અક્કલ…..

  • અપમાનની હદ !!

    ગરમીમાં બસ સ્ટોપ પર 20 લોકો રાહ જોઈ રહ્યા હતા
    એક ભિખારી આવ્યો અને બધા પાસેથી એક એક રૂપિયો લઈને ઓટોમાં બેસીને ચાલ્યો ગયો.

Women's WC: ભારતે પાક.ને 95 રને પછાડી સર્જી જીતની હેટ્રિક

201703Jul
Women's WC: ભારતે પાક.ને 95 રને પછાડી સર્જી જીતની હેટ્રિક

ડર્બી:ભારતની મહિલા ટીમ પાકિસ્તાનને 95 રને હરાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. તેને પાકિસ્તાન વિરૂદ્ધ વન ડેમાં ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ યથાવત રાખ્યો છે.

હાલમાં મહિલા વર્લ્ડ કપમાં રવિવારે ભારતીય ટીમે જીતની હેટ્રિક લગાવી છે. થોડા દિવસો પહેલાં પાકિસ્તાનની પુરૂષ ટીમે ચેમ્પિટન ટ્રોફીની ફાઇનલમાં ભારતને માત આપી હતઈ. ટીમ ઇન્ડીયાની તે હારથી નિરાશ પ્રશંસકોને ભારતીય મહિલા ટીમે ખુશી આપી છે. 170 રનોના લક્ષ્યનો પીછો કરતાં પાકિસ્તાનની ટીમ 74 રનમાં સમેટાઇ ગઇ હતી.

પાકિસ્તાનની ટીમ તરફથી કેપ્ટન સના મીર અને નાહિદા ખાન જ બેવડા અંકમાં જઇ શકી હતી. ભારતની જીતમાં એકતા બિષ્ટના સ્પિનનો મહત્વપૂર્ણ રોલ રહ્યો. તેણે 10 ઓવરમાં 2 મેડન સાથે 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

હવે 5 જુલાઇના રોજ ભારતનો મુકાબલો શ્રીલંકા સામે યોજાશે. આવો રહ્યું છે ભારતનો આ વર્લ્ડકપમાં પ્રદર્શન - ભારત વતી પૂનમ રાઉત, સ્મૃતિ મંધાના અને મિતાલી રાજે બેટ વડે તો દીપ્તિ શર્મા અને શિખા પાંડેએ બોલ વડે શાનદાર પ્રદર્શન કર્યું છે.

- મિતાલીએ પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી, જેને કારણે સતત 7 અડધી સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બની હતી. જોકે બીજી મેચમાં તે 4 રનથી અડધી સદી ફટકારવાનું ચુકી ગઈ હતી. - આ વર્લ્ડ કપમાં સૌથીવધુ રન બનાવવાના મામલે સ્મૃતિ હાલ બીજા નંબરે છે, તેણે બે મેચોમાં 196 રન કર્યા છે. - જ્યારે દીપ્તિ શર્મા 5 વિકેટ સાથે સૌથીવધુ વિકેટ લેનાર બોલરોમાં બીજા નંબરે છે.

- ટૂર્નામેન્ટ હિસ્ટ્રીમાં બંને ટીમ વચ્ચે અગાઉ 2 મેચ રમાય છે અને બંને મેચ ભારતે જીતી છે. આ મેચ બાદ પણ બંને ટીમોએ વર્લ્ડકપમાં હજુ 4-4 મેચો રમવાની છે. આવો છે બંને ટીમોનો વન-ડે રેકોર્ડ - વન-ડે હિસ્ટ્રીમાં ભારતની મહિલા ટીમે કુલ 241 મેચ રમી છે. જેમાંથી 132માં વિજય અને 104માં તેનો પરાજય થયો છે. - પાકિસ્તાની મહિલા ટીમે અત્યારસુધી 139 મેચો રમી છે.

જેમાંથી માત્ર 40માં વિજય અને 97માં પરાજય મેળવ્યો છે. બે મેચોનું પરિણામ આવ્યું નહોતું. - ઓવરઓલ રેકોર્ડમાં બંને દેશોની મહિલા ટીમ વચ્ચે 9 મેચો રમાઈ છે અને ભારતે જ તમામ મેચોમાં જીત મેળવી છે.

 

source: divyabhaskar

રમત-જગત/Sports,View : 222

    Comments

    • Visitor's Name
    • Email ID
    • Mobile No
    • Comment

    Though of the day

    • સંસારરૂપી કટુ વ્રુક્ષનાં અમૃત સમાન બે ફળ છે:એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત.