એક બાળક દોડતો દોડતો પોલીસ સ્ટેશન આવ્યો અને બોલ્યો - ઈંસ્પેકટર સાહેબ જલ્દી ચાલો, એક ચોર એક કલાકથી મારા પિતાજીને મારી રહ્યો છે. પોલીસ - ચોર એક કલાકથી મારી રહ્યો હતો ત્યારે તુ શુ એક કલાકથી તમાશો જોઈ રહ્યો હતો ? બાળક - નહી આ પહેલા પિતાજી ચોરને મારી રહ્યા હતા.
શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
ભોલું: એક જ ભારત!
શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.