Online Shoping site in India

વૈષ્ણવ જન તો તેને કહિયે

નરસિંહ મહેતા નું ભજન
વૈષ્ણવ જન તો તેને કહિયે

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે
પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે.

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે.

વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.

View : 4131

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ગમે તેવા હોય ગુણીજન છતાંયે માતા-પિતાના સૌ રૂણીજન.