Online Shoping site in India

અક્કલ…..

 • What the hell is your computer doing on my compute

  Help-desk guy speaking to a lady user …

  Help-desk : double click on “My Computer”.
  Lady : I can’t see your computer..

  Help-desk : No .. Click on “My Computer” on your computer.
  Lady : How the hell can I click on your computer from my computer ??? !!

  Help-desk : There is an icon labelled “My Computer” on your computer .. double click on it.
  Lady : What the hell is your computer doing on my computer ?

સમયનું મહત્વ

202314Jun
સમયનું મહત્વ

સમયનું મહત્વ

સમય શ્રેષ્ઠ ધન છે. અંગ્રેજીમાં પણ કહેવામાં આવ્યું છે કે, time is money. સમયના સદ્ઉપયોગ થી જ માનવીનું ભાવિ ઉજ્જવળ બની શકે છે. સમયનો ઉચિત ઉપયોગ કરવાથી જ મનુષ્ય પોતાના જીવનમાં ઇચ્છીત ઘ્યેય સિદ્ધ કરી શકે છે. માનવ સંસ્કૃતિનો સર્વાંગી વિકાસ એ સમયના શ્રેષ્ઠ ઉપયોગનું જ પરિણામ છે.

આજકાલ સૌના મોઢે આપણે એક જ ફરિયાદ સાંભળીએ છીએ કે, સમય નથી. નોકરી-ધંધા વાળા કે ખેતી કરતા કે ઉદ્યોગ ઘંઘા વાળા સૌને આજે સમયની સતત ખેંચ વર્તાતી હોય છે. એક તરફ સમયની આટલી બધી ખેંચ છે તો બીજી તરફ આપણે મોજશોખ માટે કીંમતી સમય વેડફી નાખીએ છીએ.

સમયનો આવો દુરઉ૫યોગ થતો જોતા એવુ લાગે છે કે, આપણે હજુ સમયની કિંમતની પૂરી સમજણ મેળવી નથી. સમય અમૂલ્ય છે એમ સૌ કોઇ કહે છે ખરા. આ પોપટ વાક્ય વર્ષોથી ગોખાઈ ગયું છે. આ૫ણે ૫ણ કયારેક સમયનું મહત્વ સમજાવતાં નીચેની પંક્તિઓ ટાંકી લઈએ છીએ.

સંપત ગઈ તે સાંપડે, ગયા વળે છે વહાણ

ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ

અર્થાત ગુમાવેલી સંપત્તિ કે લક્ષ્મી પ્રયત્ન કરી પાછી વાળી શકાય છે ૫રંતુ ગુમાવેલો સમય અને શરીરમાંથી નીકળી ગયેલો પ્રાણ(આત્મા) ક્યારેય પાછો આવતો નથી. આ બઘુ જાણતા હોવા છતાં આ૫ણે ઉઘાડી આંખે કલાકોના કલાકો વાતો ના તડકા માં૫ ગીત સંગીત કે ફિલ્મના મનોરંજન માટે ટીવી કે રમતગમત પાછળ ખર્ચી નાખીએ છીએ.

સમય ખૂબ કિંમતી છે. ઘણા માણસો વાતવાતમાં કહેતા હોય છે :time is money. આપણું જીવન સીમિત છે, તેથી કોઈ પણ કામ માટેનો સમય પણ સીમિત છે, માટે આપણે દરેક કામ નિશ્ચિત સમયમર્યાદામાં પૂરું કરવું જોઈએ.

કેટલાક લોકો જ્યાં સુધી તેઓને સોંપાયેલ કાર્ય સમયમર્યાદાની નજીક ન આવે ત્યાં સુધી કરતા નથી; વિદ્યાર્થીઓ ઘણીવાર તેમના હાથ પર સમય હોવા છતાં પણ અભ્યાસ કરતા નથી, એમ વિચારીને કે જ્યારે તેમની પરીક્ષાઓ શરૂ થશે ત્યારે તેઓ બધું પૂર્ણ કરી શકશે. આ બધા એવા લોકોના દાખલા છે જેઓ સમયની કિંમત નથી સમજતા.

વિદ્યાર્થીઓ માટે સમય નો સદુપયોગ તે સૌથી મોટી મૂડી છે. સમય કાચું સોનું છે. તેનો સંગ્રહ શક્ય નથી. ગમે તે વ્યવસાય હોય કે નોકરી જે સમય પાલન કરે છે તે હંમેશા તેના ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતિ કરે છે. વિદ્યાર્થી સમયનું મૂલ્ય સમજી નિયમિત પરીક્ષાની તૈયારી કરતો હોય તો ૫રીક્ષા નજીકના દિવસોમાં તેને કઠોર પરિશ્રમ કરવો પડતો નથી.

સમયનું મહત્વ સમજાવતાં સંસ્કૃત સુભાષિતમાં એક મહાનુભાવે ખુબ સરસ કહ્યું છે કે,

સુબહ હોતી હૈ, શામ હોતી હૈ

જિંદગી યૂં હી તમામ હોતી હૈ.

અર્થાત જે માણસે બાળ અવસ્થામાં વિદ્યા મેળવી નહીં, યુવાન અવસ્થામાં ધન કમાય નહીં અને પ્રૌઢ અવસ્થામાં તપ કર્યું નહીં તે વૃદ્ધાવસ્થામાં શું કરી શકવાનો ? કોઇ ૫ણ કામ યોગ્ય સમય પર જો ન કરવામાં આવે તો તેનો અર્થ સરતો નથી.

Time and tide wait for none. સમય અને ભરતી કોઈની રાહ જોતી નથી એ કહેવતની યથાર્થતા પારખીને આપણે જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ. એક ચિંતકે સમય વિશે ટકોર કરતાં હળવી પળોમાં સાચું જ કહ્યું છે કે સમયના માથે આગળના ભાગમાં વાળ છે, પાછળ ટાલ છે. પાછળ ટાલ હોવાથી સમય સરકી જાય છે માણસના ૫કડયામાં આવતો નથી. તેથી જ સમયની કિંમત સમજતા માણસે દરેક ક્ષણ અને આવનાર તક માટે અત્યંત જાગૃત રહેવું જોઈએ.

જે માણસ સમયનું મૂલ્ય સમજતો નથી, સમયનું યોગ્ય આયોજન કરતો નથી, સમયસર કામ કરતો નથી, તેનું જીવન પણ જેમતેમ પસાર થઈ જાય છે. જીવનનો અમૂલ્ય સમય વેડફાઈ ગયા પછી ઘણા લોકો પસ્તાવો કરે છે. ઘણા લોકો આખું જીવન વેડફી. નાખે છે અને અંતમાં પસ્તાય છે, પણ ગયેલો સમય કદી પણ પાછો આવતો નથી. એટલે બગડી ગયેલી બાજી સુધારવાની તક મળતી નથી. કોઈએ સાચું જ કહ્યું છે કે બોલાઈ ગયેલા શબ્દો, છૂટી ગયેલું બાણ અને વીતી ગયેલો સમય કદી પાછો ફરતો નથી, માટે આ ત્રણેયનો ઉપયોગ ખૂબ સાચવીને કરવો જોઈએ.

”આજ ઉઠશું, કાલ ઉઠશું, લંબાવો નહીં દહાડા

વિચાર કરતા વિઘ્નો મોટા, આવે વચમાં આડા”

અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે, ‘Delay is dangerous’ સમય એક એવું અદશ્ય પરિણામ છે. જે દેખી શકાતું નથી. ઓળખી શકાતું નથી. સમયનું મહત્વ અને તેની કિંમત હંમેશા પાછળથી જ સમજાય છે.

બત્રીસ વર્ષ જેટલા ટૂંકા જીવનમાં વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં નામના અપાવી, શંકરાચાર્યજીએ પણ અલ્પ આયુષ્યમાં દેશના ચાર ખૂણે ચાર મઠો સ્થાપ્યા.

સમયનો વિવેકપૂર્ણ ઉપયોગ જ માનવીને સમૃદ્ધ અને મહાન બનાવે છે. સમજદાર માનવીએ પણ સમયનો બગાડ તો ન કરવો જોઈએ. જગતના બધા જ મહાપુરુષોનું જીવન અથાગ પરિશ્રમ અને સમયના સદઉ૫યોગની ગાથાઓ ગાય છે.

આપણા મહાપુરુષોએ સમયની કિંમત સમજી હતી અને તેથી જ તેઓ પોતાના કાર્યમાં સફળતા મેળવી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે કાલનું કામ આજે કરો અને આજનું કામ અત્યારે જ કરો.

આજ ઊઠશું કાલ ઊઠશું, લંબાવો નહીં દહાડા,

વિચાર કરતાં વિદનો મોટાં આવે વચમાં આડાં.

અર્થાત જગતમાં બુદ્ધિશાળી માણસોનો સમય કાવ્યશાસ્ત્ર, કળા અને વિજ્ઞાનના અભ્યાસમાં જતો રહે છે. જ્યારે મૂર્ખ માણસ નો સમય ઊંઘમાં અને કલેશ કંકાસ જતો રહે છે.

અમૃતા પ્રીતમે સમયનું મહત્વ સમજાવતાં લખ્યું છે કે ”સમય પર તેજ સવારી કરી શકે છે જે સમયની લગામ પકડી રાખે છે”. સતત નવી ક્ષણો દરેકના જીવનમાં આવે છે પણ ખુબ જ ઓછા માણસો જ તેનો ફાયદો ઉઠાવી શકે છે. શેક્સપિયરે સાચું જ કહ્યું છે કે ”મેં સમય બરબાદ કર્યો, હવે સમય મને બરબાદ કરી રહ્યો છે”. ભગવાન મહાવીરે ૫ણ તેમના ઉપદેશમાં કહયુ છે કે, ”હે માનવ, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં, પ્રત્યેક ક્ષણ તું જાગૃત રહેતો જા, કારણ કે આવી ક્ષણો ફરી પાછી હાથ લાગવાની નથી”.

જે સમયને કરકસરથી યોજનાપૂર્વક ખર્ચે છે. તે જીવનમાં સંતોષ અને સફળતા મેળવી શકે છે. સમય નિષ્ઠા એ આત્મવિશ્વાસની જનની છે. સમય પોતે તટસ્થ છે. તે શત્રુ કે મિત્ર નથી. પસાર થતી દરેક ક્ષણ અમૂલ્ય છે. આ ક્ષણને ઉપયોગી બનાવી ઉપયોગ કરવો જોઈએ એ જ જીવન છે.

માનવી આજ સુધીમાં વિજ્ઞાન કલા અને અન્ય ક્ષેત્રોમાં જે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તે સમયના ઉત્તમ ઉપયોગ ના પુરાવા રૂપ છે. જે મનુષ્ય નિષ્ક્રિય બનીને બેસી રહે છે તેને વિકાસની તકો હાથતાળી દઈ ચાલી જાય છે. અનેક આપત્તિઓ વેઠવી પડે છે. હાથમાંથી સરી ગયેલા સમયને માટે કવિ પ્રિયકાન્ત મણિયારે યોગ્ય લખ્યું છે કે,

આનાથી સ્પષ્ટ થાય છે કે સમયનું મૂલ્ય સમજવું કેટલું જરૂરી છે. જો કે, ફક્ત મહત્વને સમજવું જ નહીં, પરંતુ આ સમજણ વ્યક્તિના કાર્યમાં પ્રતિબિંબિત થાય તે રીતે કાર્ય કરવું પણ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યાં સુધી તમે તમારા જ્ઞાનને આચરણમાં નહીં મૂકશો ત્યાં સુધી સમયનું મૂલ્ય જાણવું મદદ કરશે નહીં.

હવે આ હાથ રહેના હેમ

મળ્યું સમયનું સોનું, પ્રથમ વાવ્યું ફાવે તેમ

હવે આ હાથ રહેના હેમ

ભર બપોરે ભોજન ઘેને નિતની એ રાતોમાં

ઘણું ખરું એ એમ ગયું ને કશું કૈંક વાતોમાં

પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યો નહીં વહેમ

હવે આ હાથ રહે ના હેમ

કવિની આ અર્થસભર પંક્તિઓના મર્મને સમજીશું તો આપણને સૌને સમયનું મૂલ્ય અવશ્ય સમજાશે.

View : 1207

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • કામ, ક્રોધ, લોભ મોહ અને સ્વાર્થ વગેરે જેવા દુર્ગુણોનો રામબાણ ઈલાજ સંતોષ છે