Online Shoping site in India

અક્કલ…..

  • એક ગધેડાની આશા…

    એક ગધેડો યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!

    બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!

    પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, “સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ..

    એ આશાએ બેઠો છું.

આતંકવાદીઓએ ગુજરાતને તબાહ કરવા માટે બનાવ્યો છે મોટો પ્લાન!

201729Aug
આતંકવાદીઓએ ગુજરાતને તબાહ કરવા માટે બનાવ્યો છે મોટો પ્લાન!

સમગ્ર ભારતમાં ૪૦ ટકા રિફાઇન્ડ ઓઇલ પુરવઠો પૂરો પાડતાં ગુજરાતમાં ટાર્ગેટેડલી ઓઇલ એટેક કરીને ભારતના અર્થતંત્રને તહેસનહેસ કરવાના પ્લાનિંગ સાથે લશ્કર-એ- તૈયબા કચ્છના દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસણખોરીની પેરવીમાં હોવાના દેશની ટોચની સુરક્ષા એજન્સીઓને ઇનપુટ મળતાં તંત્ર સતર્ક બન્યું છે.

આ ગંભીર મુદ્દે ૪૮ કલાક પહેલાં અમદાવાદ ખાતે પોલીસ મહાનિર્દેશકના વડપણ હેઠળ મળેલી કોસ્ટગાર્ડ તથા ગુજરાતના તમામ પોલીસ કમિશનરોની તાકીદની બેઠકમાં સમગ્ર રાજ્યની ઓઇલ સુરક્ષાની સમીક્ષા કરવાના આદેશ આપવામાં આવ્યાં છે.

આ મહત્વની બેઠકમાં ઉપસ્થિત રહેલાં વડોદરાના પોલીસ કમિશનર મનોજ શશીધરે જણાવ્યું હતું કે, વડોદરામાં પણ ઓઇલ નેટવર્ક પસાર થાય છે. નેટવર્કની સુરક્ષાનું ઓડિટિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અહીં નોંધવું જરૂરી છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ પછી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસના નવા અવતાર ડાઈશના ડોળા પણ ભારત ઉપર છે.

બીજી તરફ ભારતના અર્થતંત્રને તહેસનહેસ કરી નાખવા માટે લશ્કર-એ-તૈયબાએ ગુજરાતમાં ઓઇલ નેટવર્ક ઉપર એટેક કરવાનો પ્લાનિંગ કર્યો છે. તેવાં દેશની ટોચની સુરક્ષા એજન્સીને ઇનપુટ મળતાં સૌ પ્રથમ રાજ્યની સરહદી સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સમગ્ર ભારતમાં એક માત્ર ગુજરાત એવું સ્ટેટ છે કે, જે આખા દેશને ૪૦ ટકા રિફાઇન્ડેડ ઓઇલનો પુરવઠો પૂરો પાડે છે. એલઇટીની આ નાપાક યોજનાને નિષ્ફળ બનાવવા માટે કોસ્ટલ એરિયામાં સુરક્ષા દળને સાવધ રહેવા સૂચના અપાઈ ચૂકી છે.

વડોદરાથી મથુરા, પટિયાલા, ભટિંડા સુધી ઓઇલ નેટવર્ક વિસ્તરેલું છે ગુજરાતની વાત કરીએ તો કોયલી ખાતે રિફાઇનરીનું યુનિટ છે. ઓએનજીસી અને રિલાયન્સ કંપની દ્વારા પણ ઓઇલ રિફાઇન્ડ કરીને સપ્લાય કરવામાં આવે છે.

વડોદરાથી મધ્ય પ્રદેશ, પટિયાલા, મથુરા અને ભટિંડા સુધી હજારો કિમી સુધી ઓઇલનું પાઇપલાઇનનું નેટવર્ક વિસ્તરેલું છે. ગણેશોત્સવ-નવરાત્રિમાં અનિચ્છનીય બનાવ ટાળવા ચુસ્ત બંદોબસ્ત રહેશે ગણેશોત્સવ અને નવરાત્રી મહોસ્તવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પોલીસ તંત્ર તરફથી પૂરેપુરી તકેદારી રાખવામાં આવશે, તેમ પોલીસ કમિશનર મનોજ શશીધરે જણાવ્યું હતું.

ગણેશોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો શ્રીજીનાં દર્શને પંડાલોની મુલાકાત લેતાં હોય છે. અનંત ચૌદસે થનારાં વિસર્જનના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવાં તમામ પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

 

source: sandesh

ગુજરાત/Gujarat,વડોદરા/Vadodara,ગુનો/Crime,View : 1654

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • પુસ્તકો એ આપણો સાચો વરસો છે.