બાદશાહોની વાર્તા આપણને વર્ષ 1975માં લઇ જશે. ત્યારે કટોકટીના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ફિલ્મની વાર્તા રાજસ્થાન તથા ઈમરજન્સી(1975)ના સમયગાળાને આવરી લે છે.
ઈમરજન્સી સમયે દેશની તથા મોટાભાગે રાજ-રજવાડાઓના ખજાના જપ્ત કરવામાં આવ્યા હતાં. આ સમયે જયપુરની મહરાણી ગીતાંજલી દેવી એટલે કે ઈલિયાના ડિક્રૂઝના મહેલ પર છાપો પડે છે અને સરકાર ખજાનાને સિઝ કરી દે છે.
ગીતાંજલિને સંપત્તિ જાહેર ન કરવાના ગુનામાં પકડી લેવામાં આવે છે. આ જપ્તી પછી સોનાનો એક ટ્રક ભરીને જયપુરથી દિલ્હી સડક માર્ગે લઇ જવાનો હોય છે. આ કામ ગીતા ભવાની સિંહ (અજય દેવગણ)ને સોંપે છે.
ભવાની પાસે બદમાશોની એક ગેંગ છે, જે ખુંખાર પણ છે. દલિયા (ઇમરાન હાસમી)માં આખા જમાનાની ખરાબ આદતો ભરેલી છે. તે એક નંબરનો ઇશ્કબાજ છે અને મહીલાઓને જોતા જ લપસી પડે છે.
તે વેશ્યાલયોમાં જ મુકામ બનાવી રાખે છે. જો કે તે ભવાનીસિંહનો ખાસ વફાદાર છે. આ ગેંગનો અન્ય એક સભ્ય ટિકલા ઉર્ફે ગુરૂજી (સંજય મિશ્રા) પણ છે. તે ઉમરલાયક છે પરંતુ દારૂ તેની નબળાઇ છે અને ગુસ્સો નાક પર રહે છે.
તે ગમે તેવા તાળા ખોલવામાં માહેર છે. ગીતાંજલીની વફાદાર, સેકસી અને તાકતવર સાથીદાર સંજના (ઇશા ગુપ્તા) પણ આ ગેંગમાં સામેલ થઇ જાય છે. આ બધાનું એક જ મિશન છે.
ગીતાંજલિના સોનાને મેજર સેહરસિંહ (વિદ્યુત જામવાલ)ની આગેવાની હેઠળ લઇ જવામાં આવતું હોય છે. ૬૦૦ કિલોમીટરનો રસ્તો અને ૯૬ કલાક…
આટલા સમયમાં ભવાનીસિંહ અને તેની ટોળકીને સોનુ બચાવવાનું હોય છે. આ મિશનની આસપાસ ફરે છે ફિલ્મની વાર્તા. શું છે ખાસ? ફિલ્મનું ડિરેક્શન અને સીન્સ સારી ગુણવત્તાના છે.
ફિલ્મના શૂટિંગ રાજસ્થાનના મહેલો અને લોકેશન પર કરાયું છે. જોકે ખાટલે મોટી ખોડ એ છે કે ફિલ્મની વાર્તા નબળી છે અને તે બહુ જ ધીમી ગતિથી આગળ વધે જેના કારણે એક હદ પછી કંટાળો આવે છે.
આ ફિલ્મનું ‘મેરે રશ્કે કમર..’ ઓલરેડી હિટ થઈ ચૂક્યું છે. સની લિયોનના સોંગે પણ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા છે. ફિલ્મનો બેક ગ્રાઉન્ડ સ્કોર સારો છે. કેવી છે એક્ટિંગ? ફિલ્મમાં અજય દેવગણ તથા એશા ગુપ્તાએ દમદાર એક્ટિંગ કરી છે.
ઈમરાન હાશ્મી અલગ જ સ્ટાઇલમાં જોવા મળ્યો છે તો સની લિયોનનું આઈટમ સોંગ ગીત ચાર ચાંદ લગાવી દે છે. જોકે સારી એક્ટિંગને મજબૂત સ્ક્રિપ્ટનો સાથ મળ્યો હતો તો વાત જ અલગ હોત.
source: sandesh