વિશ્વ માતૃભાષા દિવસ એટલે ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ.
માતૃભાષા કોને કહેવાય?
માતૃભાષા એટલે માતા દ્વારા પ્રાપ્ત થયેલ ભાષા. માતૃભાષા બાળક જન્મ લે ત્યારે પોતાની માતા પાસેથી પ્રાપ્તકરે છે. મારી માતૃભાષા ગુજરાતી છે, જે મને ખુબજ પ્રિય છે. મારી માતૃભાષા ગુજરાતી બોલવામાં અને સાંભળવામાં બન્નેમાં મીઠી છે. દેશની સંસ્કૃતિને ટકાવી રાખવા આપણને માતૃભાષા પર ગર્વ હોવો ખુબજ જરૂરી છે. માતૃભાષા બોલવામાં આપણને ક્યારે પણ સંકોચ ન થવો જોઈએ. દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા વ્હાલી હોય છે. કોઈપણ વ્યક્તિએ બીજાની માતૃભાષાનું ક્યારે પણ અપમાન ન કરવું જોઈએ વરસો પહેલાં એક સાહિત્ય સમારંભમાં જાણીતા કવિ શ્રી. ઉમાશંકર જોષીએ પોતાનો પરિચય આપતા કહ્યું હતું – હું ગુજરાતી ભાષામાં લખતો એક ભારતીય લેખક છું. વ્યક્તિ માતૃભાષાને હડધૂત કરે છે તે પોતાની માતાને હડધૂત કર્યા બરાબર ગણાય.
અમને વહાલી ગુજરાતી છે, માબોલી ગુજરાતી|
અમને વહાલી ગુજરાતી, હેમચંદ્રની ગુજરાતી||
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી ૬ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે સૌથી વધુ બોલાતી ભાષા છે.
"જય જય ગરવી ગુજરાત"
ગુજરાતી ભાષા ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતનાં અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ તથા પાકિસ્તાન (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે.
ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા, શ્રી નરેન્દ્ર મોદી અને મહમદ અલી ઝીણાનો સમાવેશ થાય છે.
નરસિંહ મીરાંની ગુજરાતી, વીર નર્મદની ગુજરાતી|
ગાંધીગીરા છે ગુજરાતી સહુ કોઇની ગુજરાતી ||
ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઈન્ડો-આર્યન ભાષા છે.
ગુજરાતી ભાષાને પ્રચલિત રીતે નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે: