Online Shoping site in India

અક્કલ…..

  • તમારો જ દીકરો છે

    એક વ્યક્તિએ તેના છોકરા માટે એક રોબોટ ખરીદ્યો. આ રોબોટની વિશેષતા હતી કે જ્યારે પણ કોઇ ખોટુ બોલે તો તરતજ જોરથી થપ્પડ મારતો હતો...
    .
    .
    .
    છોકરો: પપ્પા, આજે હું સ્કુલ નહીં જાઉ, મારા પેટમાં દુખે છે..(સટ્ટાક...)
    .
    .
    .
    પપ્પા- જોયુને ખોટુ બોલવાનું પરિણામ. હું જ્યારે તારી ઉંમરનો હતો તો ક્યારેય ખોટુ બોલતો નહીં. (સટ્ટાક...)
    .
    .
    .
    વાઇફ(હસતા હસતા બોલી): તમારો જ દીકરો છે...(સટ્ટાક…)

જીવનજ્યોત જગાવો

જીવનજ્યોત જગાવો

 જીવનજ્યોત જગાવો પ્રભુ હે જીવનજ્યોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો
અમને રડવડતાં શીખવાડો ... પ્રભુ હે

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શીખવાડો ... પ્રભુ હે

ઊડતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
જીવનનાં રંગો ત્યાં ભરવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શીખવાડો ... પ્રભુ હે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણાં નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતા શીખવાડો ... પ્રભુ હે

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહશક્તિ બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળ સ્થળમાં વરસાવો ... પ્રભુ હે

View : 1164

Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

Though of the day

  • ગમે તેવા હોય ગુણીજન છતાંયે માતા-પિતાના સૌ રૂણીજન.