Online Shoping site in India

આ બે બેઠકો પરની પેટા ચૂંટણીમાં BJPની શાખ-RLDનું ભવિષ્ય નક્કી કરશે

201828May
આ બે બેઠકો પરની પેટા ચૂંટણીમાં BJPની શાખ-RLDનું ભવિષ્ય નક્કી કરશે

ઉત્તર પ્રદેશના કૈરાના બેઠક પર પેટાચૂંટણી ભાજપ અને એકજુથ વિરોધ પક્ષ માટે એસિડ ટેસ્ટ સમાન છે. કૈરાના લોકસભા અને નૂરપૂર વિધાનસભાની પેટા ચૂંટણી 2019ની ચૂંટણી પહેલા લગભગ છેલ્લી પેટાચૂંટણી છે. તેવામાં ધ્રુવીકરણની પ્રયોગશાળા રહેલી આ બેઠકોના પરિણામોની સીધી અસર આગામી કેટલાક મહિનાઓમાં ઘટીત ઉત્તર પ્રદેશની રાજનીતિ પર સ્પષ્ટરૂપે દેખાશે. હાલ કૈરાનામાં જેની સાથે જાટ મતો જશે તેનું પલડું ભારે રહે તેવી આશા છે.

ભાજપ પણ માને છે કે, કૈરાના ક્યારે તેની પરંપરાગત બેઠક રહી જ નથી. સીધી લડાઈ જાતીય સમીકરણ તેના પક્ષમાં નથી. મોદી લહેરમાં બની રહેલા વાતાવણર હુકુમ સિંહ લગભગ 16 વર્ષ બાદ આ બેઠક ભાજપની ઝોળીમાં નાખી શક્યાં હતાં. પરંતુ ગોરખપુરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પરંપરાગત બેઠક અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની ફૂલપુર બેઠક પરથી હાર્યા બાદ ભાજપની આ દલીલ અપ્રાસંગીક બની ગઈ છે.

મહત્વની વાત એ છે કે, કૈરાનાના પરિણામો મોદી સરકારના ચાર વર્ષ પુરા થયાના એક સપ્તાહમાં જ આવશે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાઓ, પ્રદેશ તથા કેંદ્રના 20થી વધારે મંત્રીઓની હાજરી, અનેક ધારાસભ્યો-સાંસદોની મહેનત બાદ પણ પરિણામો સીધા મોદી સરકારના કામકાજ સાથે જોડવામાં આવશે. મતદાન પહેલા જ બાગપતમાં પીએમ મોદીના 50 મીનીટના ભાષણ બાદ એ વાત સુનિશ્ચિત બની છે કે નિરિક્ષકો આ ચૂંટણી મારફતે મોદી લહેર જરૂર આંકશે. તેવામાં જશ્ન યથાવત રહેશે કે પછી ભંગ પડશ્હે તે બાબત કૈરાના કસોટી કરશે.

જાટ મતો બનશે કિંગમેકર

કૈરાના લોકસભા બેઠકમાં 16.09 લાખ મતદાતાઓ છે. તેમાં લગભગ 40% ભાગીદારી મુસ્લીમો અને જાટવ મતદારોની છે. સુવર્ણ, ઓબીસી, અતિ પછાત વચ્ચે 2 લાખ જાટ મતદાતાઓનું વલણ ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે. બીએસપીએ જાહેરમાં સમર્થન ન કરવા છતાંયે આરએલડી જાટવ મતદાતાઓને લઈને આશ્વસ્ત છે. તેની પાછળનો તર્ક એ છે કે, બીએસપીના પરંપરાગત મતોમાં પણ એ વાતનો સંદેશ છે કે, 2019માં માયાવતી-અખિલેશ એક મંચ પર જ રહેશે. તેવામાં સુવર્ણો અને અતિ પછાત પરંપરાગત મતો વચ્ચે નિર્ણાયક અંતર માટે ભાજપની આશા હવે જાટો પર જ ટકી છે. યોગીની આગેવાનીમાં ધ્રુવીકરણના પ્રયાસોને લઈને ફતવાઓની કવવયત જાટોને કેટલા પિગળાવશે તે કહેવું ખુબ જ મુશ્કેલ છે. તેમાં પણ ખાસ કરીને ત્યારે જ્યારે અજિત-જ્યંત ચૌધરી ચરણ સિંહની યાદ અપાવતા જાણ નેતૃત્વને બચાવવાની દુહાઈ દેતા ગામે ગામ પહોંચ્યા છે.

કૈરાના લોકસભા પર સીધી લડાઈ દિવંગત સાંસદ હુકુમ સિંહની દિકરી અને ભાજપની ઉમેદવાર મૃગાંકા સિંહ અને ભૂતપૂર્વ સાંસદ તથા આરએલડીની ઉમેદવારા તબસ્સુમ હસન વચ્ચે છે. જે જીતશે તેને એક વર્ષ કરતા પણ ઓછા સમય માટે સંસદ પદ ભોગવવા મળશે પરંતુ તેના દૂરોગામી નફા-નુંકશાન પર મોટી અસર થશે.

રાજકીય/Political,View : 2360

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!