અક્કલ…..

 • આ દુનિયામાં કેટલા દેશ


  શિક્ષક : ભોલુ આ દુનિયામાં કેટલા દેશ છે?
  ભોલું: એક જ ભારત!
  શિક્ષક : ભારત સિવાયના પણ બીજા દેશ છેને!
  ભોલું : બીજા ને તો ‘પરદેશ” કહેયાય.

iPhone X અને iPhone 8 સહિત બીજા ઘણાબધા પ્રોડક્ટમાં મળે છે ભરી છૂટ, જાણો કયા કયા

201827Feb
iPhone X અને iPhone 8 સહિત બીજા ઘણાબધા પ્રોડક્ટમાં મળે છે ભરી છૂટ, જાણો કયા કયા

HOMETECHNOLOGY iPhone X અને iPhone 8 સહિત બીજા ઘણાબધા પ્રોડક્ટમાં મળે છે ભરી છૂટ, જાણો કયા કયા iPhone X અને iPhone 8 સહિત બીજા ઘણાબધા પ્રોડક્ટમાં મળે છે ભરી છૂટ, જાણો કયા કયા ફ્લિપકાર્ટ પર મંગળવારે એપલ ડેઝ સેલની શરૂઆત થઈ ચુકી છે. આ સેલમાં ગ્રાહક નવા આઈફોન, આઈપેડ અને મેકબુક મોડલ પર આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફર મેળવી શકો છો.

એસબીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનારા પર કેશબેક ઓફર પણ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત ઘણા આઈપેડ, મેકબુક અને એપલ વોચ મોડલ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફ્લિપકાર્ટ, એન્ડ્રોઈડ ડિવાઈસની સાથે એક્સચેન્જ ઓફર અંતર્ગત એપલ પ્રોડક્ટ ખરીદવા પર વધારાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

આ સેલ 2 માર્ચથી શુક્રવાર સુધી ચાલશે. તે ઉપરાંત ઈએમઆઈ ટ્રાન્જેક્શન પર વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. એપલ ડેઝ સેલ અંતર્ગત ફ્લિપકાર્ટ પર iPhone X, iPhone 8 Plus, iPhone 8, iPhone 7 Plus, iPhone 7, iPhone 6s Plus, iPhone 6s, iPhone 6 અને iPhone S સસ્તામાં ખરીદવાની તક છે.

આઈફોન X

– ફ્લિપકાર્ટ એપલ ડેઝ સેલ અંતર્ગત આઈફોન X સ્માર્ટફોન 82,999 રૂપિયા (MRP- 89,000 રૂપિયા)ની કિંમતમાં ઉપલબ્ધ છે. – તો આઈફોન Xના 256 જીબી વેરિયન્ટને ઈ-કોમર્સ સાઈટ પર 97,999 રૂપિયા (MRP-1,02,000 રૂપિયા)માં લિસ્ટ કરાયો છે.

આઈફોન 8

– આઈફોન 8ને આ સેલમાં 54,999 રૂપિયા (MRP 64,000 રૂપિયા)માં ખરીદી શકાય છે, જ્યારે આઈફોન 8 પ્લસની શરૂઆતની કિંમત 64,999 રૂપિયા છે. – આઈફોન 8નું 256 જીબી વેરિયન્ટ 69,999 રૂપિયા (MRP-77,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે, જ્યારે આઈફોન 8 પ્લસ 256 જીબી વેરિયન્ટ 79,999 રૂપિયા (MRP 86,000 રૂપિયા)માં મળી રહ્યું છે.

આઈફોન 7

–આઈફોન 7 પ્લસના 32 જીબી વેરિયન્ટને ફ્લિપકાર્ટ સેલમાં 56,999 રૂપિયા (MRP- 59,000 રૂપિયા)માં જ્યારે આઈફોન 7 પ્લસના 128 જીબી વેરિયન્ટને 65,999 રૂપિયા (MRP 68,000 રૂપિયા)માં ખરીદી શકાય છે. – આઈફોન 7નું 32 જીબી વેરિયન્ટ 41,999 રૂપિયા (MRP 49,000 રૂપિયા)માં ખરીદવા માટે ઉપલબ્ધ છે.

આઈફોન 6

– ફ્લિપકાર્ટ આઈફોન 6 એસ પ્લસના 32 જીબી મોડલને 40,999 રૂપિયા (MRP- 49,000 રૂપિયા), જ્યારે આઈફોન 6એસના 32 જીબી વેરિયન્ટને 32,999 રૂપિયા (MRP-40,000 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવી રહી છે. – આઈફોન 6ના 32 જીબી વેરિયન્ટને 24,999 રૂપિયા (MRP-29,500 રૂપિયા), તો આઈફોન એસઈ 32 જીબી વેરિયન્ટને 18,999 રૂપિયા (MRP-26,000 રૂપિયા)માં ખરીદી શકાય છે.

લેટેસ્ટ આઈફોન ખરીદનારા યૂઝર એસબીઆઈ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સાથે પાંચ ટકા કેશબેક મેળવી શકે છે અને આ કેશબેક યૂઝરના અકાઉન્ટમાં 10 જૂન, 2018 સુધી ક્રેડિટ હશે.

આ રીતે ઈ-કોમર્સ સાઈટ એક્સચેન્જ ઓફર અંતર્ગત 18,000 રૂપિયા સુધીની છૂટની ઓફર આપી રહી છે. એપલ વોચ, આઈપેડ અને મેકબુક મોડલ્સ પર ઓફર આઈફોન ઉપરાંત, ફ્લિપકાર્ટ સેલમાં એપલ વોચ સીરિઝ-1 42 એમએમ મોડલ 18,999 રૂપિયા (MRP- 23,900 રૂપિયા), આઈપેડ 32 જીબી વાઈ-ફાઈ ઓનલી વેરિયન્ટ 22,800 રૂપિયા (MRP-28,000 રૂપિયા) અને મેકબુક એર બેઝ મોડલ (8GB રેમ તેમજ 128 જીબી સ્ટોરેજની સાથે) 57,999 રૂપિયા (MRP-77,200 રૂપિયા)માં ખરીદવા માટે ઉપલબ્ધ છે.

 

source: sandesh

ટેક્નોલોજી/Technology,View : 360

  Comments

  • Visitor's Name
  • Email ID
  • Mobile No
  • Comment

  Though of the day

  • Start where you are. Use what you have. Do what you can. Arthur Ashe