Online Shoping site in India

અક્કલ…..

  • ખરી મજા..

    સંતા - આજે રવિવાર છે, તેથી હુ ઈંજોય કરવા માંગુ છુ, માટે ફિલ્મની 3 ટિકિટ લાવ્યો છુ
    પત્ની - ત્રણ કેમ ?
    સંતા - તારા માટે અને તારા માતા-પિતા માટે

વિશ્વ કિડની દિવસ

201709Mar
વિશ્વ કિડની દિવસ

વિશ્વ કિડની દિવસ
કિડની એજયુકેશન ફાઉન્ડેશન
ડો. સંજય પંડયા - નેફ્રોલોજીસ્ટ - રાજકોટ

  • કિડની એજયુકેશન વેબસાઈટ દ્વારા વિશ્વ રેકોર્ડ - એક જ વેબસાઈટમાં સૌથી વધુ ભાષામાં (૩૦ ભાષામાં) પુસ્તક
  • શું તમે કિડનીના રોગથી બચવા માંગો છો ? www.KidneyEducation.com વિશ્વમાં સૌથી વધુ - ૩૦ ભાષામાં કિડની વિશે સંપૂર્ણ માહિતી નિઃશુલ્ક.
  • વિશ્વમાં એક જ વેબસાઈટમાં સૌથી વધુ ૩૦ ભાષામાં પુસ્તક ના અમુલ્ય યોગદાન માટે કિડની એજયુકેશન વેબસાઈટને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ.
  • www.KidneyEducation.com કિડનીની પાઠશાળા વ્હોટસએપ પર -કિડની બચાવો પુસ્તક ૩૦ ભાષામાં વ્હોટસએપ વિના મુલ્યે.
  • ર૦૦ પાનાનું કિડની બચાવો પુસ્તક ૩૦ ભાષામાં મફત વાંચો અને ડાઉનલોડ કરો.
  • www.KidneyEducation.com વિશ્વભરમાં કિડની અંગે માહિતી આપવામાં અગ્રેસર. ૭૫ મહિનામાં ૩ કરોડ હીટસ્‌.
  • કિડની વિશે જનજાગૃતિમાં ક્રાંતી, વિશ્વમાં પ્રથમ વખત વ્હોટસએપ દ્વારા ૩૦ ભાષામાં સંપુર્ણ માહિતી વિના મુલ્યે.
  • શું કિડની બચાવો પુસ્તક વ્હોટસએપમાં વિના મુલ્યે મેળવવા માંગો છો ?
  • www.KidneyEducation.com વેબસાઈટની મુલાકાત લ્યો.
  • ઈમેઈલ કરો : [email protected]
  • વ્હોટસએપ કરો મોબાઈલ નંબર : +૯૧ ૯૪૨૬૯ ૩૩૨૩૮
  • વિશ્વ કિડની દિવસ ની પૂર્વ સંધ્યાએ રાજકોટની કિડની એજ્યુકેશન વેબસાઈટને વર્લ્ડ રેકોર્ડ એનાયત થશે
  • www.KidneyEducation.com આ “વિશ્વ કિડની દિવસ” નિમિતે એક સાથે ૪ ભાષામાં (પર્સિયન, સિંહાલી, થાઈ અને મણિપુરી) વેબસાઈટનાં શુભારંભ સાથે વિશ્વમાં સૌથી વધુ - ૩૦ ભાષામાં કિડની વેબસાઈટ.

 

કિડની એજયુકેશન ફાઉન્ડેશન દ્વારા “વિશ્વ કિડની દિવસે” જન જાગૃત્તિ ઝુંબેશ

રાજકોટના સિનીયર નેફ્રોલોજીસ્ટ (કિડની નિષ્ણાત) ડો. સંજય પંડયા દ્વારા છેલ્લા ૧૨ વર્ષ થી કિડની અંગે જનજાગૃતિ ફેલાવવા માટે કિડની એજયુકેશન ફાઉન્ડેશન નામે સંસ્થાની સ્થાપના કરી અને ગુજરાતી ભાષામાં “તમારી કિડની બચાવો” પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યુ. તેને અપ્રતિમ પ્રતિભાવો સાંપડતા તેનો અંગ્રેજી અને હિન્દી ભાષામાં અનુવાદ કરાયો.ત્યારબાદ તેને www.KidneyEducation.com વેબસાઇટ બનાવી તેના પર નિ:શુલ્ક રીતે લોકોને પ્રાપ્ત થાય અને સરળતાથી દેશ અને દુનિયાના સિમાડા ની મર્યાદા ન રહે તે માટે લોકો માટે તેને પ્રસ્તુત કરવમાં આવી. વર્ષોવર્ષ તેમા નવી ભાષાઓનો ઉમેરો કરવામાં આવ્યો અને આજે તે દેશ અને વિદેશની ૩૦ જેટલી ભારતીય અને આંતરરાષ્ટ્રિય ભાષાઓમાં ઉપલબ્ધ કરાવામા આવી છે.

આ સિધ્ધિને અમેરીકા સ્થિત ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી અને તેને એક જ વેબસાઇટ પર મહતમ ભાષામાં પુસ્તક પ્રાપ્ય હોય તેવી વેબસાઇટ તરીકે નો વિશ્વ રેકોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે.

આ ફક્ત રાજકોટ કે ગુજરાત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માં કિડની અંગે જનજાગૃતિ માટે અતિ મહત્વનું કહી શકાય તેવુ યોગદાન છે. વિશ્વ કિડની દિવસની પુર્વ સંધ્યા એટલે કે ૮ માર્ચને બુધવારના રોજ રાજકોટ ખાતે આ વિશ્વ વિક્રમ માટે કિડની એજ્યુકેશન ફાઉન્ડેશનને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના જજ દ્વારા આ પ્રશસ્તિપત્ર અને એવોર્ડ એનાયત થનાર છે. આ એવોર્ડ ફક્ત કિડની એજ્યુકેશન સંસ્થાનો જ નહોય તેને રાજકોટ શહેર વતી રાજકોટના મેયર શ્રી જયમન ઉપાધ્યાય, મેડિકલ આલમ વતી રાજકોટ IMA ના પ્રેસિડન્ટ ડો. દિલીપ પટેલ અને કિડની એજયુકેશન ફાઉન્ડેશન વતી તેમના ચિફ મેન્ટર ડો. સંજય પંડયા તેનો સ્વિકાર કરશે.

આ માટે રાજકોટની હોટલ પ્લેટિનમ ખાતે તા. ૮ માર્ચ ને સાંજે ૪ કલાકે એક એવોર્ડ સ્વિકૃતિ કાર્યક્રમનુ આયોજન IMA અને કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડો. એન. વી. શાહ, ડો. ભરત કાકડીયા, ડો. ભરત પારેખ, ડો. યસુબેન શાહ, ડો. અમિત હાપાણી અને ડો. કલ્પીત સંઘવી હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન જાણીતા કાર્ડીઓથેરાસિક સર્જન ડો. દેવેન્દ્ર ડેકીવાડીયાએ કરેલ હતું. તેમજ રાજકોટના અગ્રણી ડોક્ટરો અને શ્રેષ્ઠીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ એવોર્ડને વધાવવા માટે ૪૦૦ થી વધુ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે આયોજકો અને તમામ મહેમાનો દ્વારા આખુ વર્ષ કિડની અંગે જનજાગૃતિ ફેલાવવા સઘન પ્રયત્નો કરવા અંગે સંકલ્પ કરાયો હતો.

વિશ્વમાં અને ભારતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કિડની ની બિમારી ખુબ જ વિકટ રીતે વધી રહી છે અને આ અંગે લોક જાગૃતિ એ એક એવુ હથીયાર છે, જેના દ્વારા લોકોને આ મુશ્કેલી પહેલા ચેતવી અને બચાવી શકાય તેમ છે. ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જન જાગૃતિ માટે વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં ૯ માર્ચ, ૨૦૧૭, ગુરૂવારે “વિશ્વ કિડની દિવસ” ઉજવવામાં આવશે. વિશ્વ કિડની દિવસનું નો હેતુ દરેક વ્યક્તિમાં કિડની પ્રત્યેની જાગૃતતા વધારવાનો છે. જેથી કિડનીના રોગોનું વહેલું નિદાન થઇ શકે અને તેની યોગ્ય કાળજી અને સારવારથી કિડની વધુ બગડતી અટકાવી શકાય. ૨૦૧૭ વિશ્વ કિડની દિવસનું સ્લોગન “તંદુરસ્ત જીવનશૈલી, સ્વસ્થ કિડની”એટલે કે “જાડાપણું ઘટાડો અને કિડની બચાવો” છે.

 

કિડની વિશે પ્રાથમિક માહિતી

સુંદર, સ્વચ્છ અને સુઘડ રહેવું કોને ન ગમે ? શરીરની બહારની સ્વચ્છતા તમારા હાથમાં છે. શરીરની અંદરની સ્વચ્છતા તમારી કિડની બિનજરૂરી અને ઝેરી પદાર્થોને પેશાબ દ્વારા દુર કરી જાળવે છે. ઉપરાંત કિડની શરીરમાં પ્રવાહી અને ક્ષારનાં યોગ્ય નિયમનથી લોહીનાં દબાણને સામાન્ય રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે.

 

કિડની ફેલ્યર એટલે શું ?

કિડની ફેલ્યર એટલે કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવો. લોહીમાં ક્રીએટીનીનનું પ્રમાણ વધારે હોય તે કિડની ફેલ્યર સુચવે છે. ધીમે-ધીમે લાંબે ગાળે ન સુધરી શકે તે રીતે બંન્ને કિડની બગડે તેને ક્રોનિક કિડની ફેલ્યર કહે છે.

 

ક્રોનિક કિડની ફેલ્યરની તકલીફ છે તેનો ખ્યાલ કઈ રીતે આવે ?

ક્રોનિક કિડની ફેલ્યરનાં વહેલા નિદાન માટે રોગનાં મહત્વનાં લક્ષણો અંગે જાણો.

 

કિડની રોગના ચેતવણીજનક ચિન્હો:

  • નબળાઈ લાગવી, થાક લાગવો.
  • ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા.
  • આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા.
  • નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો.
  • લોહીમાં ફિક્કાશ હોવી.
  • પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું.

જો કોઈ વ્યકિતને ઉપર મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોકટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

 

કિડની ચેકઅપ સરળ - ફકત આટલું કરો.

કિડનીનાં રોગનાં વહેલા નિદાન દ્વારા જીવલેણ રોગથી બચી શકાય છે. કિડનીનાં રોગનાં વહેલા નિદાન માટેની સરળ પદ્ઘતી તે લોહીનું દબાણ મપાવવું અને લોહી પેશાબની તપાસ કરાવવી તે છે. લોહીનાં દબાણમાં વધારો, પેશાબની તપાસમાં પ્રોટીનની હાજરી અને લોહીમાં ક્રીએટીનની માત્રામાં વધારો તે કિડની ફેલ્યરની પહેલી નિશાની હોઈ શકે છે. કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય તેવી પ્રત્યેક વ્યકિતને દર વર્ષે કિડની ચેક કરાવી લેવાની સલાહ આપવામાં આવે છે.

 

જાડાપણું – ગંભીર પ્રશ્ન

જાડાપણું એટલે શરીરમાં વધારે પ્રમાણમાં ચરબીનું જમા થવું. જીવનશૈલીમાં બદલાવ, ચટપટા સ્વાદવાળા પણ વજન વધારે તેવા ખોરાક અને ફાસ્ટફુડ નો વધતો જતો ઉપયોગ, કસરત તથા શ્રમનો અભાવ વગેરેને કારણે જાડાપણાનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. વર્ષ ૨૦૧૪ માં રજુ કરવામાં આવેલ ગણતરી મુજબ જાડાપણાની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા વિશ્વમાં ૬૦ કરોડ થી વધારે છે. ચોકાવનારી હકીકત એ છે કે આવતા દાયકામાં જાડાપણાની સંખ્યામાં ૪૦% નો વધારો થવાનું જોખમ છે.

જાડાપણું પણ ડાયાબિટીસ અને લોહીના ઉચા દબાણની જેમ જ કિડની ફેલ્યરનું એક અગત્યનું કારણ છે. શરીરના વધારાના વજનની જરૂરિયાતને પહોચી વળવા માટે કિડનીને વધારે કામ કરવું પડે છે. કિડનીમાં ગાળવા માટે વધુ લોહી આવે છે જેને કારણે લાંબાગાળે કિડનીને નુકશાન થવાનું તથા કિડની ફેલ્યર થવાનું જોખમ વધી જાય છે. જાડાપણાને કારણે ડાયાબિટીસ અને લોહીના ઉચા દબાણની બીમારીની શક્યતા અત્યંત વધી જાય છે અને આ બંને રોગોને કારણે ૭૦% જેટલા દર્દીઓમાં ક્રોનિક કિડની ફેલ્યર જોવા મળે છે.

જાડાપણાનાં વધતા જતા પ્રમાણ અને તેના કારણે કિડની બગડવાના જોખમ અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ૨૦૧૭ વિશ્વ કિડની દિવસે “તંદુરસ્ત જીવનશૈલી, સ્વસ્થ કિડની” એટલે કે “જાડાપણું ઘટાડો અને કિડની બચાવો” સ્લોગન જાહેર કરવામાં આવેલ છે.

 

કિડનીના રોગો અને જાડાપણાનો સબંધ

  • કિડનીના રોગો લોહીના ઉચા દબાણ અને ડાયાબિટીસની તકલીફ હોય તેવા જાડા લોકોને થવાની વધારે શક્યતા હોય છે.
  • ૨૦૨૫ માં વિશ્વમાં ૧૮% પુરુષો તથા ૨૧% સ્ત્રીઓમાં જાડાપણું જોવા મળશે તેવી શક્યતા છે, અને વધારે પડતા જાડાપણામાં ૬% પુરુષોનો અને ૯% સ્ત્રીઓનો સમાવેશ થશે તેવી પણ શક્યતા છે.
  • જાડાપણાનું વધતું પ્રમાણ તે વધતા ક્રોનિક કિડની ફેલ્યરના રોગો માટેનું એક મહત્વનું કારણ છે. વધારે પડતા જાડા અથવા વધારે વજનવાળી વ્યક્તિઓમાં કિડનીના રોગો થવાનું પ્રમાણ સામાન્ય વ્યકિત કરતા ૨ થી ૭ ગણું વધારે હોય છે.
  • જાડાપણું તે ડાયાબિટીસ અને લોહીના ઉચા દબાણ તરફ લઇ જાય છે. જેને કારણે કિડની પર કાર્યભારણ વધે છે. જાડાપણામાં ઘટાડો કરવાથી કિડનીના રોગો થવાની ગતિ ધીમી પડે છે.
  • એક્યુટ કિડની ફેલ્યરનો રોગ અચાનક જ થાય છે. તેના કારણોની સારવાર કરવાથી ટૂંક સમયમાં જ (થોડા દિવસોમાં કે ૨-૩ અઠવાડિયામાં) કિડની ફરી સુધરી શકે છે. જાડા લોકોમાં આ પ્રકારે ટૂંકા સમયમાં એકાએક કિડની બગડવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે.
  • કિડની રોગ સિવાય જાડાપણાથી થતા જોખમોમાં હદયની બીમારી, ડાયાબિટીસ, લોહીનું ઉચું દબાણ, સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલમાં વધારો, સ્લીપ એટનીયા વગેરે ઘણા પ્રશ્નો નો સમાવેશ થાય છે.

 

જાડાપણાથી કિડની કઈ રીતે સુરક્ષિત રાખશો?

વર્ષ ૨૦૧૭ વિશ્વ કિડની દિવસના આ પ્રયત્નથી જાડાપણાના હાનિકારક પરિણામો અંગે લોકોમાં જાગૃતતા વધશે અને કિડની રોગ માટે જાડાપણાથી ઉભા થતા જોખમ અંગે માહિતગાર લોકો, તંદુરસ્ત જીવનશૈલી અને અન્ય કાળજીના અમલથી કિડનીના પ્રશ્નો થતા અટકાવી શકશે.

  • સદનસીબે જાડાપણાથી કિડની બગડવાનું જોખમ યોગ્ય કાળજીથી ઘટાડી શકાય છે.
  • જાડાપણાના કાબુથી બગડેલી કિડનીમાં પણ યોગ્ય કાળજી-સારવારથી સુધારો થઇ શકે છે અથવા કિડની બગડવાની ઝડપ ઘટાડી શકાય છે.
  • જાડાપણાથી કિડનીને થતા નુકશાનથી બચવાના સોનેરી સુત્રો:
     વજન ઘટાડો.
     નિયમિત કસરત કરો. અઠવાડિયામાં ૫ દિવસે નિયમીત ૧ કલાકની કસરત કરવી.
     પોષ્ટિક ખોરાક લ્યો. ખોરાકમાં ઘી, ત્તેલ, ગળપણ અને ફાસ્ટફુડ નો ઉપયોગ ઘટાડો.
     ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારો.
     ડાયાબિટીસ, લોહીનું ઉચું દબાણ, કોલેસ્ટ્રોલ નો યોગ્ય કાબુ રાખો.
     રૂટીન હેલ્થ ચેક અપ.

કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય તેવી દરેક વ્યકિતઓએ અને ૪૦ વર્ષ ઉંમર બાદ દર વર્ષે હેલ્થ ચેક અપ કરાવવું. જયારે ડાયાબીટીસ, લોહીનું ઉંચું દબાણ કે કુટુંબનાં સભ્યમાં કિડનીની બિમારી હોય તેવી વ્યકિતઓએ દર વર્ષે કિડની ચેક અપ કરાવવું આવશ્યક છે.

View : 9767

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને… ખોટું બુમો પાડી ને બોલે છે…!!!