પાકિસ્તાનના સ્પીન બોલર શકલીન મુસ્તાકે લગ્ન કર્યા તો પહેલી રાતે તે ખુબ નર્વસ હતો. પણ જેમ તેમ તેણે રાત પસાર કરી નાખી.
જો કે તેને થોડા દિવસોમાં ખયાલ આવી ગયો , કે તેની વાઇફના આ ત્રીજા લગ્ન છે. તેથી તે ખુબ નારાઝ થયો કે તેની સાથે દગો થયો છે. વિરોધી ટીમ સામે જેમ જુસ્સા સાથે આવે તેમ ગુસ્સામાં તે વાઇફ પાસે ગયો. અને ગુસ્સા અને દુખ સાથે બરાડ્યો,
''તેં મને દગો દીધો ??? આ તારા ત્રીજા લગ્ન છે ? આવુ કેમ કરી શકે!! ''
પત્નીએ એક લાફો ઝીંકીને કહ્યુ, ''મુર્ખ, તે ક્યારે જોયુ છે કે સ્પીન બોલરને નવો દડો આપવામાં આવ્યો હોય !!''