ભારતીય મૂળના લોકો ઉપરાંત 10000 ભારતીય ઇઝરાયેલમાં કામ કરી રહ્યા છે અથવા ભણી રહ્યા છે. તે સિવાય અંદાજે 9000 જેટલા ભારતીયો ઇઝરાયેલના કેર ગિવિંગ સેક્ટરમાં પણ એક્ટિવ છે.
source: divyabhaskar